10 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે પહેલાં તમારું આત્મ અવલોકન કરો. જેથી તમારી અંદર માનસિક શાંતિ અને ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.
નેગેટિવઃ- બીજા લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. કોઇપણ યાત્રા કરવા માટે આજનો દિવસ ઉત્તમ નથી.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારો ઠાઠ જળવાયેલો રહેશે.
લવઃ- કોઇ જૂના મિત્રના મળવાથી તમારી જૂની યાદો તાજા થશે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.
---------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ઘરના સમારકામ અને સુધાર હેતુ થોડી યોજનાઓ બનશે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી તમારું કામ વધારે સરળ થઇ જશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયર સાથે સંબંધિત સફળતા પ્રાપ્ત થવાથી તણાવમાંથી છુટાકારો મળશે.
નેગેટિવઃ- આજે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી અતિ જરૂરી છે. કેમ કે, ઘરમાં વ્યસ્તતાના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. જેના કારણે આર્થિક નુકસાન પણ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ તથા કામને લગતી ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહીં.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી હળવી પરેશાની રહેશે.
---------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે. એટલે તમારું ધ્યાન તમે પેમેન્ટને એકઠું કરવામાં જ કેન્દ્રિત કરો. તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ કાર્ય કરવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. તમારું બજેટ જાળવી રાખો. તમારા વ્યવહારને થોડો સંયમિત જાળવી રાખવો પણ અતિ જરૂરી છે.
વ્યવસાયઃ- થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ દ્વારા તમને વ્યવસાય સંબંધિત નવા કરાર મળશે.
લવઃ- ઘરમાં કોઇ વાતને લઇને તણાવનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે હોર્મોન સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે.
---------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- રોજની દિનચર્યાથી અલગ પોતાની રીતે સમય પસાર કરવો તમને ઊર્જાવાન તથા તણાવમુક્ત કરશે. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય વ્યતીત થશે.
નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરશો નહીં. સાથે જ, કોઇ મોટું રોકાણ કરતાં પહલાં તેના અંગે યોગ્ય રીતે વિચાર-વિમર્શ કરી લો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય લાભ ન મળવાથી મન નિરાશ રહી શકે છે.
લવઃ- કામ વધારે હોવાના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહેશે.
---------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક કાર્યોના આયોજનને લગતાં કોઇ કાર્ય પૂર્ણ થશે. મોટાભાગનો સમય ધર્મ-કર્મને લગતાં કાર્યોમાં પસાર થશે. ઘરમાં પોઝિટિવ ઊર્જા રહેશે. આજે અટવાયેલું સરકારી કામ પૂર્ણ થશે.
નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર ધ્યાન રાખો. આ સમયે બાળકોને ખીજાવાની જગ્યાએ તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવો તેમના ઉછેર માટે યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને લગતી ગતિવિધિઓમાં તમારી યોજનાઓ તથા કાર્યપ્રણાલીને કોઇ સામે જાહેર કરશો નહીં.
લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોના લીધે થોડો વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
---------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તથા અન્ય લોકો પ્રત્યે સહયોગની ભાવના સમાજમાં પ્રતિષ્ઠા વર્ધક રહેશે. તમારી રહેણી-કરણી તથા કોમળ વ્યવહાર તમારી છાપમાં વધારે નિખાર લાવશે.
નેગેટિવઃ- જમીનને લગતી ખરીદી કે વેચાણ કરવાની યોજના હાલ ટાળી દેશો તો યોગ્ય રહેશે. હાલ ગ્રહ-સ્થિતિ આ કાર્ય માટે તમારા પક્ષમાં નથી.
વ્યવસાયઃ- તમારી પાર્ટીઓ તથા સંપર્ક સૂત્રો સાથે ફોન ઉપર વાતચીત કરો. નવો ઓર્ડર મળવાની સંભાવના છે.
લવઃ- વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય પરિવાર માટે પણ કાઢો.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસના કારણે પરેશાન રહેશો.
---------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ ઉપલબ્ધિદાયક છે. તમે તમારી ક્ષમતા અને પ્રતિભા દ્વારા કોઇ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઘરના વડીલોની દેખરેખ અને સેવાભાવ તમારા ભાગ્યમાં વધારે વૃદ્ધિ કરશે.
નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોની અસર વર્તમાન સ્થિતિ ઉપર પડી શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા પેપરને લગતાં કાર્યો અધૂરા છોડશો નહીં.
લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- ભાગદોડના કારણે પગમાં દુખાવો અનો સોજાની સમસ્યા રહેશે.
---------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વિચાર વિમર્શ કરવા માટે બધા જ પરિવારના સભ્યોની સલાહ લો. તમારા જીવનમાં થોડા અનિચ્છનીય ફેરફાર આવી રહ્યા છે. તેનો સ્વીકાર કરો.
નેગેટિવઃ- તમારી બોલચાલની દૃષ્ટિમાં મધુરતા જાળવી રાખવી જરૂરી છે. અજાણ્યા લોકો સાથે કોઇપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કામમાં ફેરફાર લાવવા માટે વધારે વિચારવાની જરૂરિયાત છે.
લવઃ- પારિવારિક જીવન ખુશહાલ રહેશે.
સ્વાસ્થ્યઃ- માઇગ્રેન તથા માથાના દુખાવાની સમસ્યા રહેશે.
---------------------------
ધનઃ-
પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓ મળવા આવી શકે છે. એકબીજાને મળવાથી ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું રહેશે. ધાર્મિક તથા અભ્યાસને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.
નેગેટિવઃ- તમારી જે યોજના અન્ય સામે જાહેર થઇ જાય છે. તેને પૂર્ણ થવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે. તમારી ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે કરશો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોજના સાથે કામ કરવાથી મોટાભાગનું કામ સમયે પૂર્ણ થશે.
લવઃ- દાંપત્ય જીવનમાં નાની-મોટી વાતોને વધારવાની જગ્યાએ તેને નજરઅંદાજ કરો.
સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનની કારણે ગેસની સમસ્યા રહેશે.
---------------------------
મકરઃ-
પોઝિટિવઃ- રાજનૈતિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે તથા આ સંપર્ક તમારા માટે શુભ તક પણ લઇને આવશે. આજે સંપત્તિને લગતો કોઇ વિવાદ પણ ઉકેલાઇ શકે છે.
નેગેટિવઃ- કોઇ પ્રકારની દુર્ઘટના જેવી ગ્રહ સ્થિતિઓ બની રહી છે. આજે કોઇપણ યાત્રા ટાળો અને વાહનનો ઉપયોગ કરશો નહીં. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસની જગ્યાએ મોજ-મસ્તીમાં વધારે લાગશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે થોડી સમજણ અને સમજદારીથી કામ લેવું તમારા માટે ફાયદાકારક સ્થિતિ બનાવશે.
લવઃ- તમારા દરેક પગલે જીવનસાથીનો સહયોગ તમારા આત્મબળને વધારે મજબૂત કરશે.
સ્વાસ્થ્યઃ- વરસાદના કારણે એલર્જીને લગતી ફરિયાદ અનુભવ થશે.
---------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- નજીકના મિત્રો સાથે મળવાનું તથા મનોરંજનમાં સમય પસાર કરવો તમારી દિનચર્યામાં ફેરફાર લાવશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ ઉત્સવભર્યું રહેશે.
નેગેટિવઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. સમસ્યા વધવાથી ઘર અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. તમે તમારી ચિંતાને ઘરના અન્ય લોકો સામે જાહેર કરો.
વ્યવસાયઃ- મીડિયાને લગતાં સંપર્કોનો વધારે ઉપયોગ કરો.
લવઃ- લગ્ન સંબંધોના કારણે ઘર અને પરિવારમાં બદનામીની આશંકા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
---------------------------
મીનઃ-
પોઝિટિવઃ- અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો તમારા વ્યક્તિત્વને નિખારશે. તેમના અનુભવ દ્વારા તમને તમારી યોજનાઓને ગતિ આપવામાં મદદ મળશે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો ઈર્ષ્યાની ભાવના સાથે તમારી વિરૂદ્ધ કોઇ અફવાહ કે ષડયંત્ર રચી શકે છે. આજે ગુસ્સાની જગ્યાએ બુદ્ધિથી કામ લેવું.
વ્યવસાયઃ- મોટાભાગના વ્યવસાયિક કાર્ય ઘરમાં રહીને ફોન તથા સંપર્કોના માધ્યમથી પૂર્ણ થતાં જશે.
લવઃ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝથી પરેશાન વ્યક્તિ બેદરકારી કરે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.