રવિવારનું રાશિફળ:રવિવારે મીન રાશિના લોકોએ ધૈર્ય અને સંયમથી કામ કરવું, પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેષ, ધન તથા મીન રાશિ માટે દિવસ ફાયદાકારક
  • મિથુન સહિત છ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

10 ઓક્ટોબરના રોજ આયુષ્માન તથા મૃત્યુ નામના એક શુભ તથા એક અશુભ યોગ બની રહ્યા છે. ચાર રાશિ માટે શુભ, 6 રાશિ માટે સામાન્ય તથા 2 રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક રાશિ માટે દિવસ સામાન્ય છે. કન્યા તથા કુંભ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. મેષ, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ ફાયદાકારક રહેશે.

10 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી ઈશ્વરીય સત્તા તથા અધ્યાત્મ ઉપર વધતો વિશ્વાસ તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો સંચાર કરી રહ્યો છે. તમે એક નવા જોશ અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો અને સફળ પણ રહેશો.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર તથા સંબંધીઓ સાથે પણ પસાર કરો. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે સંબંધોને સાચવવા પણ જરૂરી છે. બાળકોની કોઈ પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- ટૂર એન્ટ ટ્રાવેલ્સ, મીડિયા તથા કળાને લગતા કાર્યોમાં ગતિ આવશે

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ્ય ખાનપાન તમારા સ્વાસ્થ્યને ઉત્તમ જાળવી રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે નજીકના મિત્રો સાથે મુલાકાત તથા મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ મુદ્દા અંગે લાભદાયક ચર્ચા વિચારણાં પણ થશે. ઘરમાં બાળકોની કિલકારીઓને લગતી શુભ સૂચના મળવાથી સુખમય વાતાવણ રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્ય સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમારા કામનો ભાર ઘરના અન્ય સભ્યો સાથે વહેંચી લો નહીંતર તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આવક સાથે ખર્ચ પણ વધારે રહેશે

વ્યવસાયઃ- મીડિયા તથા માર્કેટિંગને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો

લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યક્ષમતાના બળે અનેક મહત્ત્વપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. જેથી વધારે સુકૂન મળશે. કોઈ નજીકના સંબંધી ઘરે આવવાથી સમય સુખમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં ગંભીરતાથી તેના અંગે વિચાર કરો. કોઈ બહારના વ્યક્તિની તમારા પરિવારમાં દખલ ઘરની સુખ-શાંતિ ભંગ કરી શકે છે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર ન કરો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ જૂનો મતભેદ આજે ઉકેલાઈ જશે.

લવઃ- વ્યવસાયિક પરેશાનીઓને પોતાના ઘરની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી અને ઉધરસ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક કાર્યને લગતી ગતિવિધિઓ રહેશે. જેથી તમે પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. ઘરના વડીલોનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદય કારક રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નની વાત આગળ વધી શકે છે.

નેગેટિવઃ- આ સમયે સ્વભાવમાં ધૈર્ય તથા નરમી જાળવી રાખવી અતિ જરૂરી છે. ઉતાવળના કારણે તમારા અનેક બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. ઘરનું વાતાવરણ પણ નકારાત્મક થઈ શકે છે. પાડોસીઓ સાથે કોઈ મુદ્દે વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- મીડિયા સાથે જોડાયેલાં વેપારમાં આજે લાભ જોવા મળી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાંય થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા દિવસોથી ચાલી રહેલાં તણાવથી મુક્તિ મેળવવા માટે થોડો સમય બગીચામાં તથા પ્રકૃતિની નજીક પસાર કરો. તમારી પ્રતિભાઓને રચનાત્મક સંબંધી કાર્યોમાં લગાવો. કોઈ પ્રિય મિત્રને તમારી સમસ્યાઓ જણાવો.

નેગેટિવઃ- ઘરમાં કોઈ વાતને લઈને નકારાત્મક વાતાવરણ બની શકે છે. વાતને સમજદારી અને સમજણથી ઉકેલવાની કોશિશ કરો. બેદરકારી કે તણાવના કારણે તમે તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ રાખીને ભૂલી શકો છો.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયિક ગતિવિધિઓ મંદ જ રહેશે.

લવઃ- થોડો સમય તમારા જીવનસાથી તથા પારિવારિક લોકોના સાનિધ્યમાં પણ પસાર કરો

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ કાર્ય ઉતાવળમાં ન કરીને તેના દરેક સ્તર અંગે વિચાર કરી લો. તેનાથી તમે નિર્ણય લેવામાં વધારે સક્ષમ રહેશો. સાથે જ તમારી અંદર આત્મવિશ્વાસ અને પ્રતિભાનો પણ વિકાસ થશે.

નેગેટિવઃ- ઘરના વડીલ વ્યક્તિઓનું અપમાન અને અવહેલના ન કરો. તેમના આશીર્વાદ તથા સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. અકારણ ગુસ્સો અને શંકા કરીને જેવા વ્યવહારને પણ બદલવો જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે યુવાઓ વધારે જલ્દી નફો કમાવાના ચક્કરમાં કોઈપણ અનૈતિક કાર્યોને કરવામાં રસ ન લો,

લવઃ- પતિ-પત્નીમાં રોમેન્ટિક સંબંધ રહેશે

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ શારીરિક પરેશાનીથી આજે રાહત મળી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી ઉદારતા અને સહજ સ્વભાવથી લોકો આકર્ષિત થશે. તમારો આ જ વ્યવહાર તમારી સફળતાનું કારણ બનશે. વિદ્યાર્થી ગણ પણ પોતાના અભ્યાસને લગતા કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત રાખશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે મામલો વધારે ગુંચવાઈ શકે છે. એટલે સાવધાની જાળવો અથવા ટાળો. ધનના રોકાણને લગતા કાર્યોમાં તમે કોઈની વાતોમાં ન આવો

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી છાપને સારી જાળવી રાખવાના કારણે વેપારી પાર્ટીઓ તરફથી સારા ઓર્ડર મળી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે તમારું રક્ષણ કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે. તમને એવું લાગશે કે કોઈ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. તમારી કાર્યકુશળતા અને ક્ષમતાના વખાણ થઈ શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીના કારણે તણાવ રહેશે. તમારી સમસ્યાને બંને પક્ષની વાતો સાંભળીને ઉકેલવામાં આવશે. હાલ આવકના સાધનોમાં વધારે સુધારની આશા નથી,

વ્યવસાયઃ- આ સમયે મહેનત વધારે તથા પરિણામ ઓછું મળવાની સ્થિતિ રહેશે.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે પરિવારની દેખભાળ પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા તણાવથી છુટકારો મેળવવા માટે મનોરંજનને લગતા કાર્યો કરવાં. તેનાથી તમને શારીરિક અને માનસિક થાકથી મુક્તિ મળી શકે છે. પારિવારિક વાતાવરણ પણ સુખ-શાંતિભર્યું રહી શકે છે.

નેગેટિવઃ- તમારી આર્થિક ગતિવિધિઓને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી કે આળસ ન કરો. નહીંતર ઉધાર આપેલાં રૂપિયા મળવામાં મુશ્કેલી રહેશે. નજીકના મિત્રો કે ભાઈઓ સાથે કોઈપણ પ્રકારનો મનમુટાવ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સારો સુધાર આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિના કારણે થોડા મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ સમયે કરવામાં આવતી મહેનત તમારા ઉત્તમ ભાગ્યનું નિર્માણ કરશે. તમારી યોગ્યતા અને કાર્ય ક્ષમતા તમારા માટે નવી સફળતા તૈયાર કરશે. નજીકના સંબંધીઓ સાથે પણ સંબંધ વધારે મજબૂત થશે.

નેગેટિવઃ- આવકના સ્ત્રોતની જગ્યાએ ખર્ચ વધારે રહેવાના કારણે મન ક્યારેક પરેશાન રહી શકે છે. વર્તમાન સમયમાં નકારાત્મક વાતાવરણના કારણે આ વાત માટે તણાવ લેવો યોગ્ય નથી.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે જે મંદી તમારા વ્યવસાયમાં આવી હતી, તેનાથી હવે છુટકારો મળી શકે છે.

લવઃ- તમારી પરેશાનીઓને જીવનસાથી તથા પારિવારિક સભ્યો સાથે વહેંચો

સ્વાસ્થ્યઃ- ક્યારેક મનોબળ ઘટી શકે છે જેથી નિરાશા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધી ઘરે આવી શકે છે. ઘણાં સમય પછી બધાને મળવાથી બધા લોકો પોતાને આનંદ અનુભવ કરાવશે. સાથે જ કોઈ ખાસ મુદ્દે ચર્ચા-વિચારણાં થવાથી અનેક સમસ્યાઓનું પણ સમાધાન થશે.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને રેગી આ સમયે તેમના યોગ્ય દેખભાળ અને ઇલાજ અતિ જરૂરી છે. તમારી આર્થિક સ્થિતિનું ખાસ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓની બેદરકારીના કારણે થોડા કામ ખરાબ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે ધૈર્ય અને સંયમથી કામ કરવાનું છે. તમારી સહનશીલતા દ્વારા પરેશાનીઓને કાબૂ કરવામાં સક્ષમ રહેશો. ધીમે-ધીમે પરિસ્થિતિ સારી થઈ જશે. આર્થિક સ્થિતિ પણ સુધરશે. નજીકના સંબંધી દ્વારા કોઈ માંગલિક કાર્યમાં જવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલવા સાથે-સાથે ઘરની જરૂરિયાત અંગે પણ ધ્યાન રાખવું તમારી જવાબદારી છે. ઘરના બાળકો તથા યુવાઓની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં કોઈ પાર્ટનરશિપ કરવાને લગતી કોઈ સાથે વાતચીત ચાલી રહી હોય તો ગંભીરતાથી લો.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના વ્યસન તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

અન્ય સમાચારો પણ છે...