રવિવારનું રાશિફળ:શિવ યોગ ધન, મકર સહિત 4 રાશિના જાતકો માટે આર્થિક પ્રગતિનાં દ્વાર ખોલશે, તમારી રાશિ માટે રવિવાર કેવો રહેશે, જાણી લો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

12 જૂન, રવિવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને શિવ યોગ બનાવી રહ્યાં છે. તેને કારણે આર્થિક બાબતોમાં વૃષભ રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે. કર્ક રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. ધન રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનના યોગ છે. મકર રાશિના જાતકોના આવકના સ્રોત વધશે. ફાયદાકારક ઇન્વેસ્ટમેન્ટની યોજનાઓ બનાવી શકશો. આ સિવાય જોકે કન્યા રાશિના શેરબજાર સાથે જોડાયેલા લોકોએ સાવચેતી રાખવી પડશે. કોઈ દુર્ઘટના થવાના યોગ પણ તોળાઈ રહ્યા છે.

12 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ખાસ લોકો સાથે મુલાકાત ફાયદો આપી શકે છે. કોઈ ખાસ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે. વ્યક્તિગત રસને લગતા કાર્યોમાં સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકોને તેમના કરિયરને લગતા કોઈ કાર્ય ફળીભૂત ન થવાથી તણાવ રહેશે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું અતિ જરૂરી છે. સાથે જ પરિવારની દેખરેખ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમારું યોગદાન અવશ્ય આપો.

વ્યવસાયઃ- વેપારને લગતી થોડી મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા હેતુ થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી બિલકુલ ન કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારના કોઈ સભ્યના વ્યવહારને લગતી વાતચીત થઇ શકે છે. ઘરમાં સંબંધીઓના આવવાથી ચહેલપહેલભર્યુંવાતાવરણ રહી શકે છે. કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી ધનને લગતી પરેશાની પણ ઉકેલ થઈ જશે.

નેગેટિવઃ- બાળકોની પરેશાનીઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. ઘરની કોઈ કિંમતી વસ્તુની ખરીદદારીને આજે ટાળો તો સારું રહેશે. વધારે ભીડવાળા સ્થાને જવાનું ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈપણ સમસ્યાના સમાધાન માટે વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ લો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે. સંપૂર્ણ મનોયોગથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. અન્ય લોકો પાસેથી સલાહ લેવાની જગ્યાએ પોતાના હ્રદયના અવાજને સાંભળો તમે યોગ્ય નિર્ણય લઇ શકશો.

નેગેટિવઃ- તમારી લાઇફ સાથે જોડાયેલ કોઈપણ કાર્યમાં અન્યની દખલ થવા દેશો નહીં. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ સમયે વિદ્યાર્થીઓનું ધ્યાન પણ તેમના અભ્યાસથી ભટકી રહ્યું છે.

વ્યવસાયઃ- ફાયનાન્સ તથા કંસલ્ટેન્સી સાથે જોડાયેલ સારી સફળતા પ્રાપ્ત કરશો.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન વગેરેથી ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરો. મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે કર્મ પ્રધાન તો થવું પડશે. તમારી ઊર્જા અને ક્ષમતાને ઓળખો અને તેનો ઉપયોગકરો. જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બનાવી છે તો આજે તેને ફળીભૂત થવાનો સમય આવી ગયો છે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ તથા કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો તેના ખોવાઇ જવાની કે કોઇ સ્થાને રાખીને ભૂલી જવાની સ્થિતિ બની રહી છે જેના કારણે તમે પરેશાન રહેશો. આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો, ભાવનાઓમાં વહીને તમારા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમાજસેવી કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે. સેવાને લગતા કાર્યોમાં યોગદાન પણ રહેશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો પણ પારિવારિક સભ્યોની મદદથી ઘણી હદે પૂર્ણ થઈ જશે.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આજે કોઈપણ અજાણ વ્યક્તિ સાથે વિવાદ વગેરેમાં ગુંચવાશો નહીં. કેમ કે વાત વધવાથી પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની શક્યતા પણ લાગી રહી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાથી ટાળો, નહીંતર કોઈ ભારે નુકસાન થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં હળવી નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં આજે વધારેમાં વધારે સમય પસાર કરો. આજે તે કાર્યોના પૂર્ણ થવાની યોગ્ય શક્યતાઓ છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજ પણ એકબીજાના તાલમેલ દ્વારા દૂર થઈ જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારો થોડો ગુસ્સો ઉતાવળમાં બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. એટલે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. અજાણ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- મશીનને લગતા કાર્યોમાં કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે.

લવઃ- જીવનસાથી તથા પારિવારના લોકોની સલાહ તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા ગેસના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બાળકોના અભ્યાસ અને કરિયરને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી થઈ જશે. જેથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. જો કોઈ વિવાદિત સંપત્તિને લગતો મામલો હોય તો કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ એવા ખર્ચ સામે આવશે જેમા કાપ મુકવો પણ શક્ય નથી. એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું. કોઈ સાથે પણ ગેરસમજના કારણે સંબંધોમાં કટુતા ન આવવા દો.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિઓ વ્યાપારિક દૃષ્ટિકોણથી ખૂબ જ લાભદાયક સ્થિતિ બનાવી રહ્યા છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ ઉત્તમ બનશે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામની રૂપરેખા બનાવી લો. ઉત્તમ સમયનો સદુપયોગ કરો. ઘરના રિનોવેશન કે સુધારને લગતા કાર્યો ઉપર ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ તથા પેપર્સને સાચવીને રાખો. કોઈ અજાણ વ્યક્તિના હાથમાં તેને સોંપશો નહીં. થોડીપણ બેદરકારી નુકસાન કરાવી શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં સંકોચ ન કરો.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. બધા કામ યોગ્ય રીતે થતાં જશે.

લવઃ- ઘરમાં સુખ તથા ચહેલપહેલભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો દિવસ શુભ છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં દિવસ પસાર થશે. ઘરમાં આવેલાં લોકો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં પણ થશે

નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. યુવા વર્ગ ખોટી મોજ-મસ્તીમાં પોતાના કરિયર સાથે કોઈ પ્રકારનો સમજોતો ન કરે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોને લગતા વ્યવસાયમાં સારી સફળતા મળવાના યોગ છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક તથા ઊર્જામાં ઘટાડો આવશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત રસના કાર્યોમાં પણ તમારો સમય પસાર કરશો. તેનાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. રોકાણને લગતી લાભકારી યોજનાઓ બનશે. મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગને તેમના કરિયરને લગતા લઇને કોઈના માર્ગદર્શનની જરૂરિયાત છે. એટલે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે.

લવઃ- ઘર અને વેપાર વચ્ચે તમે સારો તાલમેલ જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતા દર્દીઓએ તેમની યોગ્ય તપાસ કરાવવી.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે સમય અને ભાગ્ય બંને તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને વધારે પ્રબળ કરી રહ્યા છે. તમારા સંપર્ક સૂત્રને વધારે સુદૃઢ કરો. કેમ કે આ સંપર્ક તમારા માટે ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- તમારા આત્મવિશ્વાસ પ્રત્યે સજાગ રહો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ રાખવાથી તમારા માન-સન્માન સાથે મેલજોલ રાખવાથી તમારા માન-સન્માનમાં પણ આંચ આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્કર્સની ગતિવિધિઓ ઉપર નજર રાખો. કેમ કે તેમના દ્વારા તમારા અંગે નકારાત્મક અફવાહ ફેલાઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ-કોઈ સમયે નકારાત્મક વિચારો આવવાથી નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ બની શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમને તમારા કોઈ કાર્યમાં શાનદાર સફળતા પ્રાપ્ત થવાની છે, એટલે દરેક કામને ખૂબ જ વિચારીને તથા મન લગાવીને કરો. યુવાઓ પણ પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે મહેનત કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અન્યના મામલે દખલ ન કરો અને વિના માગ્યે કોઈને સલાહ પણ આપશો નહીં. કોઈને ઉધાર આપતા પહેલાં તે રૂપિયા પાછા ક્યારે આવશે તેની તારીખ નક્કી કરી લો.

વ્યવસાયઃ- કારોબારી પરિસ્થિતિમાં સુધાર આવશે.

લવઃ- પારિવારિક સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખવું તમને સંતુષ્ટિ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ વચ્ચે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.