તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારનું રાશિફળ:સોમવારે મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું, ઈર્ષ્યાની ભાવનાથી કોઇ તમારું નુકસાન કરી શકે છે

16 દિવસ પહેલા
  • વૃશ્ચિક-મીન રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે, કન્યા રાશિને પ્રમોશનના યોગ
  • તુલા રાશિના નોકરિયાત જાતકો માટે અનુકૂળ સમય

11 જાન્યુઆરી, સોમવારના રોજ વૃદ્ધિ તથા પદ્મ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ બંને શુભ યોગમાં દિવસની શરૂઆત થવાને કારણે 9 રાશિ માટે દિવસ સારો રહેશે. મેષ રાશિના જાતકો માટે આજે વેપાર સાથે જોડાયેલું અટકેલું કામ અથવા અટકાયેલા પૈસા પાછા મળી શકે છે. આજે અચાનક કોઈ મુશ્કેલ કામ પૂરું થવાને કારણે વૃષભ રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે. કર્ક રાશિના જાતકોને આજે નવી જવાબદારી મળી શકે છે અને નવા ફાયદાકારક સંપર્ક પણ બનશે.તો સિંહ રાશિના જાતકોને જમીન સંબંધિત વ્યવસાયમાં સારી ડીલ થઈ શકે છે. કન્યા રાશિના નોકરિયાત જાતકો કામ પ્રત્યે સમર્પિત રહેશે. આ સાથે જ કોઈ પણ પ્રકારનું બોનસ કે પ્રમોશનના યોગ પણ બની રહ્યાં છે. તુલા રાશિના નોકરિયાત જાતકોને નવી ઉપલબ્ધિ મળી શકે છે. આ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. આ સાથે જ વૃશ્ચિક રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મકર રાશિના જાતકો જોખમી રોકાણ કરશે તો ફાયદો મળશે. આજે ગ્રહ-નક્ષત્રની સ્થિતિ મીન રાશિ માટે ફાયદાકારક રહેશે. મિથુન, ધન તથા કુંભ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

11 જાન્યુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થશે. કોર્ટ કેસને લગતી કાર્યવાહી તમારા પક્ષમાં રહેશે. તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો સામે આવી શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી બચવું, થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. તમારા થોડા નજીકના લોકો જ ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહો.

વ્યવસાયઃ- વેપારને લગતો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તે પૂર્ણ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી પરેશાનીઓને કોઇ શુભચિંતક કે નજીકના વ્યક્તિ સામે જાહેર કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત મામલે વધારે રસ લેશો. તમે તમારા મન પ્રમાણે સમય પસાર કરવાથી તણાવ દૂર થશે. તાજગી અનુભવ થશે. અચાનક કોઇ મુશ્કેલ કાર્ય સંપન્ન થવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- ઘરને લગતાં કાર્યોમાં ખર્ચ વધી શકે છે. એટલે બજેટનું ધ્યાન રાખવું. તમારા ગુસ્સાના કારણે થોડા સંબંધોમાં મનમુટાવ પણ આવી શકે છે. કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ધૈર્ય રાખો.

વ્યવસાયઃ- દૂરના ક્ષેત્ર દ્વારા તમારા સંપર્ક બનશે અને બિઝનેસને લગતા નવા કરાર મળવાની સંભાવના છે.

લવઃ- વિના કારણે ગુસ્સો અને ચીડિયાપણું ઘરના વાતાવરણમાં તણાવ ઉત્પન્ન કરશે.

સ્વાસ્થ્યઃ- વાયુ તથા સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું તમારા કાર્યો પ્રત્યે વધારે ગંભીર અને જાગરૂત રહેવું લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે. વિવિધ લોકો દ્વારા લાભદાયક સંપર્ક બનશે જેનાથી તમારા વ્યક્તિત્વ તથા વિચારશૈલીમાં નવીનતા આવશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે. તમારી થોડી આશા પણ તૂટી શકે છે. ખરીદદારી કે મનોરંજનને લગતાં કાર્યોમાં ખર્ચ કરતાં પહેલાં તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઇપણ પ્રકારનું રોકાણ કરશો નહીં.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા નવા ફાયદાકારક સંપર્ક બનશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. એકબીજાને મળવાથી પ્રસન્ન રહેશો. અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધારે રહેવાથી તમારા સ્વભાવમાં વધારે પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- પરંતુ કોઇ બેદરકારીના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. તમારી પર્સનલ વાતો કોઇ સામે જાહેર ન કરો. બાળકોની કોઇ ગતિવિધિને લઇને મન પરેશાન રહેશે. પરંતુ કોઇ નજીકના વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવાથી સમસ્યાનું સમાધાન મળશે.

વ્યવસાયઃ- વેપારમાં પ્રત્યેક ગતિવિધિ ઉપર ખૂબ જ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ વિશ્વસનીય વ્યક્તિ સામે તમારી સમસ્યાઓને જાહેર કરવાથી તમને યોગ્ય સલાહ મળશે. કામ વધારે હોવા છતાં સંબંધીઓ તથા મિત્રો સાથે તમારા સંબંધો સારા રહેશે. અન્યની મદદ કરવી પણ તમને હાર્દિક પ્રસન્નતા આપશે.

નેગેટિવઃ- કોઇ સાથે વધારે વાતચીત કરીને સમય નષ્ટ ન કરો. તમારા કામથી જ કામ રાખો. ખર્ચ વધારે રહેશે. વિદ્યાર્થી વર્ગ મિત્રો સાથે મોજ-મસ્તીમાં વધારે સમય પસાર કરવાના કારણે અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે નહીં.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં ઇચ્છિત પરિણામ મળવાની આશા છે.

લવઃ- બહારના સંબંધોને મધુર જાળવી રાખવા સાથે-સાથે ઘરના વાતાવરણને પણ સુખમય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ તમને કષ્ટ આપી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો ઘર પરિવર્તન કે સુધારને લગતી કોઇ યોજના બની રહી છે તો તેને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. આ સમયે તમે દરેક મુશ્કેલ કામને કઠોર મહેનત દ્વારા પૂર્ણ કરી શકશો. આ સમયે કોઇ પ્રોપર્ટીના કારણે લોન લેવાની સ્થિતિ બની શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. ક્યારેક કોઇ ઇચ્છિત પરિણામ ન મળવાથી તમે પરેશાન રહેશો. કોઇ વિશ્વસનીય મિત્રને તમારી સમસ્યા જણાવો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકો પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા માટે તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો. સફળતા પણ પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યામાં તેમની મદદ કરવાથી તેમનામાં સુરક્ષાની ભાવના આવશે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી મુંજવણ અને સમસ્યાઓ વધી શકે છે. તમે દરેક મુશ્કેલીનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો સાથે વ્યવહાર કરતી સમયે તમારી પ્રતિષ્ઠાનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલીની રીત ખૂબ જ ઉત્તમ રહેશે.

લવઃ- પતિ-પત્ની મળીને એકબીજા સાથેના તાલમેલ દ્વારા ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય અને સમય બંને તમારા પક્ષમાં સારી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. કોઇ રાજનૈતિક મદદ મળવાથી તમારું અટવાયેલું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો.

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતા મામલાને લઇને કોઇની સાથે વાદ-વિવાદ સંભવ છે. આ સમયે વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાની સાથે કરો. તમારા કોઇ નજીકના સંબંધી તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કમીશન, વીમા, ટેક્સ વગેરેને લગતા વ્યવસાયમાં સફળતા મળી શકે છે.

લવઃ- પરિવારના સભ્યો સાથે ધર્મસ્થળે જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી, ગેસ વગેરે જેવી સમસ્યાઓ પરેશાન કરશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા મન પ્રમાણે કાર્યો કરવામાં વિતાવો. અનુભવી તથા વિદ્વાન વ્યક્તિઓના સાનિધ્યમાં સમય પસાર થશે. તેની પોઝિટિવ અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ અજાણ કે અપરિચિત વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. મનોરંજન સાથે-સાથે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા ઉપર કંટ્રોલ રાખો. કોઇ અન્યની ભૂલનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે.

લવઃ- પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાથી રાહત મળશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે જે કામને કરવાનું મનમાં વિચારી રહ્યા છો, તે કામને પૂર્ણ કરીને જ રહેશો. સાથે જ કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ પણ તમારી મદદ કરશે. સામાજિક કાર્યોમાં તથા કોઇ સમાજસેવી સંસ્થામાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન ન આપી શકવાના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે ખોટી આદતોથી અને ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ- આજે નવા કાર્યો કરવાની યોજના બનશે.

લવઃ- કોઇ પ્રિય વ્યક્તિ સાથે કોઇ દુર્ઘટના બને તેવા સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો. પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત સફળ થશે. કોઇ સંબંધીને ત્યાં માંગલિક કાર્યમાં જવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લગતી ચિંતા રહેશે. પાડોસીઓ સાથે ઝઘડો અને મનમુટાવ જેવી સ્થિતિ રહેશે. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખશો.

વ્યવસાયઃ- આજે વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટેની યોજના બનશે. ઘણા સમયથી કોઇ પેમેન્ટ અટવાયેલું હતું તે આજે પાછું મળી શકે છે. કોઇ જમીન-જાયદાદને લગતાં કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- દિવસનો બીજો પક્ષ થોડો પ્રતિકૂળ પ્રભાવ આપનાર રહેશે. બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. કોઇ ભાડુઆતને લગતા મામલે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- જો વેપારને વધારવા માટે કોઇ પાર્ટનરશિપને લગતાં કાર્યોને કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના ઉપર વિચાર શરૂ કરી દો.

લવઃ- પરિવારમાં એકબીજાનો તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser