શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કુંભ રાશિના જાતકોએ ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવવો, ધનની બાબતે સાવધાન રહેવું

2 વર્ષ પહેલા
  • શુક્ર-ચંદ્રની યુતિની સાત રાશિ પર મિશ્ર અસર
  • મકર-મીન સહિત પાંચ રાશિ માટે સારો દિવસ

11 ડિસેમ્બર, શુક્રવારના રોજ ચંદ્રમા તુલા રાશિમાં શુક્રની સાથે આખો દિવસ રહેશે. આ બે ગ્રહોની યુતિને કારણે કેટલાક જાતકો માટે દિવસ ખર્ચાળ રહેશે. સ્વાતિ નક્ષત્રને કારણે ગદ નામનો અશુભ યોગ બની રહ્યો છે. ગ્રહ-નક્ષત્રની આ અશુભ સ્થિતિની અસર અનેક જાતકો પર પડશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે, જ્યારે મેષ, કન્યા, તુલા, વૃશ્ચિક તથા કુંભ રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે.

11 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓ પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. આજે કોઇ જમીન ખરીદદારીને લગતાં કામ પૂર્ણ થઇ શકે છે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું યોગદાન તમને માનસિક શુકન પ્રદાન કરશે અને માન-સન્માન પણ વધારશે.

નેગેટિવઃ- મિત્રો કે નજીકના સંબંધીઓની ગતિવિધિઓથી અજાણ ન રહો. આ લોકો તમારી વિરુદ્ધ કોઇ ખોટી યોજના કે અફવા ફેલાવી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- કાર્યને લગતી કોઇ લાભદાયક યાત્રા થઇ શકે છે. ભવિષ્ય અંગે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યની રૂપરેખા બની શકે છે.

લવઃ- ઘરમાં વાતાવરણ સારું જળવાયેલું રહેશે. દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લેવી બંનેના સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ પ્રભાવ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા માટે સારી ધનદાયક પરિસ્થિતિ બની રહી છે. પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ પર કામ કરો. આજે તમે તમારી કોઇ નકારાત્મક વાતને છોડવાનો પણ સંકલ્પ કરો. વિદ્યાર્થીઓના કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન થવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. મિત્રો સાથે કે આળસને કારણે તમારો સમય નષ્ટ ન કરો. જો કોઇ પ્રકારના ઉધારની લેવડ-દેવડ અંગે વાત ચાલી રહી છે તો આજે તેને ટાળો.

વ્યવસાયઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારી વ્યાવસાયિક પરેશાની ઉકેલાઇ જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ અન્યના દખલને કારણે તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને ગેસની પરેશાની રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવશે. ઘરના વડીલોનો પણ આશીર્વાદ અને સહયોગ મળશે. બાળકોને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને શરૂ કરતાં પહેલાં એ અંગે યોગ્ય વિચાર કરો. કોઇ અનુભવી વ્યક્તિની પણ સલાહ લો. થોડા સ્પર્ધીઓ તમારા માટે પરેશાનીઓનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થિતિઓ વધારે સારી રહી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર અને ડાયાબિટીસના લોકોએ પોતાનું ધ્યાન રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના શરૂ થવાની સંભાવના છે. તમારો સંતુલિત વ્યવહાર તમને શુભ અને અશુભ દરેક પરિસ્થિતિઓમાં તાલમેલ જાળવી રાખવામાં મદદ કરશે.

નેગેટિવઃ- કોઇપણ ખોટી વાત પર ગુસ્સો કરવાની જગ્યાએ સમજણથી કામ લેવું, નહીંતર પરિસ્થિતિઓ વધારે ખરાબ થઇ શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

વ્યવસાયઃ- પ્રભાવશાળી લોકો સાથે સંબંધ ખરાબ ન કરો.

લવઃ- લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે આસ્થા રહેશે. તમારું પ્રભાવશાળી તથા પોઝિટિવ વ્યક્તિત્વ અન્ય માટે ઉદાહરણ બનશે. આ સ્વભાવ તમારા કાર્યને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

નેગેટિવઃ- થોડાં વ્યક્તિગત કાર્યોમાં બિનજરૂરી કારણોને કારણે વિઘ્ન આવી શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવું યોગ્ય છે. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ મેળવવામાં સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- કુંવારા લોકો માટે લગ્ન માટે સારા અવસર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ અને પુરુષાર્થ તમારા દરેક કામમાં સફળતા અપાવશે. આ સમયે તમારા દિમાગની જગ્યાએ હૃદયનો અવાજ સાંભળો. કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ક્યારેક વધારે કામને કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. ઘરની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં પરિવારજનોને સહયોગ આપો. ભાઇઓ સાથે મધુર સંબંધ જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે મોટા ભાગનો સમય માર્કેટિંગને લગતાં કાર્યોમાં પસાર થઇ શકે છે.

લવઃ- ઘરના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે છેલ્લી થોડી ખામીથી શીખીને તમારી દિનચર્યામાં વધારે સુધારો લાવવાની કોશિશ કરો, જેમાં તમને સફળતા મળશે. પ્રતિષ્ઠિત લોકો સાથે સમય પસાર કરવો તમારી અંદર પોઝિટિવ પરિવર્તન લાવશે. આ સમયે અટવાયેલાં કામ પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- વડીલ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં સંકોચ ન કરો. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે, એટલે સાવધાન રહો.

વ્યવસાયઃ- આ સમયે પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને પૂર્ણ કરવાની યોજના બનશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- થોડા અચાનક જ મોટા ખર્ચ સામે આવશે. આ સમયે તમારું બજેટ જાળવીને રાખો. કોઇ મોટી સમસ્યા પણ સામે આવશે. તમારા શુભચિંતકો સાથે આ વિષય અંગે ચર્ચા-વિચારણા કરવાથી યોગ્ય ઉકેલ પણ પ્રાપ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ- અનેક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો, જેથી તમે સારા નિર્ણય લઇ શકો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરની કોઇ વ્યક્તિની સારી સફળતામાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આજે એવું પ્રતીત થશે જાણે કોઇ દૈવીશક્તિના આશીર્વાદ તમારા પર છે. તમારી પ્રતિભાઓને ઓળખો.

નેગેટિવઃ- જમીનને લગતાં કાર્યોને લઇને કાગળિયામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આ સમયે વિવેક અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. કોઇ વારસાગત મામલો ઊભો થવાથી વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં થોડો સુધારો લાવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરની નાની-નાની નકારાત્મક વાતોને નજરઅંદાજ કરો.

સ્વાસ્થ્યઃ- વધારે કામના દબાણને કારણે પગમાં દુખાવો અને થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર પરિવાર તથા સમાજ બંને જગ્યાએ તમને યોગ્ય માન-સન્માન અપાવશે. આ સમયે જો પ્રોપર્ટીને લગતું કોઇ કામ અટક્યું છે તો એને પણ પૂર્ણ કરવા માટે ઉત્તમ સમય છે.

નેગેટિવઃ- ઉધારને લગતાં કોઇપણ પ્રકારનાં કાર્યોથી દૂર રહો. કોઇ દગાબાજી થવાની સંભાવના છે. કોઇપણ કામમાં વધારે વિચાર કરશો નહીં. તેનાથી ઉત્તમ સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં લીધેલો કોઇપણ નિર્ણય યોગ્ય સાબિત થઇ શકે છે અને સફળતા પણ મળશે.

લવઃ- તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામાં તમારા જીવનસાથી અને પરિવારજનોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનને કારણે પેટમાં દુખાવા અને ગેસની ફરિયાદ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજની સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ જાળવી રાખો. આ સમયે જે લોકો તમારી વિરૂદ્ધ હતા આજે તેઓ તમારા પક્ષમાં આવી જશે અને કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં જશે.

નેગેટિવઃ- જો કોઇને વચન આપ્યું છે તો એને પૂર્ણ કરો, નહીંતર સમાજમાં તમારી છાપ ખરાબ થઇ શકે છે. કોઇપણ પ્રકારના રોકાણને હાલ ટાળો. આ સમયે ધનને લગતું કોઇ નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં કોઇપણ નવું કામ શરૂ કરતાં પહેલાં ઘરની વડીલ વ્યક્તિની સલાહ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જી પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી સારી-ખરાબ વાતોને સમજવાની ઓળખ કોઇપણ પરિસ્થિતિમાં તમને તાલમેલ જાળવી રાખવામાં મદદ કરશે. ઘરમાં કોઇ ધાર્મિક ઉત્સવના આયોજનની યોજના બનશે. ઘરમાં પરિવારજનો સાથે સમય પસાર કરીને તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડા લોકો ફાયદો પણ ઉઠાવી શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગતનું પણ ધ્યાન રાખો. તેમને પોઝિટિવ કાર્યમાં વ્યસ્ત રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જે તમે ફેરફારની યોજના બનાવી રહ્યા છો એના પર હાલ અમલ કરવા માટે યોગ્ય સમય નથી.

લવઃ- ઘરમાં મહેમાનોના આવવાથી વાતાવરણ અને મૂડમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસની તકલીફ રહેશે.