તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 નવેમ્બરનું રાશિફળ:બુધવારનો દિવસ કન્યા રાશિના લોકો માટે શુભ રહેશે, ગ્રહ સ્થિતિ જાતકોના ભાગ્યને પ્રબળ બનાવશે

23 દિવસ પહેલા
  • બે શુભ યોગને કારણે 8 રાશિ માટે બુધવારનો દિવસ ફાયદાકારક રહેશે, ધન લાભનો પણ યોગ છે
  • મેષ, મિથુન, વૃશ્ચિક તથા કુંભ રાશિના જાતકોને મધ્યમ અસર, આ લોકોએ સાવધાની રાખવી

11 નવેમ્બર, બુધવારના રોજ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્ર રહેવાથી વૃદ્ધિ આપનાર વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્ર તથા મંગળનો દૃષ્ટિ સંબંધ હોવાને કારણે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. ગ્રહ-નક્ષત્રની આ શુભ સ્થિતિનો ફાયદો આઠ રાશિને મળશે. ડૉ. અજય ભામ્બીના મતે, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર તથા મીન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. બિઝનેસ-જોબ, રોકાણ તથા લેવડ-દેવડમાં આ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. વિચારેલા કામો પૂરા થશે. પ્રગતિની તકો મળશે. આ ઉપરાંત મેષ, મિથુન, વૃશ્ચિક તથા કુંભ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ ચાર રાશિએ સંભાળીને દિવસ પસાર કરવો.

11 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. દૃઢ નિશ્ચય થઇને તમે તેના ઉપર કામ કરો, તમને સફળતા પ્રાપ્ત થશે. થોડો સમય એકાંતમાં કે ધાર્મિક સ્થળે પસાર કરવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે.

નેગેટિવઃ- અન્યની સલાહ ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરો. તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. કોઇપમ પ્રકારની યાત્રાને ટાળો તો સારું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી ફરિયાદ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ કામ સરળતાથી સંપન્ન થઇ જશે, જેના કારણે મનમાં પ્રસન્નતા અને તાજગી રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તેનો ભરપૂર ઉપયોગ કરવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, અનેકવાર વાતચીત કરતી સમયે ખોટાં શબ્દોના પ્રયોગથી લોકો વચ્ચે નિરાશા ઉત્પન્ન થઇ શકે છે. એટલે તમારી બોલચાલની રીત નરમ રાખો. કામ વધારે હોવાના કારણે તણાવ પણ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને શોપિંગમાં પણ સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાના કારણે શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને લગતી રૂપરેખા બનાવી લો. બપોર પછી પરિસ્થિતિ તમારા પક્ષમાં અનુકૂળ છે. બાળકોના કરિયર અને અભ્યાસને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- આ સમયે ઘરના વડીલોનું વિશેષ ધ્યાન અને દેખરેખની જરૂરિયાત છે. ક્યારેક તમારા આત્મ કેન્દ્રિત હોવાના કારણે કોઇ પ્રિય મિત્ર સાથે તમારા સંબંધ પણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણ બદલાવાના કારણે તાવ અને ઠંડીની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતાં કાર્યો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ ફળીભૂત થશે. દિવસનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ અને મોજ-મસ્તીમાં પસાર થશે.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓ કે ભાઇઓ સાથે વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. થોડી સાવધાની અને સમજદારીથી પરિસ્થિતિઓ શાંતિપૂર્ણ રીતે સચવાઇ જશે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કોઇ અટવાયેલું પેમેન્ટ અથવા માર્કેટિંગને લગતાં કાર્યો કરવા માટે આજનો દિવસ યોગ્ય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાસી તથા અસંતુલિત ભોજનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ અનુભવી વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ અને આશીર્વાદ તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. તેમની સલાહને માનવી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આર્થિક પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે સારી થઇ જશે.

નેગેટિવઃ- ક્યારેક આળસના કારણે તમે થોડાં કામ નજરઅંદાજ કરી શકો છો, જે તમારા માટે નુકસાનદાયક રહેશે. તમારે તમારા આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતાને જાળવી રાખવી અતિ જરૂરી છે. બિનજરૂરી મિત્રોને હળવા-મળવામાં સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- આજે કોઇ અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની જરૂરિયાતો તથા મહત્ત્વપૂર્ણ કાર્યો ઉપર તમારું સહયોગ કરવું જીવનસાથી સાથે તમારા સંબંધને મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજની ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. થોડા વિરોધી તત્વ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે, પરંતુ સફળ થઇ શકશે નહીં. નિશ્ચિત રહો. આજે તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે એટલે સંપૂર્ણ ઊર્જા સાથે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ- ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. કોઇ કામ ઉતાવળ અને બેદરકારીના કારણે ખરાબ થઇ શકે છે, એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું અતિ જરૂરી છે. વિદ્યાર્થીઓને પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે તમારા ઘર તથા પારિવારિક સભ્યો માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતું કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણીથી લોકો પ્રભાવિત થઇ શકે છે. સામાજિક ક્રિયાઓમાં પણ તમારો મોટાભાગનો સમય પસાર થઇ શકે છે. આર્થિક અને વ્યવસાયિક મામલાઓમાં સફળતા માટે ગ્રહ સ્થિતિ પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક સ્વભાવમાં સ્વાર્થીપણું આવી જવાથી તમારા જ અંગે વિચારવાના કારણે થોડાં નજીકના સંબંધોમાં અંતર આવી શકે છે. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતાં વ્યવસાયમાં સારો નફો મળી શકશે.

લવઃ- ઘરમા મહેમાનોની અવર-જવર વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- જે લોકોને ડાયાબિટીઝ, થાઇરોઇડ વગેરે સમસ્યા છે તેમને યોગ્ય તપાસ કરાવવી.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. દિનચર્યાથી અલગ થોડા રસના કાર્યો કરવામાં સમય પસાર કરશો. થોડા સમયથી ચાલી રહેલાં કોઇ તણાવથી પણ રાહત મળી શકે છે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે સ્થાન પરિવર્તનને લગતું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો આજે તેને ટાળો અથવા કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. કોઇ મિત્ર કે પાડોસી સાથે મનમુટાવ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- મશીન, કારખાના વગેરેને લગતાં વ્યવસાયમાં કોઇ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ રહેશે.

લવઃ- પતિ-પત્નીનો તાલમેલ એકબીજા સાથે સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક કે માંગલિક આયોજનની યોજના બનશે. આ બધા કાર્યો વચ્ચે પોતાના નિર્ધારિત લક્ષ્ય ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે તતમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરવાથી તમારા થોડાં કામ અધૂરા રહી શકે છે. રોકાણને લગતાં મામલાઓમાં સમજી-વિચારીને નિર્ણય લો. કોઇ ખોટો નિર્ણય નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ જેવું વર્તમાનમાં ચાલી રહ્યું છે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટી કે વાહન ખરીદવાને લગતો કોઇ નિર્ણય લેવા જઇ રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ છે. કામ ખૂબ જ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરવો તેમના મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.

નેગેટિવઃ- ભાઈ-બહેનો સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખવામાં તમારે વિશેષ ધ્યાનની જરૂરિયાત છે. તમારી અંદર નકારાત્મક વિચાર આવે નહીં તેનું ધ્યાન રાખો. આત્મબળ જાળવી રાખવા માટે પોઝિટિવ લોકોના સંપર્કમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન, સર્વાઇકલ જેવા દુખાવાના કારણે આજનો દિવસ અસ્ત-વ્યસ્ત રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે ચર્ચા-વિચારણાં કરીને સારા અનુભવ પ્રાપ્ત કરશો. ભાવનાત્મક રૂપથી તમે તમારી જાતને વધારે શક્તિશાળી અનુભવ કરશો.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે, કોઇ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલે કોઇપણ કાર્ય કરતી સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી કરે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ઘર અને વેપારની વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી જીવનશૈલીને ઉન્નત કરવા માટે તમે થોડાં નિયમ બનાવશો અને તેને અપનાવવામાં સફળ પણ રહેશો. તમારા કાર્યોને રચનાત્મક રીતે પૂર્ણ કરશો. આસપાડોસ સાથે પણ સંબંધ મધુર બનશે.

નેગેટિવઃ- અન્યના મામલે માંગ્યા વિના સલાહ ન આપો, કેમ કે, તેના કારણે તમે પોતે પણ મુશ્કેલીમાં પડી શકો છો. ઘરમાં કોઇ વસ્તુ ન મળવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં ગુંચવણભર્યા કાર્યોનું આજે સમાધાન મળી શકે છે.

લવઃ- દિવસ મનોરંજન તથા મોજ મસ્તીમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

આ પણ વાંચોઃ-

ગ્રહ દશા:19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં સૂર્ય રહેશે, 3 રાશિના લોકો માટે શુભ સમય, ચોખા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો