ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ મીન જાતકો માટે અતિ ઉત્તમ રહેશે, કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લાભદાયી રહેશે

એક વર્ષ પહેલા
  • કર્ક, તુલા તથા મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે

12 ઓગસ્ટ, ગુરુવારના રોજ દુર્વા ગણપતિ વ્રત છે. આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. આ દિવસે મેષ રાશિના જાતકોએ વિપરિત સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. વૃષભ રાશિ માટે દિવસ અનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. કર્ક, તુલા, મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. ભગવાન વિષ્ણનો મંત્ર 'ઓમ નમોઃ ભગવતે'નો જાપ કરીને કામની શરૂઆત કરવી.

12 ઓગસ્ટ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામને કરતા પહેલાં તેની રૂપરેખા બનાવવી યોગ્ય રહેશે. થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવી શકે છે, પરંતુ તમે તેનો સામનો કરવામાં સક્ષમ રહેશો. અંગત સંપર્કોના માધ્યમથી અનેક પર્સનલ કામ પણ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે.

નેગેટિવઃ- આ સમયે ગ્રહોની ચાલ થોડી વિપરીત પણ રહેશે. જોકે, તમે પોઝિટિવ થઈને આ સમયમાંથી સરળતાથી બહાર આવી શકશો. ઉચ્ચ શિક્ષા હેતુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- મંદી હોવાના છતાંય કારોબારમાં લાભ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળાવયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસ જેવી તકલીફ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલા વિવાદો દૂર થવાથી સંબંધો વધારે ગાઢ બની શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે અસમંજસની સ્થિતિમાં પ્રિય મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરી લેવી.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આ સમયે આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઈની સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- વેપારમાં કાર્યને ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વાઇરલ તાવ અને માથાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા જીવનમાં થોડું પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી સફળતા પણ લાવશે. કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર અસમંજસની સ્થિતિમાં અનુભવી વ્યક્તિઓ સાથે ચર્ચા-વિચારણાં કરી લો

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો. સામાજિક બની રહેવું પણ જરૂરી છે. ક્યારેક તમારા ગુસ્સા અને આવેશ જેવા સ્વભાવના કારણે નુકસાન પણ ભોગવવું પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈપણ કાર્ય કરતા પહેલાં તેની યોજના અને સ્વરૂપ બનાવીને તમને ભૂલ થવાથી બચાવશે. જો ઘરની દેખરેખ કે સમારકામને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો આ કાર્યો માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ભાઈઓ તથા નજીકના સંબંધીઓ સાથે કોઈ કારણોસર સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે. થોડું સાવધાન રહો. બહારની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરો, કેમ કે તેનાથી કોઈપણ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલમાં ઘટાડો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતા તથા વ્યવહાર કુશળતા દ્વારા થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો, જેના કારણે સમાજ તથા સંબધીઓ વચ્ચે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. બાળકોના કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારું વધારે અનુશાસિત રહેવું પણ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. અન્ય લોકોના મામલે દખલ ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારી હાજરી રહેવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક અંતર વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કાર્ય કરવું તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. સાથે જ કોઈ અટવાયેલાં રૂપિયા પણ પાછા આવે તેવી શક્યતા છે. થોડો સમય બાળકો સાથે પસાર કરવાથી તેમના મનોબળમાં વધારો થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી નુકસાનદાયી રહી શકે છે. સોશિયલ મીડિયા તથા ફાલતૂ વાતોમાં પડીને તમારા કરિયર સાથે સમજોતો ન કરો. કોઈપણ યાત્રા કરવાનું ટાળો.

વ્યવસાયઃ- જો વેપારમાં કોઈ નવા કામને શરૂ કરવા કે વિસ્તારને લગતી થોડી યોજનાઓ બનાવી રહ્યા છો તો તેના ઉપર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરના બધા સભ્યોનો એકબીજા સાથે તાલમેલ મધુર રહેશે,

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. ઘરની સાફ સફાઈ તથા અન્ય કાર્યોમાં પણ તમારો રસ રહેશે. કોઈ મિત્ર કે પરિજન તરફથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ કામને કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. કેમ કે અનુભવની ખામીથી કામ ખરાબ પણ થઈ શકે છે. કોર્ટ કેસને કે સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપાર માટે લીધેલાં નિર્ણયોમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડી ગેરસમજની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નવી-નવી જ્ઞાનવર્ધક જાણકારીઓ પ્રાપ્ત કરવામાં રસ રહેશે. સાંસારિક કાર્યોને પણ તમે પ્રભાવશાળી રીતે સંપન્ન કરી શકશો. આ સમયે કોશિશ કરવાથી તમારા મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- આજે વધારે લાભ થશે નહીં. પરંતુ નુકસાન પણ થશે નહીં. કુલ મળીને સમય સામાન્ય ફળ આપનાર રહેશે. કોઈ ખાસ કાર્યમાં વધારે ધન ખર્ચ કરવા છતાંય મન પ્રમાણે પરિણામ મળી શકશે નહીં

વ્યવસાયઃ- નેટવર્કિંગ તથા સેલ્સમાં કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય ઉત્તમ છે. પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમારી વ્યવહાર કુશળતા દ્વારા કાર્યોને યોગ્ય રૂપથી ઉકેલવામાં તમે સક્ષમ રહેશો. તમે તમારા કોઈ હુનરને નિખારવા માટે ખાસ કોશિશ કરશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સો અને આવેશમાં આવીને તમારું કોઈ બનતું કામ ખરાબ પણ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખીને પસાર કરવાનો છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને શોધમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરી ઊભો થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય થોડો પડકારભર્યો છે. તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. અભ્યાસ તથા લેખનમાં પણ મન પ્રમાણે સમય પસાર થશે. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ક્યારેક એવું અનુભવ થશે કે બધું જ ઠીક હોવા છતાંય કઇંક અધૂરું છે. થોડો સમય આધ્યાત્મિક કે એકાંતમાં પણ પસાર કરો. તેનાથી તમારા અને ગુંચવાયેલાં સવાલોના જવાબ મળી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમને તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- કામ હોવા છતાંય થોડો સમય ઘર માટે પણ જરૂર કાઢો.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્ય કે શુભ આયોજનની પ્લાનિંગ થઈ શકે છે. આજે તમારી સફળતાનો નવો દ્વારા ખુલશે. જેમાં લાભ સાથે-સાથે તમારામાં ઉત્સાહ અને ઊર્જાનો પણ સંચાર થશે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો, તમે કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. તમારી આવડત અને કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. આ સમયે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ રાખવું પડકારભર્યું રહેશે.

વ્યવસાયઃ- કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ અતિ ઉત્તમ છે. વેપારને લગતી યોજનાઓને લઇને થોડા મહત્ત્વપૂર્ણ નીતિઓ બનાવશો. તમારા દ્વારા કરવામાં આવતું કાર્ય વખાણવા લાયક રહેશે. કામકાજમાં વ્યસ્તતા સિવાય તમે પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી અને મનોરંજન માટે પણ સમય કાઢી શકશો.

નેગેટિવઃ- કાયદાકીય મામલે બેદરકારી ન કરો. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. રૂપિયા-પૈસાને લઇને કોઈ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. આર્થિક રીતે કોઈ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજનાઓ ઉપર કામ શરૂ થશે.

લવઃ- ઘર-પરિવારમાં એકબીજા સાથે સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને સંગતથી દૂર રહો તો સારું રહેશે.