11 મે, બુધવારના રોજ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. મિથુન તથા કર્ક રાશિને નસીબનો સાથ મળશે. મકર રાશિના અટકેલા કામો પૂરા થશે. કન્યા રાશિને બિઝનેસમાં નુકસાન થાય તેવી શક્યતા છે. મીન રાશિ સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
11 મે, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત સંતોષજનક કાર્યો સાથે થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત ફાયદો આપી શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ તથા ભરપૂર ઊર્જા દ્વારા પોતાના કાર્યોને અંજામ આપી શકશો.
નેગેટિવઃ- દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક કોઈ મુશ્કેલી તમારી સામે ઊભી રહી શકે છે, ખોટા કાર્યોમાં પણ સમય ખરાબ થઈ શકે છે. ધ્યાન રાખો ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તથા અહંકાર તમારા બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનું દબાણ રહેવાના કારણે થોડો તણાવ અનુભવ થઈ શકે છે.
લવઃ- લગ્નસંબંધોમાં ગેરસમજને લઇને થોડો વિવાદ ઊભો થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ સામે આવી શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ અને દઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. ધાર્મિક કાર્યોમાં જવાની તક મળી શકે છે. તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે.
નેગેટિવઃ- અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- ગ્લેમર, કળા, સૌંદર્ય વગેરે સાથે જોડાયેલાં વેપારમાં મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને છાતિમા બળતરાની તકલીફ થઈ શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ ઉત્તમ છે અને તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને વધારે બળ આપી રહ્યું છે. આજે કોઈ કિંમતી વસ્તુઓની ખરીદદારી શક્ય છે. કોઈ સમાજિક ઉત્સવમાં સન્માનિત થવાનો અવસર મળી શકે છે.
નેગેટિવઃ- ક્યારેક ગુસ્સાના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે સમય પ્રમાણે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. નજીકના મિત્ર કે ભાઈ સાથે નાની વાતને લઇને મોટો ઈશ્યુ બની શકે છે.
વ્યવસાયઃ- આ સમયે ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા વેપારમાં નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને કબજિયાત જેવી ફરિયાદ રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા પોતાના પ્રત્યે કઇંક નવું કરવાની ઇચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળ બનાવી શકે છે.
નેગેટિવઃ- ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો વિદ્રોહી થઈ શકે છે. એટલે પોતાની વાતને શાંતિથી રાખવી જરૂરી છે. સમય ખૂબ જ સાવધાની પૂર્વક પસાર કરવાનો છે
વ્યવસાયઃ- યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.
લવઃ- નાની ગેરસમજ પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઈ-કોઈ સમયે માનસિક તણાવ વધી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમે તમારા કાર્યોને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પણ ચર્ચા-વિચારણાં થશે. ધાર્મિક સંસ્થામાં સેવાને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે.
નેગેટિવઃ- કોઈપણ સરકારી કાર્યને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં, કેમ કે કોઈ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. વારસાગત મામલે વધારે મુંજવણની શક્યતા છે. અન્ય લોકોના વ્યક્તિગત કાર્યોમાં કોઈપણ પ્રકારની દખલ ન કરો.
વ્યવસાયઃ- વેપારમાં તમારા દ્વારા કરવામાં આવતા પ્રયોગ ફાયદો આપી શકે છે.
લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ સુકૂન આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય અને પરિસ્થિતિ તમારા માટે સારા સમયનું નિર્માણ કરી રહી છે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યો ખૂબ જ સાવધાની સાથે કરો. કેમ કે હાલ આ કાર્યો માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. જો વિદેશને લગતી કોઈ યોજના બની રહી છે તો હાલ તેને ટાળવી યોગ્ય રહેશે
વ્યવસાયઃ- ઈમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા વેપારમાં કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા બની રહેશે
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. કોઈ સંપર્ક દ્વારા મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે આસ્તિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહી શકે છે.
નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ વાતાવરણ બનાવી રહી છે. અચાનક કોઈ મુશ્કેલી તમારા સામે ઊભી રહેશે અને કામના દબાણના કારણે તમે પોતાને ફસાયેલાં અનુભવ કરી શકશો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયક મીટિંગ થશે.
લવઃ- ઘરમાં યોગ્ય સમય ન આપી શકવાના કારણે જીવનસાથીની નિરાશા સહન કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે બ્લડ પ્રેશરની તપાસ કરાવો
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. તેમના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું નિવારણ થશે. રસના તથા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવા માટે સમય પસાર થશે. જૂના મિત્રો સાથે મેલજોલ સુખમય રહી શકે છે.
નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને મન નિરાશ રહેશે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાથી બચવું, કેમ કે તેને ચૂકવવું પડી શકે છે. બાળકોના અભ્યાસ પ્રત્યે બેદરકારી રહેશે. એટલે તેના ઉપર ધ્યાન જરૂરી છે.
વ્યવસાયઃ- કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું ઘણી હદે નિવારણ થઈ શકે છે.
લવઃ- બાળકોની કોઈ સમસ્યાને લઇને ચિંતા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- અતિથિ કામના કારણે સર્વાઇકલ તથા ગળામાં દુખાવા જેવી સમસ્યા રહી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- તમારું તમારા વ્યક્તિત્વ અને રહેણીકરણી પ્રત્યે વધારે સજાગ રહેવું આકર્ષણનું કારણ બનશે. સમાજમાં તમારી છાપ વધારે નિખરશે. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.
નેગેટિવઃ- આ સમયે ધનને લગતી કોઈપણ પ્રકારની લેવડ-દેવડમાં સાવધાની રાખો. તમારી સાથે કોઈ પ્રકારનો દગો પણ થઈ શકે છે. તમે કોઈ આર્થિક પરેશાનીમાં પણ ગુંચવાયેલાં રહી શકો છો.
વ્યવસાયઃ- વેપારમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવામાં ધ્યાન આપો.
લવઃ- તમારા વ્યસ્ત સમયમાંથી પરિવાર માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કામ કરી શકે છે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સાથે જ કોઈ અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાનો પણ યોગ્ય સમય છે.
નેગેટિવઃ- આ સમયે કોઈપણ યોજનાને બનાવતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. ઘરના સભ્યોની પણ સલાહ લો. રૂપિયાના મામલે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરીને જાતે જ બધી ગતિવિધિઓ સંભાળો.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિઓ ધીમે-ધીમે સારી બની શકે છે.
લવઃ- જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી પરેશાની રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- ઘરના રિનોવેશન કે દેખરેખને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. કોઈ સામાજિક ગતિવિધિમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાથી માન-સન્માન વધશે. જો ઘર કે વાહનને લગતી ખરીદદારીની યોજના બની રહી છે, તો તેના માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા વિચારોમાં વહેમ અને સંકીર્ણતા જેવી નકારાતમક વાતો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા વ્યવહાર અને વિચારોમાં ફેરફાર લાવવા માટે થોડું આત્મચિંતન કરો.
વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવ થશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે એલર્જી અને ઉધરસની સ્થિતિ રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે પરિવારના કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. બાળકોના પણ તેમના ઉત્તમ વિચારોના કારણે વખાણ થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તરત તેના ઉપર અમલ કરો.
નેગેટિવઃ- તમારા સ્વભાવ તથા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવાઓ બેકારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને પોતાના કરિયરને લગતી યોજના ઉપર ધ્યાન આપે.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતી સમયે પાક્કા બિલનો ઉપયોગ કરો
લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે સ્વભાવમાં ચીડિયાપણું અનુભવ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.