11 જૂનનું રાશિફળ:ગુરુવારના દિવસે કર્ક જાતકોએ પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી અને વિચારોને નિયંત્રણમાં રાખવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

11 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ચંદ્ર તમારી રાશિના સ્વામી મંગળ સાથે એકાદશ ભાવમાં સ્થિત તમારા ધનલાભના માર્ગ ખોલશે. આ ગ્રહ યુતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો. ફોન ઉપર કોઇ મિત્ર પાસેથી શુભ સમાચાર મળશે.

નેગેટિવઃ- અકારણ જ તમારા સ્વભાવના કારણે બાળકોને પરેશાની થઇ શકે છે. બાળકોની આવડત ઉપર પ્રશ્ન ચિહ્ન લગાવશો નહીં અને ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વધારે વિશ્વાસ કરો.

લવઃ- પરિવારમાં કોઇ સુખદ સમાચારથી વાતાવરણ સારું રહેશે.
વ્યવસાયઃ- આજે તમારી કાર્યક્ષમતાના બળે દરેક કામમાં સફળ રહેશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડાં દિવસોથી તમારા પોતાના સ્વભાવમાં પોઝિટિવ બદલાવ આવ્યાં છે જેના કારણે તમારી અંદર આત્મવિશ્વાસ આવ્યો છે. પારિવારિક સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન તમારી ઉપર કેન્દ્રિત રહેશે. ક્યારેક-ક્યારેક તમે ખાનપાનમાં પણ થોડાં નશીલા પદાર્થોનું સેવન કરો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

લવઃ- જીવનસાથીનો તમારા કામમાં સંપૂર્ણ સહયોગ રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડી ગરમ વસ્તુઓના સેવનથી તમારું પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડાં દિવસોથી તમે તમારી યોજનાઓ બનાવી રહ્યા હતાં પરંતુ તેનું કોઇ પરિણામ મળી રહ્યું નથી. આજે તમારી યોજનાઓમાં ગતિ આવશે.

નેગેટિવઃ- વધારે વિચારો કરવાની સાથે-સાતે તેના ઉપર અમલ કરવાનો પણ પૂર્ણ પ્રયાસ કરો. ખર્ચ કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.

લવઃ- પત્ની સાથે આજે થોડી ખરીદારી થશે.
વ્યવસાયઃ- તમારા કાર્યસ્થળ પર ઘણાં સમયથી ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો.
સ્વાસ્થ્યઃ- વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડાં દબાયેલાં મામલાઓ આજે ગતિમાં આવશે. કોઇ જૂની પ્રોપર્ટી કે વારસાગત સંપત્તિ સાથે જોડાયેલાં કાર્યો સંપન્ન થશે. આજે તમારે તમારી યોજનાઓ ગુપ્ત રાખવી.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો અસામાન્ય વ્યવહાર પોતાના પરિવારના લોકો સાથે જ મનમુટાવ ઉત્પન્ન કરી શકે છે. આજે તમારે તમારા વિચારો ઉપર નિયંત્રણ રાખવું પડશે.

લવઃ- તમારી કોઇ નેગેટિવ વાતના કારણે જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- શેરબજાર, સટ્ટા વેગેરે સાથે જોડાયેલાં લોકોને આજે નફો થશે.
સ્વાસ્થ્યઃ- આજે અકસ્માતનો ભય રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારા સારા કર્મોના કારણે કાર્યોમાં સફળ રહેશો. થોડી વિષમ પરિસ્થિતિઓ પણ સામે આવી શકે છે પરંતુ તમે તેના ઉપર વિજય મેળવી લેશો અને દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિવાન બની રહો.

નેગેટિવઃ- થોડાં કાર્યોમાં તમે અનુભવી લોકોની સલાહને પણ નજરઅંદાજ કરી શકો છો અને ખોટાં નિર્ણય લઇને ચિંતાગ્રસ્ત રહી શકો છો. વધારે આત્મવિશ્વાસી રહેવું નુકસાનકારક બનશે.

લવઃ- લગ્ન લાયક વ્યક્તિની સગાઈ થઇ શકે છે.
વ્યવસાયઃ- નાના કાર્યો માટે પણ તમારે મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શનિ ગ્રહ અસ્વસ્થ રહેવાનો સંકેત કરી રહ્યો છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સરકાર સાથે જોડાયેલાં કોઇ વ્યક્તિની મદદથી પણ તમારા કામ બનશે. વ્યવસાયિક યાત્રા થશે. વ્યાવસાયિક વિરોધીઓ ઉપર વિજય મેળવવામાં તમે સફળ રહેશો. પ્રથમ ભાવમાં બૃહસ્પતિના કારણે તમારું દિમાગ સંપૂર્ણપણે ચૈતન્ય અને સાનુકૂળ રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમની મહેતન પ્રમાણે પરિણામ મળશે નહીં. તમારી અંદર સર્જનાત્મક ક્ષમતા છે પરંતુ તે આ સમયગાળા દરમિયાન છુપાયેલી રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગ માટે સમય અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે વેપારમાં બદલાવ અથવા નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- શંકાશીલ બનવાથી બચવું જોઇએ.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે આ સમય ખૂબ જ સારો રહેશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. ધનનું બચત કરવામાં તમને સફળતા મળશે. કોઇ સરકારી વ્યક્તિના સહયોગથી પણ આર્થિક પક્ષ મજબૂત થશે.

