તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 નવેમ્બરનું રાશિફળ:દિવાળી પર્વની શરૂઆતમાં ધન જાતકોને નિર્ણય લેવામાં થોડી પરેશાની રહેશે, વડીલોની સલાહ લાભકારી સાબિત થશે

2 મહિનો પહેલા
  • 12માંથી છ રાશિના જાતકો માટે મધ્યમ દિવસ
  • ચંદ્ર-મંગળના શુભ યોગથી છ રાશિ માટે ફાયદાકારક દિવસ, ધન લાભનો પણ યોગ

12 નવેમ્બર, ગુરુવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને તેની પર મંગળની દૃષ્ટિ રહેવાથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ શુભ યોગને કારણે અનેક જાતકોને ફાયદો થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે છ રાશિના જાતકોને લેવડ-દેવડ, ખરીદીની સાથે સાથે જોબ તથા બિઝનેસમાં ધન લાભ થઈ શકે છે. આ સાથે જ વિચારેલા કામ પૂરા થશે. શુભ યોગને કારણે આજનો દિવસ ખરીદી માટે ખાસ રહેશે. આ ઉપરાંત છ રાશિના જાતકોનો દિવસ મધ્યમ રહેશે.

12 નવેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક તથા ધાર્મિક સમાજસેવી સંસ્થાઓની મદદમાં થોડો સમય પસાર થઇ શકે છે. જેનાથી મનમાં શાંતિ અને સુકૂન મળશે. તમારા અટવાયેલાં કોઇ કામને પૂર્ણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે, પોતાની ક્ષમતા અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડના કાર્યોમાં ગેરસમજ હોવાના કારણે કોઇ સાથે મનમુટાવ થઇ શકે છે. જો જમીન કે પ્રોપર્ટીને લગતી કોઇ લોન કે દેવું લેવાની યોજના બની રહી છે તો તેના અંગે ફરી એકવાર વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક કાર્યપ્રણાલીને કોઇની સામે જાહેર કરશો નહીં, નહીંતર કોઇ તમારું જ સ્પર્ધી તમારા કામની નકર કરી શકે છે.

લવઃ- ઘર અને વેપારમાં સંબંધ જાળવી રાખવાથી વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાના કારણે થાક રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારો મોટાભાગનો સમય કોઇ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં પસાર થશે અને તમને ઘણું શીખવા પણ મળશે. ફોન દ્વારા કોઇ પણ કોલને નજરઅંદાજ ન કરો. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલાઓને લઇને થોડી ચિંતાજનક સ્થિતિ રહી શકે છે. ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. કોઇ પાડોસી કે મિત્ર સાથે નાની વાતને લઇને વાદ-વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર તમારા વ્યવસાયને લગતું કોઇ નવું કામ શરૂ કવા માટે આજે યોજના બનાવવું યોગ્ય રહેશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે દોડભાગના કારણે થાક અને તણાવ હાવી રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે અચાનક ઘરમાં કોઇ પ્રિય મિત્રનું આગમન થઇ શકે છે. તમારી વાતચીત દ્વારા કોઇ આર્થિક સમસ્યાના સમાધાન હેતુ કોઇ ઉકેલ પણ મળશે જેનાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. ઘર અને સંબંધીઓની વચ્ચે તમારી યોગ્યતા દ્વારા વિશેષ સન્માન પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ઈગો અને અતિ આત્મવિશ્વાસ ક્યારેક તમારી નબળાઇ બની શકે છે. જેના કારણે તમારા એકબીજાના સંબંધોમાં કટુતા પણ આવી જાય છે, એટલે તમારા આ સ્વભાવને કાબૂમાં રાખો. ફોન અને મિત્રો સાથે સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે. તમારો મિત્રતા પૂર્ણ તથા અનુશાસિત વ્યવહાર સ્ટાફ તથા કર્મચારીઓની કાર્યક્ષમતાને સારો જાળવી રાખશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડીં ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી તમે તમારી દિનચર્યામાં સારું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે તમારી કોઇ ગુપ્ત પ્રતિભા માટે થોડો સમય પસાર કરશો અને મનોબળમાં વધારો કરશો. આ સમયે તમારા દ્વારા કરવામાં આવતી મહેનતનું નજીકના ભવિષ્યમાં સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે.

નેગેટિવઃ- થોડું સમજી-વિચારીને થોડાં મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરી શકો છો, એટલે તમારી યોજનાઓને જલ્દી જ શરૂ કરવાનો પ્રયાસ કરો. કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા વ્યક્તિગત જીવનમાં થોડી ઉથલપુથલ કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે પેમેન્ટ કલેક્ટ કરવા તથા માર્કેટિંગને લગતાં સંપર્ક સૂત્રને મજબૂત કરવામાં તમારો સમય લાગશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરતમાં સમય પસાર કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે કામની જગ્યાએ આરામના મૂડમાં રહેશો. ઘરની સાફ-સફાઈ પ્રત્યે તમારો રસ જળવાયેલો રહેશે. પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થવાથી તમે ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો.

નેગેટિવઃ- આજે તમારામાં એકાગ્રતાની ખામી રહેશે, એટલે કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને આગળ માટે ટાળી દો. વિદ્યાર્થીઓએ પણ પોતાનું ધ્યાન અભ્યાસમાં રહેશે નહીં. અચાનક ઓફિસનું કામ આવી જવાથી સ્વભાવ ચીડિયો થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં કામનો ભાર વધારે રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમયની ખોટના કારણે તમે તમારી જે પ્રતિભાઓ અને રસને નજરઅંદાજ કર્યો હતો, તેના અંગે ફરી તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમને તમારી આ પ્રતિભાઓથી કોઇ વિશેષ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે કોઇ ધાર્મિક યાત્રાને લગતાં યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડાં લોકોમાં ઈર્ષ્યા અને ગેરસમજ ઊભી થઇ શકે છે. પરંતુ તમે બધાને નજરઅંદાજ કરીને તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. યુવા વર્ગ મિત્રો સાથે ખોટો સમય પસાર કરવાના કારણે પોતાના કરિયરને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથી અને ઘર-પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ચામડી અને લોહીને લગતું કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ વિવાદિત સંપત્તીને લગતો મામલો અટકી રહ્યો છે તો આજે કોઇની દખલથી ઉકેલાઇ શકે છે. એટલે તેના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. બાળકના અભ્યાસ અને કરિયરને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉપર પણ વિચાર થઇ શકે છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. તેમાં નિયંત્રણ રાખવું સંભવ રહેશે નહીં, જેના કારણે બજેટ બગડી શકે છે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવામાં તમારી ઊર્જા લગાવો.

વ્યવસાયઃ- નોકરી તથા વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા અને પ્રતિભાને સાબિત કરવા માટે વધારે સંઘર્ષ અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવારને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આર્થિક રોકાણને લગતાં મામલાઓમાં થોડી યોજનાઓ બનશે. પારિવારિક સુખ-સુવિધાઓ અને શોપિંગ કરવામાં ખૂબ જ વધારે ખર્ચ થશે. પરંતુ તેની ચિંતા કરશો નહીં ઘરના સભ્યોનું સુખ તમારી પહેલી પ્રાથમિકતા રહેશે.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે સંબંધ મજબૂત રાખવા માટે થોડો સમય કાઢો. સંબંધીઓને નજરઅંદાજ કરવા તમારા માન-સન્માનમાં ઘટાડો કરી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને પણ તેમની નિયમિત દેખરેખ અને સેવા જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે આંતરિક વ્યવસ્થામાં ફેરફાર લાવવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી પરેશાની રહેશે. ઘરના અનુભવી તથા વડીલ વ્યક્તિઓની સલાહથી તમને કોઇ સમાધાન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતાને લગતી કોઇ પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોર્ટ કેસને લગતાં મામલાઓમાં તમારાથી કોઇ ભૂલ થઇ શકે છે. એટલે કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ હોમવર્ક કરી લો. અન્ય લોકો ઉપર અંધવિશ્વાસ રાખવો દગો અને વિશ્વાસઘાતનું કારણ બનશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણાં થશે અને કોઇ યોગ્ય સમાધાન મળવાથી ઊર્જા અને પ્રસન્નતા અનુભવ કરશો. ઘરના રિનોવેશન હેતુ શોપિંગનો કાર્યક્રમ પણ બનશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં સહજતા અને સૌમ્યતા જાળવી રાખો. ગુસ્સા અને ઉતાવળથી બનતું કામ બગડી શકે છે. પારિવારિક મામલે વધારે હસ્તક્ષેપ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખ હેઠળ જ કરાવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની જ કોઇ સમસ્યાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અથવા માઇગ્રેન જેવી સમસ્યાથી બચવા માટે તમારી દિનચર્યા અને ખાનપાનને સંયમિત રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- દિનચર્યાને લગતાં બધા કાર્યો કરવાની સાથે થોડો સમય પોતાના માટે પણ કાઢો. તમારી પ્રતિભા અને યોગ્યતાને પણ ઓળખો. તેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ જાગૃત થશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે.

નેગેટિવઃ- બાળકની ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર તમે નજર રાખો. તેમના માર્ગદર્શન તથા સહયોગમાં પણ થોડો સમય પસાર કરો. મિત્રો સાથે ગપશપ કરવા અને ખોટું હરવા-ફરવામાં સમય પસાર કરવામાં તમે સમય બરબાદ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા હાર્ટને લગતી સમસ્યા ફરી ઊભી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમાન વિચારધારાના થોડાં લોકો સાથે સંપર્ક બનશે. જેનાથી તમારી અંદર પોઝિટિવ ઊર્જા રહેશે. કાર્યોમાં થોડાં વિઘ્નો આવશે. પરંતુ વિવેક અને ચતુરાઈથી તમે તેનું સમાધાન શોધવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- તમારા અહંકાર અને જિદ્દી સ્વભાવ ઉપર અંકુશ રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયે થોડાં મામલાઓને લઇને નિર્ણય લેવામાં મનમાં અસમંજસની સ્થિતિ રહેશે, જોકે તમે તેના ઉપર કાબૂ મેળવી લેશો.

વ્યવસાયઃ- વેપારમાં થોડાં મુશ્કેલ નિર્ણય અને મહેનત દ્વારા તમે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય યોગ્ય રહેશે.

આ પણ વાંચોઃ-

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser