તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારનું રાશિફળ:રવિવારે પુષ્ય નક્ષત્ર સાથે ત્રણ શુભયોગ, તુલા સહિત 4 રાશિનો રવિવાર સુધરશે, વેપાર-ધંધા અને નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે કર્ક અને મીન રાશિના જાતકોને મળી શકે ગ્રહોનો સાથ, ખર્ચ વધવાના અને નુકસાન થવાના યોગ સર્જાઈ રહ્યા છે

11 જુલાઈ, રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી શ્રીવત્સ નામનો યોગ બની રહ્યો છે. સાથોસાથ સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ શુભયોગ પણ બનશે. ગ્રહોની આ સ્થિતિનો ફાયદો ઘણા બધા જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે આજે મેષ રાશિના નોકરિયાત જાતકોને પ્રશંસા પ્રાપ્ત થશે અને જોખમી કામોમાં પણ ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. કામકાજમાં સારી તકો પ્રાપ્ત થશે. તુલા રાશિના નોકરિયાત લોકોથી તેમના ઉપરી અધિકારીઓ પ્રસન્ન રહેશે અને બિઝનેસમાં પણ ફાયદો થશે. તે ઉપરાંત કુંભ રાશિના નોકરિયાત લોકોને પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે.

આજે કર્ક રાશિના જાતકોને મહેનતનો ફાયદો ન મળવાથી મન દુઃખી રહેશે. ખર્ચો પણ વધશે. મીન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. નુકસાન થવાના યોગ સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત આજે વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

11 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે તમારી કાર્યકુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. પરંતુ ભાવનાઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લો, તેનાથી ઉત્તમ પરિણામ મળશે. રિસ્કને લગતા કાર્યોમાં તમને વિશેષ ફાયદો થવાનો છે.

નેગેટિવઃ- અફવાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપશો. કોઇ વ્યક્તિ દ્વારા ગેરસમજ ઊભી કરવાથી તમારી પરેશાનીઓ વધશે. સાથે જ કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમા બનાવેલી યોજનાઓનું ઉત્તમ ફળ મળી શકે છે.

લવઃ- વ્યસ્તતા સિવાય ઘર-પરિવારને પ્રાથમિકતા આપનાર વાતાવરણને સુખમય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન અને છાતિમાં બળતરા જેવી તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ મળી શકે છે. સાથે જ, કોઈ યોજનાના શરૂ થવાથી મનમાં સુખ અને સુકૂન મળી શકે છે. થોડો સમય તમારા રસના કાર્યો માટે પણ જરૂર કાઢો. તેનાથી તમને આત્મિક સુખ મળી શકે છે.

નેગેટિવઃ- નિર્ણય લેવામાં એટલે વધારે સમય ન લગાવો કે સફળતા તમારા હાથમાંથી સરકી જાય. મામા પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારી વાણી અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર રોકાણ કરવા માટે હાલ સમય અનુકૂળ નથી.

લવઃ- વ્યર્થના પ્રેમ સંબંધ અન મનોરંજન વગેરેમા સમય ખરાબ ન કરો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવા અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરી લેશો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારો કોઈ સામાન ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ કરો. બાળકોને કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં તમારો સહયોગ જરૂરી છે. તેથી તેમાં સુરક્ષાની ભાવના આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરો.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ જેવી હળવી પરેશાનીને ગંભીરતાથી લેશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા સપના અને આશાને સાકાર કરવાનો દિવસ છે. અન્ય લોકોની સલાહની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને અમલ કરો. પ્રકૃતિ તમારા માટે શુભ અવસર બનાવી રહી છે.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ વધારે રહી શકે છે. કોઈ બહારના વ્યક્તિની દખલ પોતાના પરિવાર અને વ્યવસાય ઉપર થવા દેશો નહીં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં થોડી ચિંતા રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગોથી દૂર રહો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં આસ્થા વધારવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત થઈ જશે. આર્થિક મામલે પણ સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે.

નેગેટિવઃ- ફોન અને મિત્રોમા જ વ્યસ્ત રહીને તમે તમારો સમય ખરાબ ન કરો. ક્યારેક તમારી મરજી અને અતિ આત્મવિશ્વાસ તમને દગો આપી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ સુધારની શક્યતાઓ છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. આજે કોઈ સપનું સાકાર થવાનું છે એટલે ખૂબ જ મહેનતથી કામ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક શુભ અવસર લાવી રહી છે.

નેગેટિવઃ- આજે કોઈપણ કારણોસર કામને ટાળવાની કોશિશ ન કરો. કેમ કે આ કારણે અનેક કાર્યોમાં મોડું થઈ શકે છે. તમારી બોલચાલની રીત નરમ રાખો. ખરાબ શબ્દોનો પ્રયોગ લોકોમાં નિરાશા લાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગિઓનો કાર્ય પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર તમારા માટે સૌથી પહેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ઉપર રહેશે. તેમનો આદર સત્કાર કરો. બાળકો તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહી શકે છે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા તથા તમારા પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓ ઉપર અંકુશ રાખો. ખર્ચ વધારે રહી શકે છે. એટલે તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલો.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓનો કોઇ ટાર્ગેટ પૂર્ણ થવાથી બોસ તથા ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે પણ થોડો સમય મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કામ વધારે રહેશે. એટલે આરમ અને મોજ મસ્તીમાં ધ્યાન ન આપીને તમારા કામ પ્રત્યે એકાગ્ર રહો. ઘરમાં પણ નવી સજાવટને લઇને થોડી યોજનાઓ બનશે તથા પારિવારિક સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઈપણ કાર્ય કરતી સમયે બેદરકારી ન કરો. કેમ કે ચોરી થવા કે કોઈ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. અન્ય લોકોની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં ગેરસમજ ઊભી થવા ન દે.

સ્વાસ્થ્યઃ- તણાવનો પ્રભાવ તમારી પાચન પ્રણાલી ઉપર પડશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને સંપન્ન કરો. તમારા સંપર્ક વધારો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં પણ ફાયદાકારક ડીલ થઈ શકે છે. મન પ્રમાણે કાર્ય બનતા જશે.

નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા ન દો. તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. સાથે જ થોડી જૂની નકારાત્મક વાતોના કારણે નજીકના સંબંધીઓમાં પણ ખટાસ આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો

લવઃ- પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક મનમાં થોડા નકારાત્મક વિચાર આવી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોને લઇને કોશિશ કરી રહ્યા હતાં, આજે તે કાર્યોના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે.

નેગેટિવઃ- કોઈ પેમેન્ટને લગતા કાર્યોમાં તથા સંપર્કોને વધારે મજબૂત કરવામાં તમારો સમય ન લગાવો. બહારના સ્ત્રોતથી કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતાઓ છે. તમારા પેપર અને ડોક્યૂમેન્ટ પૂર્ણ રાખો

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતા કાર્યોમાં તથા સંપર્કોને વધારે મજબૂત કરવામાં તમારો સમય લાગશે.

લવઃ- પતિ-પત્ની બંને જ પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. એટલે તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બપોર પછી વધારે લાભની સ્થિતિ બની રહી છે. આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં સારું પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ન લગાવો. તમારી યોજનાઓને તરત શરૂ કરો. ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકની સ્થિતિ પણ સારી રહેવાથી પરેશાની થશે નહીં.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાયને લગતા નવા સ્ત્રોત ઊભા કરી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે, તમારા કામ યોગ્ય રીતે બનતા જશે.

નેગેટિવઃ- ભાવુકતા અને આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આ કારણે થોડી સફળતા હાથમાંથી સરકી પણ શકે છે. ઘરના વડીલોને પણ તમારી દેખરેખની જરૂરિયાત છે. એટલે તેમનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં માલને લગતી કોઈ સમસ્યા આવવાતી નુકસાન થઈ શકે છે.

લવઃ- મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુ-ગેધરને લગતો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.