તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે કન્યા જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવી રાખવુ, કોઇ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે

3 મહિનો પહેલા
  • આજે આયુષ્માન તથા રાક્ષસ યોગને કારણે મકર સહિત 6 રાશિ માટે મધ્યમ દિવસ
  • મિથુન-સિંહ રાશિએ નોકરી, બિઝનેસ તથા આર્થિક બાબતથી સંભાળીને રહેવું

10 મે, સોમવારના રોજ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને કારણે આયુષ્માન તથા રાક્ષસ નામના યોગ બની રહ્યાં છે. એક શુભ તથા એક અશુભ યોગને કારણે છ રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક તથા મકર રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. નોકરી તથા બિઝનેસ માટે મધ્યમ દિવસ રહેશે. મિથુન તથા સિંહ રાશિના જાતકોએ આખો દિવસ નોકરી, બિઝનેસ તથા આર્થિક બાબતોમાં સંભાળીને રહેવું. આ ઉપરાંત તુલા, ધન, કુંભ તથા મીન રાશિ આ અશુભ અસરથી બચીને રહેશે.

10 મે, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- બાળકોના કારણે કોઈ ચિંતા રહેશે. આ સમયે કોઇ પાડોસી સાથે ઝઘડો કે મનમુટાવ થવાની સ્થિતિ પણ બની રહી છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કામ અંગે એકાગ્ર રહો.

વ્યવસાયઃ- વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ તથા સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન જાળવો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે ફોનના માધ્યમથી સંપર્કમા રહો. તેનાથી તમે ફ્રેશ અનુભવ કરશો. એકબીજા સાથે સલાહ અને ચર્ચા કરીને થોડી સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક રીતે થોડી સમસ્યાઓ વધી શકે છે. જોકે, તમે જલ્દી જ સમાધાન પણ મેળવી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે વધારે ઉદારતા પણ નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ યોગ્ય ઓર્ડર મળવાથી રાહત મળી શકે છે.

લવઃ- લગ્ન ઇચ્છુક વ્યક્તિઓ માટે આજે કોઇ યોગ્ય સંબંધ આવે તેવી શક્યતાઓ છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાક હાવી રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલું પેમેન્ટ મળી શકે છે. એટલે કોશિશ કરતા રહો. કોઇ પારિવારિક સમસ્યાને દૂર કરવા માટે કરવામા આવેલી કોશિશ સફળ રહેશે. કોઇ વડીલ સભ્યના માર્ગદર્શન તથા સલાહ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સફળ થઈ શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઈ નજીકના સંબંધી જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. ઘરના કોઇ વડીલ સભ્યનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ નવું કામ કરવામાં રસ લેશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય જ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝ તથા બ્લડ પ્રેશરના કારણે લોકોએ તેમનું ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં કરો. તમે તમારી અંદર પોઝિટિવિટી અને અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. બાળકો દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- મિત્રો સાથે ગપશપ કરવા તથા ચેટિંગ કરવામા તમારો સમય નષ્ટ ન કરો. ક્યારેક-ક્યારેક તમે આળસના કારણે તમારા કામને ટાળવાની કોશિશ કરશો. વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે વધારે ધ્યાન આપે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો ઉપર વધારે નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની છુપાયેલી પ્રતિભાને ઓળખો. આ સમયે પ્રકૃતિ તમને અનેક તક આપી રહી છે. બપોર પછી પરિસ્થિતિઓ પોઝિટિવ રહેશે. સમયનો યોગ્ય ઉપયોગ કરો.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. ધ્યાન રાખો કે ભાવુકતામાં લીધેલો કોઇપણ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. કોઇના ઉપર વધારે વિશ્વાસ રાખવો યોગ્ય નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહયોગી અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

લવઃ- પરિવારના લોકોનો સહયોગ તમને ઊર્જાવાન જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત તથા તણાવના કારણે નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ભાવનાત્મક રૂપથી તમે સશક્ત અનુભવ કરશો. કોઇ મિત્રના મુશ્કેલ સમયમાં તેની મદદ કરવી તમને આત્મિક સુકૂન આપશે.

નેગેટિવઃ- કોઇ બનતા કાર્યોમાં વિઘ્ન આવવાથી તમારો કોન્ફિડન્સ ડગમગાઈ શકે છે. ધૈર્ય અને સંયમ રાખો. યોગ્ય સમયની રાહ જુઓ. યુવાઓને તેમના કરિયર પ્રત્યે બેદરકાર રહેવું નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ધનને લગતા મામલે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરો અને કોઇના ઉપર વિશ્વાસ પણ ન કરો.

લવઃ- દિવસભર વ્યસ્ત રહી શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે આજે તમારે સંપૂર્ણ મહેનત લગાવી દેવી પડશે. કોઇ ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થશે. તમે તમારી ક્ષમતા પ્રમાણે કામને પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- કોઇ મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. તમારા સ્વભાવમાં નિયંત્રણ લાવો. નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. ખર્ચ ઉપર પણ કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલનો ભાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર નબળાઈ અને થાક જેવી સ્થિતિ અનુભવ કરી શકો છો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તણાવથી રાહત મેળવવા માટે તે સમયે તમારા રસના કાર્યોમાં પસાર કરો. તેનાથી તમારી પ્રતિભા અને છાપમા પણ વધારે નિખાર આવશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે ક્યારેક સ્વભાવ ખરાબ થઇ શકે છે. આ સમય ધૈર્ય અને સંયમ રાખવાનો છે. નજીકના સંબંધીઓ સાથે પોઝિટિવ વાતોમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક હાવી રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રચનાત્મક કાર્યોમાં સમય પસાર થશે. થોડા પડકાર પણ સામે આવી શકે છે. તમે કુશળતા પૂર્વક તેનો ઉકેલ શોધવામાં પણ સક્ષમ રહેશો. ધાર્મિક ગતિવિધિઓમાં પણ આસ્થા વધી શકે છે.

નેગેટિવઃ- વિરોધીઓ દ્વારા થોડી મુશ્કેલીઓ સામે આવી શકે છે. તે તમારી ઉપર નિર્ભર કરે છે કે તેના ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આ સમયે તમારી પાસે યોજનાઓ તો અનેક છે પરંતુ તેને શરૂ કરવી મુશ્કેલ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઇ શકશે.

લવઃ- ઘરમાં કોઇ સમસ્યાને લઇને એકબીજા સાથે મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોમાં રસ લેશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે. મુશ્કેલીઓમાં ફસાયેલાં કોઇ મિત્રની મદદ કરવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે પણ રસ અને આસ્થા રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી જ કોઇ જિદ્દના કારણે મામા પક્ષ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. સાથે જ તમારા ખર્ચને પણ સીમિત જ રાખો.

વ્યવસાયઃ- વ્યાપારિક મામલે બધા નિર્ણય જાતે જ લેવા જોઈએ.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા મિત્રો તથા જાણકારો સાથે ફોન કે મીડિયા દ્વારા વધારેમા વધારે સંપર્કમા રહો. આ સંપર્ક તમારા માટે ઉન્નતિના નવા માર્ગ પણ ખોલી શકે છે. કોઇ વાતને લઇને ચાલી રહેલો પારિવારિક મામલો પણ ઉકેલવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ ઉપર સંપૂર્ણ રીતે વિચાર કરીને જ કામ શરૂ કરો. ગુસ્સા અને ઈગો જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવવું જરૂરી છે. મકાન કે ગાડીને લગતા પેપર્સ સાચવીને રાખો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત કે વાતચીત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી બેદરકારીના કારણે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ સુખદ સમાચાર મળવાથી સુકૂન અને સુખ મળી શકે છે. તમે પોઝિટિવ રહીને તમારા કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપી શકશો. સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ સંબંધી કે પાડોસી સાથે વાદ-વિવાદની સ્થિતિ બને નહીં. ભાવનાઓમાં આવીને કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. નહીંતર કોઇ આર્થિક સમસ્યા પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ સમયે ઓનલાઇન કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- થોડા સમયથી લગ્ન સંબંધોમા ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.