શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મિથુન રાશિના લોકોએ જીવનને પોઝિટિવ દૃષ્ટિએ જોવાની કોશિશ કરવી, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

એક વર્ષ પહેલા
  • શુક્રવાર 10 રાશિ માટે ફાયદાકારક, મેષ-કર્ક રાશિને ધન હાનિ તથા વિવાદ થાય તેવી શક્યતા

12 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ચંદ્ર અશુભ ગ્રહોની યુતિ પૂરી કરીને કુંભ રાશિમાં રહેશે. આ સાથે જ ઘનિષ્ઠા નક્ષત્રને કારણે પ્રજાપતિ નામનો શુભ યોગ બની રહ્યો છે, જેને કારણે 10 રાશિને ફાયદો થશે. વૃષભ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રગતિની સાથે સ્થળાંતરના યોગ છે. કોઈ મહત્ત્વપૂર્ણ પદ મળે તેવી શક્યતા છે. મિથુન રાશિને અટકેલા પૈસા પરત મળી શકે છે. સિંહ રાશિને બિઝનેસમાં કોઈ નવી સફળતા મળે તેવા યોગ છે. કન્યા રાશિને પોતાના કામમાં સફળતા મળશે. તુલા રાશિના જાતકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે તો આ સમય અનુકૂળ છે.

આ સમયે ફાયદાકારક યોજના પણ બનશે. વૃશ્ચિક રાશિનો ભાગ્યોદય થાય તેવી શક્યતા છે. ધન રાશિને આર્થિક લાભ થશે. મકર રાશિના નોકરિયાત જાતકોના સ્થાન પરિવર્તનની સંભાવના છે. કુંભ રાશિના અટકેલા સરકારી કામો પૂરા થશે. નોકરીમાં પહેલાં કરતાં સારી પરિસ્થિતિ સર્જાશે. મીન રાશિના જાતકોને પ્રગતિ થાય તેવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. બિઝનેસમાં અટકેલા કામો ફરી શરૂ થશે. આ ઉપરાંત મેષ તથા કર્ક રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

12 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સમય ઉન્નતિદાયક છે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. કોઇ નવી જવાબદારી તમે સ્વીકાર કરશો અને તેને પૂર્ણ કરવામાં પણ સક્ષમ રહેશો. ક્યાંકથી કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ- સંબંધોના મામલે ખૂબ જ વધારે સહજ તથા વિનમ્રતાથી કામ લેવું પડશે. સાસરિયા પક્ષના લોકો સાથે અસહજ અનુભવ થશે. જમીન-જાયદાદને લગતા મામલાઓમાં વિઘ્ન વધી શકે છે. ગેરકાયદેસર કામમાં બિલકુલ ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં માનહાનિ જેવી કોઇ સ્થિતિ બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારી ગમતી જગ્યાએ જઇને સમય પસાર કરવાથી તણાવમુક્ત અને સુખમય અનુભવ કરશો. કોઇ પ્રિય વસ્તુની પ્રાપ્તિ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તથા દુઃખ-સુખ જણાવી શકશો. કોઇ સપનું સાકાર કરવા માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારું કોઇ નજીકનું સંબંધી તમારી સાથે વેરભાવ રાખી શકે છે. જેના કારણે તમારા વિચાર નકારાત્મક રહેશે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો.

વ્યવસાયઃ- કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- પરિવારજનો સાથે હરવા-ફરવા અને ડિનર વગેરેનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી તમે ફિટ અને તંદુરસ્ત રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ જોવાની કોશિશ કરો. તેનાથી અનેક પશ્નનો ઉકેલ મળી જશે. જમીન-જાયદાદ સાથે જોડાયેલાં કાર્યોમાં વિઘ્ન દૂર થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ અને સ્વયોગ્યતાનો અહેસાસ થશે.

નેગેટિવઃ- મિત્રો પાસેથી કોઇપણ અપેક્ષા ન રાખો, નહીંતર તમારું મન નિરાશ થઇ શકે છે. મહેમાનોની અવરજવરથી જ તમારા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. જેના કારણે તમારું આર્થિક નુકસાન થઇ શકે છે. યુવાઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે.

વ્યવસાયઃ- પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં લોકો યોજનાઓને પૂર્ણ કરવા માટે ભરપૂર મહેનત કરશે.

લવઃ- ઘરની વ્યવસ્થા ઉત્તમ અને અનુશાસિત જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક છે. તમે તમારું કોઇપણ કામ પૂર્ણ કરવામાં ધ્યાન આપો. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે. યુવા વર્ગ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી સુકૂન અનુભવ કરશે. તમારો સાદગીભર્યો વ્યવહાર લોકોને તમારા તરફ આકર્ષિત કરશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ પાડોસી સાથે ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે. મિત્રો, સંબંધીઓની તમારી પાસેથી અપેક્ષાઓ વધશે, જેને પૂર્ણ કરવી તમારા માટે અશક્ય રહેશે. સંબંધો વધારે ખરાબ ન થાય તેનું ધ્યાન આજે રાખવું પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા વિરોધીઓ સાથે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનાવવા લાભદાયક સાબિત થશે. બાળકોના કરિયર કે અભ્યાસને લગતી કોઇ ચિંતાનું સમાધાન થશે. સમાજમાં તમારી વિશિષ્ટ ઓળખાણ બનશે. તમે તમારી બુદ્ધિ અને ચતુરાઈથી દરેક સમસ્યા અને મુશ્કેલીઓનું સમાધાન શોધી શકશો.

