12 જૂનનું રાશિફળ:શુક્રવારે મેષ જાતકોએ વાદ-વિવાદથી દૂર રહેવું, વૃષભ રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 12 જૂન, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- મેષ રાશિના જાતક જે કાર્યો માટે પ્રયાસ કરી રહ્યા હતા આજે તેમના પ્રયાસોનું શુભ પરિણામ મળશે. ભાગ્ય પણ સાથ આપશે. આજે તમે તમારા કાર્યોને પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- તમારો વધારે ઉત્તેજિત સ્વભાવ અને સંતાન પક્ષ સાથે વધારે આશા પારિવારિક વાતાવરણમાં થોડી પરેશાની ઊભી કરી શકે છે. વાદ-વિવાદમાં પડવું નહીં.

લવઃ- પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.
વ્યવસાયઃ- તમે તમારી ક્ષમતાઓ દ્વારા વ્યાપારિક સ્થળે તમારું પ્રભુત્વ રાખશો.
સ્વાસ્થ્યઃ- તમે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપવાના કારણે થાક અનુભવશો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય તમારી અનુકૂળ ચાલી રહ્યો છે. આ સમયે જે પણ ઉપલબ્ધિ સામે આવી રહી છે તેને હાંસલ કરો. ઉચ્ચ પદ પ્રાપ્ત વ્યક્તિની મદદ મળશે. સમયનો ભરપૂર સદુપયોગ કરો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો અહંકાર અને પોતાના ઉપર વધારે આત્મવિશ્વાસ થોડી ભૂલો કરાવી શકે છે. તમારે તમારા ખાનપાન ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- જીવનસાથીને આજે અસ્વસ્થતાના કારણે સંવેદનશીલતા રહેશે.
વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત વેપારમાં પાર્ટનરની અપેક્ષા પોતાના નિર્ણયને સર્વોપરિ રાખો.
સ્વાસ્થ્યઃ- હળવો તાવ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમને તમારો આત્મવિશ્વાસ કોઇ વિપરીત પરિસ્થિતિથી બહાર આવવામાં મદદ કરશે. કોઇ અટવાયેલું ધન સંબંધિત કામ આજે પૂર્ણ કરવામાં સફળ થશો.

નેગેટિવઃ- તમારે તમારી યોજનાઓ ઉપર ફરી વિચાર કરીને કાર્ય કરવાની જરૂર છે. શંકાના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે.

લવઃ- આજે જીવનસાથી અને પોતાના મિત્રો સાથે થોડો સમય વ્યતીત કરો.
વ્યવસાયઃ- આ સમય તમારા કાર્યક્ષેત્રને લઇને થોડો સાવધાનીપૂર્વક ચાલવાનો છે.
સ્વાસ્થ્યઃ- વાળ ખરવાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે આજે તમારા ફ્યૂચર માટે થોડી ગુપ્ત યોજનાઓ બનાવી છે. આજે સમય છે તમારી કાર્યક્ષમતાને સમજવાનો. તમને તમારા ભાઇ-બહેનની સલાહ ફાયદો આપી શકે છે.

નેગેટિવઃ- તમે જે યોજના બનાવી છે તેને હાલ સ્થગિત જ રાખો. તમારા સ્વભાવના કારણે કોઇ નજીકના મિત્ર સાથે મતભેદ થઇ શકે છે.

લવઃ- ક્યારેક-ક્યારેક વિપરિત પરિસ્થિતિના કારણે તમારો વ્યવહાર અસામાન્ય રહેશે.
વ્યવસાયઃ- આજે કોઇ અન્યની સલાહ ઉપર ધ્યાન આપશો નહીં.
સ્વાસ્થ્યઃ- થોડું હાઇજિનિક રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારો પોતાની ઉપર વિશ્વાસ જ તમને ઊર્જા પ્રદાન કરશે. તમારી નીતિ તમને કોઇપણ પરિસ્થિતિ તમારા પક્ષમાં કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે વ્યાવહારિક વિચાર અન્ય લોકો માટે તમારી નેગેટિવ ઇમેજ બનાવી શકે છે. તમારા વ્યવહારને ભાવુકતા પણ પ્રદાન કરો.

લવઃ- જીવનસાથીને દેખરેખની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- માર્કેટિંગ સંબંધિત કામ તમે તમારા કાર્યાલયમાં જ પૂર્ણ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના જાતક આ સમયે પોતાના કાર્યોને ગુપ્ત રાખીને ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવવી. પરિણામ તમારા પક્ષમાં જ રહેશે.

નેગેટિવઃ- આકરી મહેનત કરતાં લોકોને ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થશે. અભ્યાસમાં બેદરકારી કરતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારજનો સાથે ઉત્તમ સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.

લવઃ- તમારા આચરણમાં શાંતિ અને ધૈર્યનો ભાવ રાખો.
વ્યવસાયઃ- કાર્ય-વ્યવસાય માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- પરેશાનીઓ થોડાં સમય માટે જ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી આવકમાં સ્થિરતા જળવાયેલી રહેશે. તમે કોઇ બેંક બેલેન્સ જાળવી શકશો નહીં. તમે કોઇ સંપત્તિ ખરીદ શકો છો. ઘરની વસ્તુઓની ખરીદારી ઉપર ખર્ચ થઇ શકે છે. વેપાર-વ્યવસાયમાં ખર્ચ થઇ શકે છે.

નેગેટિવઃ- તમે સાહતી વ્યક્તિ છો પરંતુ ક્યારેક-ક્યારેક તમારી અંદર ગુસ્સો વધારે જોવા મળી શકે છે. આ સમયે કોઇપણ વ્યાવસાયિક યાત્રા કરતાં પહેલાં યોગ્ય તપાસ કરી લેવી જોઇએ. દરેક કામ ધૈર્યથી કરો.

લવઃ- તમારી વાણી ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખો.
વ્યવસાયઃ- સરકારી ઓફિસરો, વરિષ્ઠ લોકોનો સહયોગ પણ તમને મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સંયમિત દિનચર્યા જરૂરી રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે પ્રખર બુદ્ધિ અને સમજદાર વ્યક્તિ છો. તમે આર્થિક રૂપથી સંપન્ન રહેશો અને એશોઆરામની વસ્તુને પ્રાથમિકતા આપશો. તમે ધાર્મિક સ્વભાવના ભાગ્યશાળી વ્યક્તિ છો. તમે સ્વભાવથી સ્પષ્ટવાદી હોઇ શકો છો.

નેગેટિવઃ- તમારી ઉપલબ્ધિઓથી તમે તમે અસંતુષ્ટ રહી શકો છો. તમે તમારી ઉપર ધૈર્યને વધારે મજબૂત કરી લેશો તો જીવન પથ ઉપર સુગમ થઇ જશે. વધારે ભાગદોડના કારણે તમે પરિજનોને વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- મિત્રોનો સહયોગ ઓછો મળશે.
વ્યવસાયઃ- કામ-ધંધો સારો ચાલશે નહીં.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું ચાલશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે સારી ઉપલબ્ધિઓ તમારા ભાગમાં આવી શકે છે. કોઇ જગ્યાએથી અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. કોઇ લોટરી કે વીમાના માધ્યમથી પણ ધન એકઠું થવાના યોગ છે.

નેગેટિવઃ- સંયમ અને સમજદારીથી કામ લઇને તમે પરેશાનીઓને ટાળી શકો છો. થોડી પારિવારિક કાર્ય એવા પણ થશે જેને તમે કરશો પરંતુ શ્રેય કોઇ અન્ય વ્યક્તિને મળશે. આ સમયે આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી રહેશે.

લવઃ- જીવનસાથી સાથે ફરવાનો અવસર મળશે.
વ્યવસાયઃ- વેપારમાં બદલાવ કે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર સંયમ જાળવી રાખવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડાં નવા કામની શરૂઆત કરવાના કારણે તમારે બચત કરેલાં ધનનો ખર્ચ કરવો પડી શકે છે. તમારા કામનો કોઇ સંબંધ વિદેશ સાથે છે તો ત્યાંથી કમાણી થઇ શકે છે. પરિવારમાં કોઇ માંગલિક કાર્ય થવાના પણ યોગ બનશે.

નેગેટિવઃ- તમે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરશો. યાત્રાઓથી કોઇ વિશેષ લાભ થશે નહીં. તમે કોઇ પારિવારિક વ્યક્તિના વ્યવહારમાં અંતર અનુભવ કરશો.

લવઃ- પ્રેમ પ્રસંગમાં મનમુટાવ પેદા થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર સાથે સંબંધિક પરેશાની ઘેરાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સારું જાળવી રાખવાની કોશિશ કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રાશિફળના દ્રષ્ટિકોણથી આવક માટે સમય અનુકૂળ રહેશે. આ સમયે તમારી આવકમાં વધારો થઇ શકે છે. નિરંતર આવકના કારણે તમે બચત કરવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- જરૂરિયાત કરતાં વધારે તર્ક-વિતર્ક કરવાથી બચવું. પારિવારિક સભ્યો વચ્ચે મનમુટાવ થઇ શકે છે અથવા સંતાનને લઇને થોડી ચિંતાઓ પણ રહેશે.

લવઃ- લગ્ન લાયક વ્યક્તિઓની સગાઈ થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ નબળી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અનુકૂળ જાળવી રાખો।

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે બુદ્ધિમાન વ્યક્તિ છો. દરેક મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તમે સક્ષમ રહેશો. જે લોકો વિદેશ અથવા દૂર જઇને અભ્યાસ કરવા માંગી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમને તમારા પરિવાર પાસેથી વધારે સુખ મળી શકશે નહીં. ગુરૂજનો અને માતા-પિતા સાથે સંબંધ સારા રહેશે નહીં. તમારી અંદર થોડી અહંકારની ભાવના જન્મી શકે છે. જેનાથી ઘર-પરિવારમાં તમારી જનપ્રિયતા ઘટી શકે છે.

લવઃ- અંગત જીવનમાં નાના વિવાદોને મોટાં બનાવશો નહીં.
વ્યવસાયઃ- લોટરી કે જુગારના માધ્યમથી કમાણી કરો છો તો મોટું રોકાણ કરવું નહીં.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બિમારી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...