મંગળવારનું રાશિફળ:બબ્બે શુભ યોગ સિંહ સહિત 4 રાશિના જાતકોને ધાર્યાં પરિણામ આપશે, મહેનતનું સારું ફળ અપાવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

12 જુલાઈ, મંગળવારના રોજ બ્રહ્મ અને છત્ર નામના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે કર્ક રાશિના જાતકોને બિઝનેસમાં અચાનક જ ફાયદો થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટે ઉપલબ્ધિઓ આપનારો દિવસ રહેશે. કુંભ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકો માટે સારો દિવસ રહેશે. મીન રાશિના લોકોનાં ધાર્યાં કામ પૂરાં થશે અને મહેનત પ્રમાણે સારાં પરિણામ પણ મળશે. આ સિવાયની અન્ય રાશિઓના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

12 જુલાઈ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તેમને ખુશ રાખવા સાથે-સાથે તેમના ઉપર આકરી નજર પણ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમ-ઠંડા ખાનપાનના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી પ્રભાવશાળી વાણી તથા વ્યવહાર અન્ય ઉપર પોઝિટિવ પ્રભાવ છોડશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. ઘર તથા વેપારમાં થોડી નવી યોજનાઓ બનશે.

નેગેટિવઃ- ભાઈ-બહેનો સાથે કોઇ વાતને લઇને વિવાદ શક્ય છે, એટલે થોડી સાવધાની જાળવો. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ આ માત્ર તમારો વહેમ હશે.

વ્યવસાયઃ- મશીન કે ખાનપાનને લગતા વ્યવસાયમાં સારા કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અકારણ જ કોઇ વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- ભૂખ ન લાગવી કે અપચાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે સારું સાબિત થઇ શકે છે. તમે તમારી અંદર ખૂબ જ વધારે ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો અને તેના કારણે તમારા કાર્યોને સારા કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક તમને તમારી મહેનતનું પરિણામ મોડું મળી શકે છે. સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા ન છોડશો કેમ કે કોઇ પ્રકારની પેનલ્ટી પણ લાગી શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વિદેશને લગતા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં અનુશાસન તથા વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ધાર્મિક આયોજનને લગતી યોજના પણ શક્ય છે. સરકારી ગતિવિધિઓમાં તમને સારો નફો થવાની શક્યતા છે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ નિર્ણય લેવામાં પરેશાની આવી શકે છે. કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધોને સાચવીને રાખો, કેમ કે અકારણ જ કોઇ વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. રૂપિયાની લેવડ-દેવડ દરમિયાન ભૂલની શક્યતા છે.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતી ગતિવિધિને ટાળો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોની સલાહ સંજીવની જેવું કામ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અન્યની વ્યક્તિગત વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને પોતાનાં કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. સમય સફળતાદાયક છે તેનો ભરપૂર સહયોગ કરવો જરૂરી છે. કોઇપણ કાર્યને કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવાથી યોગ્ય સફળતા મળશે.

નેગેટિવઃ- ખોટી દોડધામમાં સમય ખરાબ થશે. જેના કારણે તણાવ પણ વધી શકે છે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારા પોતાના કામ અટકી શકે છે. અકારણ જ તમારો ગુસ્સો તમારા માટે નુકસાનકારક રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની તકલીફ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી મુક્તિ મળશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજન અને મેલ મિલાપમાં સારો સમય પસાર થશે. તમારી મહેનત અને પરાક્રમના બળે કોઇપણ મુશ્કેલ કામ તમે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં અલગ થવાની વાતો ઉપર ચર્ચા-વિચારણા થઇ શકે છે. કોઇપણ નિર્ણય ધૈર્ય અને વિવેકથી લેવો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વીમા તથા કમિશનને લગતા વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ એકબીજાના આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કારણે માનસિક તણાવ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર સારું રહેશે. તમે તમારી અંદર અદભુત ઊર્જા અનુભવ કરશો. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓને લઇને સંપૂર્ણ રીતે ગંભીર રહેશે. ઘરમાં પ્રભાવશાળી લોકોનું આગમન થઇ શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ કામ અટકી જવાથી માનસિક તણાવ રહેશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો. ખર્ચના કારણે હાથ ખેંચમાં રહી શકે છે.

વ્યવસાયઃ- ઉચ્ચ અધિકારી તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોમાં રસ ન લેવા.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રાજનીતિ કે સામાજિક ક્ષેત્રમાં તમારા સંપર્ક મહત્ત્વપૂર્ણ લોકો સાથે વધારે ઘનિષ્ટ થશે. આ સમયે તમારી દિનચર્યામાં પરિવર્તનને લગતી જે યોજનાઓ બની રહી હતી, તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇ નાની વાતને લઇને એકબીજા સાથે સંબંધ ખરાબ ન કરશો. સમજદારીથી કામ લેશો તો જલ્દી જ ગેરસમજ દૂર થઇ શકે છે. તમારા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ- ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેેસ અને અપચાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સામાજિક તથા વ્યાવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. વારસાગત સંપત્તિ તથા વસીયત સાથે જોડાયેલાં મામલાઓ આજે ઉકેલાઇ શકે છે, એટલે કોશિશ કરતા રહો. ઘરમાં ધાર્મિક કાર્યોના આયોજનથી પોઝિટિવ ઊર્જા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારા વ્યવહારમાં અકારણ જ ગુસ્સાની સ્થિતિ બની શકે છે. તમારી કોઇ યોજના પણ સાર્વજનિક થઇ શકે છે. વાહન કે પ્રોપર્ટીને લગતી કોઇપણ કાર્યવાહી આજે ટાળો તો સારું.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય વ્યક્તિની સલાહ લો.

લવઃ- લગ્નજીવનમાં ઈગો અને ગુસ્સાની સ્થિતિને સામેલ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય યોગ્ય રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- રાજકારણને લગતી ગતિવિધિ સાથે જોડાયેલાં કોઇ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. યુવાઓને પ્રતિયોગિતાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળવાના ઉત્તમ યોગ છે. બજેટ પ્રમાણે ખર્ચ કરવો તમારી આર્થિક સ્થિતિને ઉત્તમ જાળવી રાખશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે આળસના કારણે તમારાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. નજીકના સંબંધીઓ સાથે વ્યવહાર કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા વાતાવરણને યોગ્ય જાળવી રાખશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી સંયમિત દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન જાળવી રાખશે. આવકના સ્રોત વધશે એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરવો.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે વધારે કામનો ભાગ ચીડિયા બનાવી શકે છે. જેના કારણે કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- આ સમયે કોઇ વ્યાવસાયિક યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે, જે લાભદાયક રહી શકે છે.

લવઃ- વ્યવસાય સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓમાં પણ તમારો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. તમે ખૂબ જ સુકૂન અને શાંતિનો અનુભવ કરશો. અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરવાથી મન પ્રસન્ન રહી શકે છે. યુવાઓને કોઇ કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતા મામલાઓમાં વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. એટલે વધારે વિવાદમાં પડશો નહીં અને તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. ઘરમાં જ કોઇ અનુભવી વ્યક્તિની સલાહને ઇગ્નોર કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય ધનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે જીવનસાથી તથા પરિવારના લોકોને યોગ્ય સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.