રવિવારનું રાશિફળ:રવિવારે ગ્રહ સ્થિતિ મિથુન, કર્ક અને કુંભ જાતકો માટે અનુકૂળ રહેશે, વૃશ્ચિક જાતકોએ સાવધાન રહેવું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

11 સપ્ટેમ્બર, રવિવારના રોજ વૃષભ રાશિને આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. મિથુન રાશિ માટે દિવસ સારો રહેશે. ધન રાશિના આવકના સોર્સ મજબૂત થશે. કુંભ રાશિના જાતકોને પદોન્નતિના યોગ છે. તુલા રાશિના જાતકોએ કામકાજમાં સાવચેતી રાખવી. નુકસાન થવાની આશંકા છે. મકર રાશિના જાતકોને બિઝનેસમાં અડચણ આવી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

11 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થશે, તેનાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા બની રહેશે. પ્રોપર્ટી કે અન્ય કોઈ કામને લઇને નજીકની યાત્રનો પ્લાન બની શકે છે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ લો અને તેમનો આદર કરો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો ઉતાવળભર્યો તથા ગુસ્સાવાળો સ્વભાવ તમારા તથા અન્ય લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. પોતાના આ વ્યવહારમાં સુધાર લાવવાની જરૂરિયાત છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓ સાથે ચાલી રહેલ કોઈ જૂનો મતભેદ દૂર થશે.

લવઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાની મહેનત અને ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. થોડો સમય પોતાના રસના કાર્યો પસાર કરવામાં નવી ઊર્જા અને સ્ફૂર્તિની અનુભૂતિ થશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને ઉતાવળ કરવી નુકસાનદાયી રહી શકે છે. સહજ રીતે તમારા કાર્યોને પૂર્ણ કરતા રહો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. સમય રહેતા યોગ્ય પગલા ભરવાથી પરિસ્થિતિઓ સચવાઈ જશે.

વ્યવસાયઃ- જો વેપારમાં કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બની રહી છે તો તરત અમલ કરો.

લવઃ- જીવનસાથી સાથે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે થાકના કારણે માઇગ્રેન અને સર્વાઇકલનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં ઘરના સભ્યોની સલાહ લેવી અનુકૂળ છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. યોગ્ય સન્માન કરો. મિત્રો તથા સંબંધીઓ સાથે હળવા-મળવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈ દુઃખદ સમાચાર મળવાથી ભાવનાત્મક રૂપથી તમે પોતાને નબળા અનુભવ કરશો. થોડો સમય એકાંતમાં પસાર કરો. ભાઈઓ સાથે ચાલી રહેલાં વિવાદ કોઈ વડીલ સભ્યની મદદથી ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- ટૂર એન્ડ ટ્રાવેલ્સ તથા મીડિયાને લગતા વેપારમાં સુધાર આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગાત્મક વ્યવહાર સંબંધોને વધારે ગાઢ બનાવશે.

સ્વાસ્થ્યઃ- કોઈ ભાવનાત્મક આઘાતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાની યોગ્ય વ્યવસ્થા બનશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે સજાગ રહે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે થોડો સમય તેમની સાથે પસાર કરો. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામ આજે ટાળો. કોઈપણ પેપર વર્ક કરતી સમયે પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીથી આજે થોડી રાહત મળી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. ખાસ મુદ્દા ઉપર લાભદાયક ચર્ચા પણ થશે. માનસિક સુકૂન મેળવવા માટે ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર કરશો. આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- જો કોઈ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો હાલ તણાવ વધી શકે છે. એટલે ધૈર્ય અને શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો. નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત ન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ યોગ્ય ફેરફાર આવે તેવી શક્યતા છે.

લવઃ- ઘરની નાની-મોટી વાતને વધારે લાંબી ખેંચશો નહીં.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમને તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળી શકે છે. કામ હોવા છતાંય ઘર-પરિવાર તથા સગા-સંબંધીઓ માટે પણ સમય કાઢશો. યુવાઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- અર્થ વિના જ બદનામી કે અસત્ય બોલવાનો આરોપ લાગી શકે છે. અન્ય લોકોના મામલે પોતાને દૂર જ રાખો. માનસિક સુખ-શાંતિ માટે કોઇ એકાંત કે ધાર્મિક સ્થળે જરૂર પસાર કરો.

વ્યવસાયઃ- મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક મીટિંગ વગેરેમાં જવાનો અવસર મળી શકે છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત લાભદાયી રહી શકે છે. ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે. જો પ્રોપર્ટીને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો તેમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. વાહન ચલાવતી સમયે પણ સાવધાની જાળવો. ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર ન કરો. દરેક વ્યક્તિને પોતાના મન પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈપણ કાગળિયાને લગતું કામ કરતી સમયે સાવધાની જાળવવી.

લવઃ- જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર અનેક સમસ્યાઓનો ઉકેલ કરશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકના કારણે નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજનાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું વિશેષ ધ્યાન રાખો. તમારા કામ સમયે પૂર્ણ થતાં જશે. ઘરમાં કોઈ કુંવારા વ્યક્તિ માટે સંબંધ પણ આવે તેવી શક્યતા છે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોમાં પણ આવશો નહીં. નહીંતર તમે કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. બાળકોની કોઈ સમસ્યાઓને સમજો અને તેને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપારમાં આજે કોઈ નવી યોજના કે કામ સફળ થઈ શકશે નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ સચવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સમસ્યાઓના કારણે તમારા સ્વભાવમાં તણાવ અને ગુસ્સો રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે દીર્ઘકાલીન યોજના બની રહી છે, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે. સુકૂન મેળવવા માટે થોડો સમય કળાત્મક અને મનોરંજનને લગતા કાર્યોમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી સમસ્યાઓ આવી શકે છે. સમય રહેતા તમે તેનો ઉકેલ મેળવી લેશો. માત્ર પોતાના સ્પર્ધીઓ અને વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. યુવાઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રત્યે આળસ ન કરે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થઈ શકે છે.

લવઃ- કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે,

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાંય ઘર-પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવો. બાળકોને લગતી કોઈ સમસ્યાનું પણ સમાધાન મળવાથી રાહત રહેશે. પોતાને ભાવનાત્મક રૂપથી મજબૂત રાખો તથા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. આત્મ અવલોકન કરવું પણ જરૂરી છે. આ સમયે લાભની જગ્યાએ ખર્ચ વધારે રહી શકે છે. જેના કારણે ઘરના સભ્યોમાં થોડો મનમુટાવ થાય તેવી શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારમાં જો કોઈ નવા કામની શરૂઆતની યોજના બનાવી છે તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય પોઝિટિવ અને ફાયદો આપનાર રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં આવી રહેલી કોઈ પરેશાનીથી રાહત મેળવશે. આ સમયે કોઈ ધાર્મિક કે મનોરંજનને લગતી યાત્રા પણ પરિવાર સાથે થઈ શકે છે.

નેગેટિવઃ- ભાઈ-બહેન સાથે કોઈ ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર નિયંત્રણ રાખો તથા શાંતિથી સમસ્યાનો ઉકેલ મેળવો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કાર્યોમાં વધારે ધ્યાન પૂર્વક કાર્યો કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે તાવ અને આળસની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ભાવુકતાની જગ્યાએ પોતાની બુદ્ધિ બળ અને કાર્યક્ષમતાનો વધારે ઉપયોગ કરો. થોડો સમય પ્રેક્ટિકલ અને પ્રભાવશાળી લોકો સાથે પસાર કરવાથી તમારા સ્વભાવમાં પણ પરિવર્તન આવશે

નેગેટિવઃ- બપોર પછી કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ સમયે કોઈપણ જોખમ ઉઠાવશો નહીં તથા ગુસ્સો અને આવેશ ઉપર પણ કાબૂ રાખો. વડીલોની સલાહ અને આશીર્વાદ ઉપર અમલ કરવું તમારા માટે લાભદાયી રહેશે.

વ્યવસાયઃ- થોડી વ્યવસાયિક યોજનાઓ હાલ લંબાઈ શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો.

અન્ય સમાચારો પણ છે...