નેગેટિવઃ- આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી નબળાઇ રહેશે. તમારી આ ખામી ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. વિદ્યાર્થી લોકો અહીં-ત્યાંના બધી વાતો છોડીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે. સોશિયલ મીડિયા અને પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું પડશે.

વ્યવસાયઃ- કારોબારમાં કોઇ નવી સફળતા તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે શારીરિક નબળાઇ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દિવસ શાંતિથી પસાર થશે. તમારા અંગત સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરવાનો સમય છે. અન્ય માટે પ્રેરણાદાયી રહેશો. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમોની તૈયારીમાં તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- કોઇ કાર્યમાં નુકસાન થવાની શક્યતા છે. એટલે દરેક પગલાને સમજી-વિચારીને ભરવાની જરૂરિયાત છે. થોડા લોકોમાં તમારા પ્રત્યે ઇર્ષ્યાની ભાવના આવી શકે છે. આ સમયે ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ- જો વ્યવસાયમાં સ્ટાફ અને વ્યવસ્થામાં થોડો ફેરફાર ઇચ્છો છો તો સમય યોગ્ય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ફાયદાકારક યોજનાઓ બનશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે ખાસ ધ્યાન આપી શકશે. સુકૂન અને શાંતિથી તમે તમારા કાર્યોને પૂર્ણ કરશો. મહેમાનોની આગતા-સ્વાગતામાં તમે કોઇ ખામી રાખશો નહીં. જેથી તમારા સંબંધોમાં મધુરતા વધશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થઇ જશે. તમે ગમે તેટલી સાવધાની જાળવશો, પરંતુ કોઇને કોઇ નુકસાન તો થશે જ. અન્ય લોકોની આલોચનામાં રસ લેશો નહીં. તેની નકારાત્મક અસર તમારા પ્રભાવ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- નવો વેપાર શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવાની પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોઇ કલ્પના સાકાર થશે. ભાગ્યોદયકારક પરિસ્થિતિઓ બનશે. પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ યોગ્ય સમય પસાર થશે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

નેગેટિવઃ- વાહન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. તમારી કોઇ ગુપ્ત યોજના જાહેર થવાથી કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે. જેના કારણે નુકસાન થવાની શક્યતા છે. વાતચીત કરતી સમયે ધૈર્ય રાખો તથા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે દરેક શક્ય કોશિશ કરશો અને સફળ પણ થશો.

લવઃ- કોઇ વાતને લઇને જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- લોકો સાથે મુલાકાતમાં સારો સમય પસાર થશે તથા સંબંધોમાં નવી તાજગી અનુભવ કરશો. તમને દરેક કામનું યોગ્ય પરિણામ હાથોહાથ જ પ્રાપ્ત થઇ જશે. ભૌતિક અને ભાવનાત્મક રૂપથી તમે યોગ્ય ફેરફાર અનુભવ કરશો.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં વધારે વ્યસ્તતાના કારણે મન થોડું વિચલિત રહી શકે છે. તમારો વધારે આત્મવિશ્વાસ પણ નુકસાન આપી શકે છે. સમયની ચાલ આગળ તમારે નમવું જ પડી શકે છે.

વ્યવસાયઃ- તમારા કર્મચારીઓનો તમને પૂર્ણ સહયોગ મળશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂના રોગથી રાહત મળી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ સારા કામના કારણે લોકો તમારું વિશેષ સન્માન કરશે. તમે તમારી ક્ષમતાઓ તથા પ્રામાણિકતા સાથે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો. રાજનીતિમાં પરોક્ષ રીતે લાભની પ્રાપ્તિ થશે. તમારો લીડરશિપ જેવો ગુણ તમને સફળ બનાવશે.

નેગેટિવઃ- કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. અન્યના મામલે વિઘ્ન ઊભું કરશો નહીં. નહીંતર તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. કોઇને કોઇ સમયે તમે પોતાને અસહાય અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- ફાયનાન્સને લગતા કાર્યોમાં સારી સફળતા મળશે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે તથા સહયોગ પણ પ્રાપ્ત થશે. જમીન-જાયદાદને લગતા કોઇ વિવાદનો ઉકેલ મળવાની સંભાવના છે. તમે તમારી કાર્યકુશળતા દ્વારા કોઇ વિશેષ કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. બધા કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સંતોષ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- એટલી મહેનત કરવા છતાંય કોઇ વડીલ વ્યક્તિ પાસેથી વાતો પણ સાંભળવી પડી શકે છે. તમે કશું જ કહી શકશો નહીં પરંતુ મન ખૂબ જ નિરાશ રહેશે. વિવાદિત મામલે કોઇની દખલથી ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કારોબારમાં સુધાર આવશે.

લવઃ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવાનું ઇચ્છો છો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. સામાજિક સક્રિયતા વધારવાથી તમને સફળતા અને માન-સન્માન મળશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- આ સમયે કોઇ સંપત્તિને લગતો વિવાદ વધી શકે છે. થોડા પડકાર પણ સામે આવશે. જેનો ઉકેલ મેળવવો હાલ મુશ્કેલ સાબિત થશે. કોઇ પાસેથી ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે.

લવઃ- પતિ-પત્ન વચ્ચે મધુર તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.