નેગેટિવઃ- તમારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. નિષ્ઠા સાથે સંબંધને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા સંબંધમાં સંતોષની અનુભૂતી થશે.

લવઃ- નવા પ્રેમ સંબંધના ચક્કરમાં જૂના સંબંધને નજરઅંદાજ કરવાથી બચવું.
વ્યવસાયઃ- કાર્યોમાં મોડું થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડી અચલ સંપત્તિ મળવાના યોગ છે. અચાનક ધન પ્રાપ્તિ પણ થઇ શકે છે. કોઇ લોટરી કે વીમા માધ્યમથી પણ ધનલાભ થવાની આશા છે. આ સમય આર્થિક સાધન અને રૂપિયા તમે પ્રાપ્ત કરી શકો છો.

નેગેટિવઃ- પરિવારના થોડાં લોકોનો વ્યવહાર તમારી ભાવનાઓને આહત કરી શકે છે. થોડી વિષમ પરિસ્થિતિઓ પણ નિર્મિત થશે. થોડાં લોકોનો વ્યવહાર વિનમ્ર રહેશે.

લવઃ- આજે તમને કેતુની સ્થિતિ સહયોગ કરશે.
વ્યવસાયઃ- નાના કાર્યો માટે પણ તમારે મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- વિના કારણે યાત્રાઓ કરવી નહીં.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ વર્ષ ખૂબ જ ઉત્તમ ફળદાયી રહેશે. જો તમે બેંકિગ, મેનેજમેન્ટ અથવા વ્યવસ્થાપન ક્ષેત્ર સાથે જોડાયેલાં છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. ભાઇ અને બહેનોના જીવનમાં ખુશહાલી આવશે.

નેગેટિવઃ- તમારી સર્જનાત્મક ક્ષમતા ગુપ્ત રહેશે. આ બધા સિવાય તમારે કુસંગતિથી બચવું જોઇએ નહીંતર અભ્યાસ ઉપર ખરાબ અસર પડી શકે છે.

લવઃ- પ્રેમી કોઇ મામલે ખોટું બોલી શકે છે. હકીકત જાણીને તમને કષ્ટ પહોંચશે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- કાનૂની મામલાઓમાં પડીને ચિંતા કરવાથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં પણ તમે પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કરશો. નિષ્ઠા સાથે પ્રયાસ કરશો તો રૂપિયાને લઇને પરેશાની થશે નહીં.

નેગેટિવઃ- તમારે અન્ય લોકો માટે કામ કરવું પડી શકે છે. કોઇપણ વ્યાવસાયિક યાત્રા કરતાં પહેલાં તે યાત્રા તમારી માટે લાભકારી છે કે નહીં તેની તપાસ કરી લો.

લવઃ- પ્રેમીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- વેપાર-વ્યવસાય માટે સમય અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર સંયમ રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નવા વિષયમાં તમારો રસ વધી શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને બચત કરવામાં સફળતા મળશે. કોઇ જગ્યાએથી અચાનક લાભ પણ મળી શકે છે. યાત્રાઓ સાથે જોડાયેલી નોકરી કરતાં લોકો માટે ધન એકઠું કરવાનો સમય છે.

નેગેટિવઃ- આ સમયે થોડાં એવા ખર્ચા પણ સામે આવી શકે છે, જેની તમને આશા નહીં હોય. આ પ્રકારની આર્થિક સમસ્યાઓ તમારા દિમાગની શાંતિ ભંગ કરવામાં કામ કરશે.

લવઃ- તમને અનુકૂળ ફળ મળશે.
વ્યવસાયઃ- વ્યાપારિક સોદાના માધ્યમથી સારો લાભ કમાઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે બુદ્ધિજીવિઓની સંગતમાં રહેશો. તમે તમારી કુશાગ્ર બુદ્ધિના કારણે અભ્યાસ સાથે જોડાયેલાં મામલાઓમાં યોગ્ય નિર્ણય લઇ શકશો. વેપાર-વ્યવસાયના માધ્યમથી લાભનો સમય રહેશે.

નેગેટિવઃ- ધન-સંપત્તિના મામલે સાવધાનીથી રોકાણ કરો. જોખમવાળી પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ અંકુશ લગાવીને આગળ વધો.

લવઃ- તમારી જિદ્દ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ- આજે કામ પૂર્ણ થવામાં મોડું થશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...