શનિવારનું રાશિફળ:શનિવારે એકસાથે બે શુભ યોગ ધન, મકર, મીન સહિત છ રાશિના જાતકોને ધનલાભ કરાવશે, જાણો રાશિવાર ફળકથન

2 વર્ષ પહેલા

12 ડિસેમ્બર, શનિવારના રોજ ચંદ્રમાની સ્થિતિથી શુભ યોગ સર્જાઈ રહ્યો છે. વિશાખા નક્ષત્રમાં ચંદ્રમા પર મંગળની દૃષ્ટિ પડવાથી મહાલક્ષ્મી અને શુભ નામના યોગ બની રહ્યા છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન અનુસાર, ગ્રહોના શુભ પ્રભાવથી મેષ, મિથુન, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે ફાયદાવાળો શુભ દિવસ રહેશે. આ છ રાશિના જાતકોને ઘણીબધી બાબતોમાં ગ્રહોનો સાથ મળશે. ધનલાભ થવાના પણ યોગ છે. આ સિવાય વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

12 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- લોકોની ચિંતા ન કરીને તમારી યોગ્યતા પ્રમાણે કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને કોઇ સફળતા પ્રાપ્ત થશે. સામાજિક સીમા વધશે તથા અટવાયેલું પેમેન્ટ આવવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- ક્યારેક ઈગો અને અતિ આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે, એટલે તમારા મનને સંયમિત કરીને રાખવું જરૂરી છે. કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જો મુશ્કેલી આવી રહી હોય તો ઘરની વડીલ વ્યક્તિઓની સલાહ પર ધ્યાન આપો.

વ્યવસાયઃ- મોટા ભાગનાં કામ નિર્વિઘ્ને પૂર્ણ થઇ જશે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડાં વિશેષ કાર્યને લગતી યોજના આજે શરૂ થશે. ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. અન્યનાં દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી.

નેગેટિવઃ- ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું, કેમ કે અચાનક કોઇ ખર્ચ આવવાની સંભાવના છે. તમારા વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા નિર્ણય જાતે જ લો. જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાની કોશિશ કરી રહ્યા છો તો આજે ટાળો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી જરૂરી છે. કર્મચારીઓ પર વધારે વિશ્વાસ કરવો યોગ્ય રહેશે નહીં.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી બીમારીમાં તેમનો સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેસ અને કબજિયાતની સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારાં કાર્યને જેટલી વધારે મહેનતથી કરશો, તેટલું જ યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાની કોઇ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે. ભવિષ્યને લગતા નિર્ણયો લેવા માટે તેમની અંદર આત્મવિશ્વાસ અને હિંમત વધશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધને લઇને તમારી અંદર શંકા અને વહેમ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે અને તેના કારણે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. નકારાત્મક વાતોને તમારા દિમાગમાંથી દૂર કરો.

વ્યવસાયઃ- કારોબારના વિસ્તારને લગતી યોજના બનશે.

લવઃ- વધારે વ્યસ્ત રહેવા છતાં તમે પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોને કારણે તણાવ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. માત્ર કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એના અંગે યોગ્ય ચર્ચા-વિચારણા કરવાની જરૂરિયાત છે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારી આસ્થા વધશે.

નેગેટિવઃ- આ સમયે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં કાર્યમાં રિસ્ક ન લો, કેમ કે મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘરના વડીલોનાં માન-સન્માનમાં કોઇપણ પ્રકારની ખોટ આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતાં બધાં જ કામ ટાળો, કોઇ ફાયદો થશે નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ રાખો. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત શ્રેષ્ઠ સાબિત થશે.

નેગેટિવઃ- એવું પણ ધ્યાન રાખો કે વધારે વિચાર કરવામાં થોડાં પરિણામ હાથમાંથી સરકી શકે છે. સ્વભાવમાં ઘમંડ અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક પરિસ્થિતિઓ આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આવકનાં સાધનોમાં ઘટાડો આવી શકે છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

સ્વાસ્થ્યઃ- પાચનપ્રણાલી નબળી પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ઘરને યોગ્ય જાળવી રાખવામાં તમારો વિશેષ રસ રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. તમારા ગુસ્સા અને અહંકાર જેવી નકારાત્મક ખામીઓમાં સુધાર લાવવો પણ જરૂરી છે.

વ્યવસાયઃ- આજે તમારી બેદરકારીના કારણે કાર્યક્ષેત્રમાં કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કાર્યક્ષમતા અને ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે દૃઢ નિર્ણય લઇને તમે તમારા દરેક કામમાં ધ્યાન આપશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારી સફળતા લઇને આવી રહ્યો છે. આજે રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- આજની ગ્રહ સ્થિતિ થોડી એવી છે કે અન્યની સલાહ ઉપર કામ કરવાની જગ્યાએ પોતાના ઉપર વિશ્વાસ રાખો. દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. ક્યારેય ગુસ્સો કે વાણીમાં કડવાશના કારણે બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતીમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી સુકૂન મેળવવા માટે રસના કાર્યોમાં તમારો સમય પસાર કરો. આજે તમારું કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવાની સંભાવના છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. આજે બેદરકારીમાં આવીને કોઇપણ નિયમનું ઉલ્લંઘન ન કરો, નહીંતર કોઇ કાનૂની કેસમાં ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વિશ્વાસપાત્ર પાર્ટીઓ તરફથી નવા ઓર્ડર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે હોર્મોનને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યામાં થોડો ફેરફાર આવશે. તેનો સ્વીકાર કરો. આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે. મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ રીતે શુભ રહેશે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભાઓ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત તમારો આજનો દિવસ ખરાબ કરી શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર તમારી ઊર્જા લગાવો. કોઇપણ પ્રકારની ઉધારી ન રાખશો.

વ્યવસાયઃ- તમારી ફાઇલ અને પેપર્સને સાચવીને રાખો.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં સોજા અને દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માટે પ્રતિષ્ઠાવર્ધક રહેશે. કોઇ સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામ પણ કોઇ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની જાળવો અને અન્ય લોકોની વાતોમાં આવશો નહીં. બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિ કે સંગતના કારણે પરેશાની વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય સારો રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક અને સામાજિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. આ રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડા અવસર લાવશે. ઘરમાં પણ સંબંધીઓનું આગમન થશે. સંપત્તિને લગતાં કોઇ મુદ્દે વિચાર થશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે ન કરો. ધ્યાન રાખો કે જે યોજનાઓ ઉજાગર થશે, તેને પૂર્ણ કરવી મુશ્કેલ રહેશે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ બેદરકારીના કારણે અભ્યાસમાં કોઇ સમજોતો ન કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી સમજણ અને વિવેક દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં નાની-નાની વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે કોઇ પ્રકારની એલર્જી કે પેટ ખરાબ થવાની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સંબંધીઓમાં કોઇ લગ્નને લગતા સમારોહમાં લોકો સાથે મુલાકાત સુખ પ્રદાન કરશે. અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં તમને થોડી પોઝિટિવ વાતો શીખવા મળશે.

નેગેટિવઃ- આ સમયે ઘરનું વાતાવરણ ખૂબ જ અનુશાસિત અને સંયમિત જાળવી રાખવું જરૂરી છે. તમારા કામને ઘરના અન્ય સભ્યો સાથે વહેંચો. તેનાથી તમે તમારા કામને ખૂબ જ વધારે સરળતાથી પૂર્ણ કરી શકશો.

વ્યવસાયઃ- આજે મોટાભાગનાં કામ ફોન કે સંપર્કો દ્વારા પૂર્ણ થઇ જશે.

લવઃ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યાવસાયિક તણાવના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે.