સોમવારનું રાશિફળ:સોમવારે મકર રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહેશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

11 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત સારી રહેશે. સમાન વિચારધારાના લોકો સાથે હળવા-મળવાનું નવી ઊર્જા પ્રદાન કરશે. લક્ષ્ય પ્રાપ્તિમાં નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ વધશે.

નેગેટિવઃ- સમયના બીજા પક્ષમાં એવું અનુભવ થશે કે જાણે પરિસ્થિતિ તમારા હાથમાંથી સરકી રહી છે. આર્થિક સ્થિતિઓમાં પણ થોડી ભાગદોડ રહેવાથી પરેશાન રહેશો. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ- વેપારમાં ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઈ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધનની જગ્યાએ તમારા માન-સન્માન અને આદર્શો ઉપર વિશ્વાસ રાખવો તમને સફળ બનાવશે. તમારું કર્મ પ્રધાન હોવું તમારા ભાગ્યનું નિર્માણ કરશે. કોઈ ધાર્મિક કે સામાજિક આયોજનની જવાબદારી તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં તમે વધારે વ્યસ્ત રહી શકો છો. જેના કારણે પરિજનોની નિરાશા તમારે ભોગવવી પડી શકે છે. આજનો થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતો વેપાર સફળ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઈન્ફેક્શન અને સોજા જેવી પરેશાની થવાની શક્યતા છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મ તથા થોડા રહસ્ય જાણવા અંગે તમારો રસ વધશે. તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવામાં તમારી કોશિશ રહેશે.

નેગેટિવઃ- તમારો વધારે અનુશાસિત વ્યવહાર પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. એટલે પોતાના વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. ક્યારેક સંતાનનો નકારાત્મક વ્યવહાર પણ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર થશે.

લવઃ- કોઈ અન્ય વ્યક્તિના કારણે લગ્નજીવનમાં તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂની સમસ્યાને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ખોટી ગતિવિધિઓથી ધ્યાન દૂર કરીને તમે તમારું આત્મ અવલોકન કરો. જેથી તમને શાંતિ અને તણાવથી મુક્તિ મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવી તથા સામાજિક સક્રિયતા વધારવાથી તમને સારી સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ-કોઈ સમયે વધારે વિચાર કરવાથી થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. એટલે તરત નિર્ણય લઈને કામ શરૂ કરો. યુવાઓ કોઈ કારણે કરિયરને લગતી યોજનાઓને ટાળી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને વધારવા માટે કોઈ નવા કામની શરૂઆત કરવાનો ઉત્તમ સમય છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી રાહત મળી શકે છે

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોની ભૂલને માફ કરવી તથા સંબંધોને સહજ જાળવી રાખવા સિંહ રાશિના લોકોની ખાસિયત છે. તમારો પરિવાર તથા સમાજમાં વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈપણ કાર્યને કરતા પહેલાં તેની રૂપરેખા જાળવી રાખો.

નેગેટિવઃ- બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાના કારણે તમારા પોતાના વ્યક્તિગત કામ અટકી શકે છે. બાળકો ઉપર વધારે રોક-ટોક ન લગાવો. કેમ કે તેના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- જૂની પ્રોપર્ટીને લઈને કોઈ વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવી શક્ય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની તકલીફ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારા કાર્યોને ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમારા કાર્યો સુગમતા સાથે બનતા જશે. કોઈ અટવાયેલા રૂપિયા પણ પાછા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ-કોઈ સમયે ઉતાવળ બેદરકારીના કારણે થોડા કામ અધૂરા રહી જશે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય ન લેશો, પરંતુ ધૈર્ય પૂર્વક સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દાને લઈને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની પરેશાની રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઈ રાજકીય કામ અટવાયેલાં છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોશિશમાં સફળતા મળશે. ઘરેલૂ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવાર પ્રત્યે જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના થોડા લોકો તમારી આલોચના કે નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો તમારું નુકસાન થશે નહીં. આર્થિક સ્થિતિઓમાં કોઈ પ્રકારની ભાગદોડ રહી શકે છે. આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- જો કોઈ વ્યવસાયિક કામ અટવાયેલું છે તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં સમય પસાર થશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે અને તમને માનસિક સુકૂન પણ મળશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. બેંકિંગના કાર્યોમાં કોઈ વાતને લઈને વિઘ્ન આવવાથી નિરાશ રહી શકો છો. આર્થિક મામલે પણ હાથ તંગ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર જોવા મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજન અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ પણ બની શકે છે. આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારીની યોજના બની રહી હોય તો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો, તમારી સાથે દગાબાજી થઈ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઈ સામે જાહેર ન કરો. વધારે વિચારવાના કારણે સારી તક તમારા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાદાયક રહી શકે છે.

લવઃ- તમારા કોઈપણ કાર્યમાં જીવનસાથી કે પારિવારિક લોકોની સલાહ લેવી તમારા માટે લાભદાયક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- શરદી વધવાના કારણે છાતિને લગતી કોઈ તકલીફ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. છેલ્લાં થોડા સમયથી તમારા વિરૂદ્ધ હતા, તે આજે તમારા પક્ષમાં આવશે. સંતાનને લગતા કાર્યો શાંતિથી પૂર્ણ થશે. આ સમયે તમારી પ્રતિભાને ઓળખો અને સંપૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. અન્ય લોકોના મામલાઓ ઉકેલવામાં લાભદાયી તક તમારા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યસ્થળે કોઈ પ્રકારનો વિવાદ કે ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણ સામે તમારું રક્ષણ કરો

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઈ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિના અવસર બનાવશે. લાભદાયી મુદ્દે ચર્ચા-વિચારણાં થશે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઈ બહારના વ્યક્તિ સામેલ ન કરો. કોઈપણ યોજના બનાવતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં કામને લગતી નીતિઓ ઉપર થોડા ફેરફારની યોજના બનશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહી શકે છે

સ્વાસ્થ્યઃ- આ સમયે સર્વાઇકલ તથા સાંધામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે પ્રોપર્ટી કે અન્ય કોઈ અટવાયેલું કામ કોઈ રાજનૈતિક વ્યક્તિ દ્વારા ઉકેલાઈ શકે છે. સામાજિક સીમા પણ વધશે. તમે તમારા ફિટનેસને લઈને પણ ગંભીર રહેશો.

નેગેટિવઃ- તમારા બનતા કામમાં મોટાભાગે વિઘ્ન આવવાનું કારણ તમારી આળસ અને બેદરકારી રહેશે. તમારા આ અવગુણો ઉપર રોક લગાવો. કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી સમયે વધારે ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા અતિ જરૂરી રહેશે.

લવઃ- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે તથા જૂની યાદ પણ તાજી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.