તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 નવેમ્બરનું રાશિફળ:મંગળવારે આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અનુભવ થશે, પોઝિટિવ દૃષ્ટિકોણથી સફળતા પ્રાપ્ત થશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 નવેમ્બર, મંગળવારના રોજ ઇન્દ્રયોગ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે છ રાશિ માટે ફાયદાવાળો દિવસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે, મેષ, વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને જોબ અને બિઝનેસમાં ગ્રહોનો સાથ મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ દિવસ શુભ રહેશે. આ રાશિના જાતકોએ ધારેલાં કામ પૂર્ણ થશે. કામકાજમાં મહેનતનો ફાયદો પણ મળશે. આ ઉપરાંત કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ છ રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

10 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે દિવસનો મોટા ભાગનો સમય તમે તમારા વ્યક્તિત્વને નિખારવા તથા આત્મ અવલોકનમાં પસાર કરશો, જેથી તમને વધારે માનસિક શાંતિ અનુભવ થઇ શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે અનેક ઉપલબ્ધિઓ લાવી રહ્યો છે.

નેગેટિવઃ- અન્યની સલાહ પર કામ કરવાની અપેક્ષાએ પોતાના પર વધારે વિશ્વાસ રાખો. તમને અવશ્ય જ સફળતા પ્રાપ્ત થશે. કોઇપણ પ્રકારની યાત્રાને આજે ટાળો તો સારું

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- ઘરના સભ્યોમાં તાલમેલ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી હળવી સ્વાસ્થ્ય પરેશાની રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો આજે કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બની રહી છે તો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજે તમારું કોઇ સપનું સાકાર થવાનું છે, એટલે તમારાં બધાં કાર્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની દુવિધાની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. ક્યારેક આળસને કારણે તમારાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ધ્યાન રાખો કે થોડી બેદરકારી પણ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- છેલ્લા થોડા દિવસોથી વેપારમાં થોડાં નવા કામ શરૂ કરવાને લગતી જે યોજના બની રહી હતી આજે એને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- વ્યસ્ત હોવા છતાં તમે પરિવાર માટે સમય કાઢીને વાતાવરણને સારું જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- વાઇરલ તાવ અને ઉધરસ જેવી સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે વિશ્વાસ તમારી અંદર શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર કરશે. જીવન પ્રત્યે દરેક સ્તરે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો, તમને સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવશે. ઘરમાં નવું વાહન પણ આવી શકે છે.

નેગેટિવઃ- કોઇના પર વધારે વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને કાર્યપ્રણાલી પર વિશ્વાસ રાખો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ મુદ્દે મતભેદ થઇ શકે છે. તમારા વ્યવહારમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે અન્ય કાર્યોમાં વ્યસ્તતાને કારણે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી રહેશે નહીં, પરંતુ ફોન દ્વારા તમને મહત્ત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન અથવા પરિવર્તનને લગતાં થોડાં કાર્ય સંપન્ન થઇ શકે છે. જો પ્રોપર્ટી કે કોઇ અન્ય મુદ્દાને લઇને સંબંધીઓ વચ્ચે ગેરસમજ ચાલી રહી હતી તો એ આજે કોઇની દખલથી દૂર થઇ જશે. સંબંધો ફરી સારા થઇ જશે.

નેગેટિવઃ- બહારની વ્યક્તિઓની સલાહ પર અમલ કરવાની જગ્યાએ ઘરની અનુભવી વ્યક્તિઓ સાથે ચર્ચા-વિચારણા કરો. તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઇ સાથે વાતચીત કરતી સમયે અભદ્ર ભાષાનો પ્રયોગ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ થોડાં સારાં પરિણામ મળવાની સંભાવના નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓનું નિવારણ થશે. ઘણા લાંબા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ પણ મળવાની સંભાવના છે. ઘરનું વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે. અભ્યાસમાં બાળકોનું ધ્યાન રહેશે.

નેગેટિવઃ- અન્યની સમસ્યામાં ગૂંચવાશો નહીં. પાડોશીઓ સાથે પણ કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે, જેની અસર પરિવારની સુખ-શાંતિ પર પડી શકે છે.

વ્યવસાયઃ- કોઇ કર્મચારીની બેદરકારીને કારણે થોડું નુકસાન થવાની આશંકા છે.

લવઃ- વ્યસ્તતાને કારણે તમે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર સારી પરિસ્થિતિ તૈયાર કરી રહ્યું છે. તમે તમારી અંદર અદભુત ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો તથા કાર્યક્ષમતામાં પણ નફો થઇ શકે છે. તમારા મન પ્રમાણે કામ બનવાથી યુવાવર્ગને પણ રાહત મળશે.

નેગેટિવઃ- કોઇ સમયે ભાવુકતા અને આળસને કારણે બનતાં કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. થોડી સારી ઉપલબ્ધિ પણ હાથમાંથી સરકી શકે છે. બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કાર્યોની ગતિ ધીમી જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાકને કારણે માથાનો દુખાવો અને બેચેની રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા લાભદાયક સંપર્ક સૂત્ર સ્થાપિત થશે. અન્યની સમસ્યાઓ અને કાર્યોને ઉકેલવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તમારા માટે સારી સન્માનજનક સ્થિતિ બનશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહન ખરીદદારીને લગતા નિર્ણય લેવાની યોજના બની રહી છે, તો એના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે. તમારા ફાલતુ ખર્ચાઓ પર નિયંત્રણ જાળવી રાખો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવી રણનીતિ બનાવીને કામ કરવું પડશે, કેમ કે વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓના કારણે હાલ વ્યાપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે નહીં.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- તમે તમારાં ખાન-પાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી ન રાખશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- બહારની ગતિવિધિઓ તથા મિત્રો સાથે સંપર્કોને વધારે મજબૂત કરવા માટે ઉત્તમ સમય છે. ભાગ્ય તમારા માટે થોડી લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. ઘરની સુખ-સુવિધાઓને લગતાં કાર્યોમાં પણ સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. તમારા માન-સન્માનને પણ કોઇ પ્રકારે હાનિ પહોંચે તેવી આશંકા છે. કોઇપણ અજાણી વ્યક્તિ સાથે ડીલ કરતી સમયે તેના અંગે યોગ્ય તપાસ કરવી.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયાસ ન કરો.

લવઃ- જીવનસાથી સાથે સહયોગાત્મક તથા ભાવુકતાભર્યા સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને આહરને સંયમિત જાળવી રાખવા જરૂરી છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદી દિનચર્યાથી અલગ થોડાં રચનાત્મક અને રસને લગતાં કાર્યોમાં સમય પસાર થશે. કોઇ સંબંધી સાથે ચાલી રહેલી જૂની સમસ્યાઓનું સમાધાન પણ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિનાં કાર્યો, જેમ કે શેરબજાર, સટ્ટો વગેરેમાં રૂપિયાનું રોકાણ ન કરો, કેમ કે ભારે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિ થોડી સારી રહેશે.

લવઃ- ઘરમાં બધા સભ્યોનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલાં કાર્યો પ્રત્યે રસ તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. થોડા સમયથી તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે, આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને ઈગો પર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે એના કારણે તમારા પોતાના જ લોકો સાથે તમારે મનદુઃખ થઇ શકે છે. આજે કોઇ પ્રકારની યાત્રા કરવાનું ટાળશો.

વ્યવસાયઃ- મીડિયાને લગતી ગતિવિધિઓ પર તમારું વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કફ, કોલ્ડ જેવી સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમને ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે. જે તમારી આર્થિક સ્થિતિને વધારે સારી જાળવી રાખવા માટે લાભદાયક રહેશે. કળાત્મક ક્રિયાઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- અન્ય પર વિશ્વાસ કરવાની જગ્યાએ તમારા અંતરાત્માના નિર્ણયને પ્રાથમિકતા આપો. તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- તમારી વ્યક્તિગત પરેશાનીઓ જીવનસાથીને જણાવો. યોગ્ય સમાધાન મળશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે આત્મબળ તથા ઊર્જામાં ઘટાડો થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારાં હિંમત અને સાહસ જાળવી રાખવાં, સારું પરિણામ પ્રાપ્ત કરાવશે. બપોર પછી પરિસ્થિતિઓમાં સુધારો આવી શકે છે. આર્થિક સ્થિતિ પણ સુધરશે. કોઇ પારિવારિક ઉત્સવમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- બાળકોની નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી તણાવ રહેશે, પરંતુ સમસ્યાને ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી ઉકેલવાનો પ્રયાસ કરો. કોઇ જગ્યાએથી ઉધાર લેતાં પહેલાં એને પાછા ક્યારે આપશો એ નક્કી કરી લેશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને લગતી ફાઇલ અને કાગળિયા સુરક્ષિત રાખો.

લવઃ- કોઇ બહારની વ્યક્તિ દ્વારા પારિવારિક સંબંધોમાં થોડું મનદુઃખ થાય એવી સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારના વ્યસન કે ખરાબ આદતોથી દૂર રહો.

આ પણ વાંચોઃ-

ગ્રહ દશા:19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં સૂર્ય રહેશે, 3 રાશિના લોકો માટે શુભ સમય, ચોખા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો