તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારે કર્ક જાતકોએ વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, કુંભ રાશિના લોકોને શુભ સમાચાર મળશે

15 દિવસ પહેલા
  • કુંભ રાશિને સારા સમાચાર મળી શકે છે
  • મકર રાશિના નોકરિયાત જાતકો માટે ફાયદાકારક દિવસ
  • મિથુન, કન્યા, વૃશ્ચિક તથા મીન રાશિ માટે મધ્યમ દિવસ

12 જાન્યુઆરી, મંગળવારના રોજ ચંદ્ર સૂર્યોદયના સમયે મૂળ નક્ષત્રમાં રહેશે અને પછી પૂર્વાષઢ નક્ષત્રમાં આવશે, જેને કારણે છત્ર તથા મિત્ર નામના શુભ યોગ બને છે. આ શુભ યોગનો ફાયદો આઠ રાશિને થશે. મેષ રાશિના નોકરિયાત જાતકોને પોતાની મહેનતનું હકારાત્મક ફળ મળશે. વૃષભ રાશિ માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય છે. અચાનક ફાયદો થાય તેવા સંયોગ છે.

કર્ક રાશિના જાતકો કોઈ પ્રભાવશાળી વ્યક્તિને મળે તેવી શક્યતા છે. ઉચ્ચ અધિકારી પાસેથી પૂરતો સહયોગ મળશે. સિંહ રાશિના નિર્ણયો સાચા સાબિત થશે અને કામકાજમાં સફળતા મળશે. તુલા રાશિના જાતકો કોઈ ખાસ વ્યક્તિને મળશે અને આ મુલાકાત ફાયદાકારક રહેશે. તો નવા કામની શરૂઆત માટે ધન રાશિ માટે દિવસ સારો છે. મકર રાશિના નોકરિયાત જાતકો માટે પ્રગતિનો દિવસ છે. કુંભ રાશિને સારા સમાચાર મળી શકે છે.

12 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ અનુભવ કરશો. કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. બાળકો દ્વારા કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા કાર્યોને સમયે પૂર્ણ કરી શકો. કેમ કે, ક્યારેક-ક્યારેક આળસના કારણે તમે તમારા કાર્યોને ટાળવાની કોશિશ પણ કરશો. યુવાઓનો કોઇ ખોટો નિર્ણય તેમના ભવિષ્યને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ ધીમી જ રહેશે.

લવઃ- તમારા મનમોજી સ્વભાવના કારણે જીવનસાથી સાથે થોડી નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્ય ઉપર વધારે નિર્ભર રહેવાના કારણે તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ રાખો. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરશે. બપોર પછી થોડી લાભની સ્થિતિઓ પણ બની શકે છે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય તરત લેવો. વધારે વિચારવાના કારણે અનેકવાર તમારા હાથમાંથી મહત્ત્વપૂર્ણ સફળતા સરકી શકે છે. આ સમયે આવક સાથે-સાથે ખર્ચની સ્થિતિ પણ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલાં ફેરફાર તમને ભવિષ્યમાં સારું પરિણામ આપશે.

લવઃ- પરિવારજનો સાથે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો તેના માટે આજે થોડો સમય પસાર કરો. તમને સમાધાન ચોક્કસ મળી શકશે. આજે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો દિવસ છે.

નેગેટિવઃ- આ સમયે તમારા વિચાર વ્યવહારિક રાખો. ભાવનાઓમાં આવીને ખોટો નિર્ણય લઇ શકો છો. ખાસ કરીને રૂપિયાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- શેર બજાર સાથે જોડાયેલાં લોકોએ સાવધાન રહેવું પડશે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે વધારે સંવેદનશીલ રહો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને ખૂબ જ સશક્ત અનુભવ કરશો. જમીન-જાયદાદને લગતા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. આજે તમને યોગ્ય સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તમારા ગુસ્સા તથા વાણી ઉપર કાબૂ રાખવું જરૂરી છે. ક્યારેક મનમાં થોડી અનહોની થવાનો ભય રહેશે. આ તમારો વહેમ જ છે, તમારા સ્વભાવમાં પરિવર્તન લાવવું જરૂરી છે

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની ગતિવિધિ તમને તણાવ આપી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો ભાવ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે તમે તમારી અંદર થોડી નબળાઇ અનુભવ કરશો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. વધારે કામનો ભાર રહેશે, પરંતુ સફળતા મળવાથી ઉત્સાહ જળવાયેલો રહેશે. આ સમય તમારી ક્ષમતા અને પ્રતિભાને લોકો સામે લાવવાનો છે. તમારી છાપમાં પણ વધારે નિખાર આવશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ થશે. થોડો સમય આત્મ ચિંતન કરો. ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર જાળવી રાખો નહીંતર કોઇ કારણોથી તેમાં કડવાશ આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય અને ઓફિસ બંને જગ્યાએ ટીમ વર્ક જાળવીને કામ કરો.

લવઃ- દિવસભર કામ હોવા છતાં પરિવાર સાથે સારો સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુઃખાવો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારી યોજનાઓને શરૂ કરવામાં યોગ્ય સમય લગાવો. તમને સફળતા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ તમને રાહત મળશે. તણાવમુક્ત થઇને તમે આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો.

નેગેટિવઃ- નાની-મોટી વાતોના કારણે કોઇ સાથે વિવાદમાં પડી શકો છો. થોડા લોકો ઇર્ષ્યાની ભાવના રાખવાના કારણે આ પ્રકારનું વાતાવરણ બનાવશે. આળસ અને બેદરકરા

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિઓ અનુકૂળ જળવાયેલી રહેશે.

લવઃ- લગ્ન સંબંધોમાં વધારે મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોટાભાગનો સમય રોકાણને લગતી યોજનાઓને સમજવામાં પસાર થશે. તમે કોઇ યોગ્ય નિર્ણય પણ લેશો. મિત્રો અને જાણકારો સાથે વધારેમાં વધારે સંપર્ક જાળવીને રાખો. આ સંપર્ક તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલી શકે છે.

નેગેટિવઃ- વાહન કે કોઇ મૂલ્યવાન વસ્તુ ખરીદવાની યોજના બની રહી છે, તો તમે તેને ટાળો. સમય અનુકૂળ નથી. તમારા સ્વભાવમાં સંયમ અને નરમી જાળવી રાખો. અકારણ ગુસ્સાનો પ્રભાવ તમારા પરિવાર અને વ્યવસાય બંને ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વિદ્યાર્થીઓને નોકરીને લગતી કોઇ વિભાગીય પરીક્ષામાં મન પ્રમાણે પરિણામ મળી શકે છે.

લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિના લગ્ન કે માંગલિક કામને લગતી યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક રહેશે. કામમાં મન લાગશે નહીં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશનને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરવું તમારા માટે સૌભાગ્યદાયક રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે આસ્થા અને વિશ્વાસ વધશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

નેગેટિવઃ- મામા પક્ષથી કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. તમારા સ્વભાવનું અવલોકન કરો. તમારી કોઇ જિદ્દ, સંબંધોને ખરાબ કરી શકે છે. આ સમયે તમારા ખર્ચને નિયત્રિંત રાખો.

વ્યવસાયઃ- આજે કોઇપણ કોલને નજરઅંદાજ ન કરો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં ખૂબ જ મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- તાવ, શરદીના કારણે તમે પરેશાન રહેશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારે તમારા સિદ્ધાંતો સાથે કોઇ પ્રકારનો સમજોતો ન કરવો. તમારા માન-સન્માનને વધારશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ ઘર ઉપર રહેશે. થોડા રચનાત્મક કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે.

નેગેટિવઃ- વિરોધીઓ તમારા માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમે તેના ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. યુવા વર્ગ જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં કોઇ ખોટો માર્ગ અપનાવે નહીં તો સારું.

વ્યવસાયઃ- જો તમે કોઇ નવા કામને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે યોગ્ય સમય છે.

લવઃ- પરિવારમાં કોઇ મુદ્દાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય ઘરની સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ વધારે રહેશે. પારિવારિક સભ્યોના સુખને જોઇને ખર્ચ અનુભવ થશે નહીં. જો વારસાગત સંપત્તિને લઇને કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી કડવી વાતોથી સંબંધમાં અંતર વધી શકે છે. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો. મિત્રો સાથે થોડું સાવધાન રહો. કોઇ ખોટી સલાહ પણ આપી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં અસફળ થવાથી વધારે તણાવમાં રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે લાભની અપેક્ષાએ મહેનત વધારે રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. આ સમયે પ્રોપર્ટીની ખરીદદારીને લગતા યોગ બની રહ્યા છે. ઘરના રિનોવેશનને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- અહંકારના કારણે તમારા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ખોટા ખર્ચથી બજેટ ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારે સમજદારીથી કામ લેવું પડશે.

વ્યવસાયઃ- વેપારને લગતાં કાર્યોમાં વધારે પ્રચાર કરવો ફાયદકારક રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને હરવા-ફરવાને લગતાં યાદગાર પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી થોડી ભૂલથી બોધપાઠ લઇને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવશો. જે સારા સાબિત થશે. ભાઇઓ સાથે ચાલી રહેલ કોઇ વાદ-વિવાદ પણ પૂર્ણ થશે. તમારા મનની કોઇ વાત પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ તમારી મદદ કરવાની કોશિશ કરશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. અન્યની મંશા સમજવાની કોશિશ કરો. તમારી ઉપર કામનો ભાર વધારે લેશો નહીં

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- લગ્નજીવન ઉત્તમ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી તમે ફિટ અને તંદુરસ્ત રહેશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser