તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોએ કોઈની વાતોમાં આવવું નહીં, નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે

10 દિવસ પહેલા
  • મકર-કુંભ સહિત છ રાશિ માટે દિવસ અનુકૂળ, અટકેલા કામો પૂરા થશે
  • મેષ સહિત છ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે

10 જૂન, ગુરુવારના રોજ અમાસ તથા શનિ જયંતી છે. આ દિવસે વૃષભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ તથા રાહુ રહેશે. ચંદ્ર ઉચ્ચ રાશિમાં તથા શનિ પોતાની જ રાશિમાં રહેશે. વૃષભ રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. અટકેલા તમામ કામો પૂરા થશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને નવી તકો તથા ઑફર મળી શકે છે. કન્યા રાશિના જાતકો નવું કામ શરૂ કરવા માગે છે તો સમય અનુકૂળ છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત તથા બિઝનેસ જાતકો માટે દિવસ સારો રહેશે. મકર રાશિ માટે પણ દિવસ શુભ રહેશે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે ખાસ ઉપલબ્ધિ વાળો દિવસ છે. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે.

10 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ શુભ સમાચાર કે સંદેશ પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ મુશ્કેલ રસ્તો સરળ થવાથી સંતુષ્ટિનો ભાવ રહેશે. ઘર-પરિવારની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાની કોશિશ કરશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

નેગેટિવઃ- આસપાસના લોકો સાથે તાલમેલ બેસાડવામાં થોડી પરેશાની રહેશે. જેના કારણે તમારા વિચારોમાં પ્રતિકૂળતા રહેશે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો. બાળકો ઉપર વધારે ટકટક ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્થિતિ થોડી સારી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર લેવાના કારણે અનિદ્રા અને બેચેની રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈપણ વિવાદિત મામલો આજે ઉકેલાઇ શકે છે. તમારા મન પ્રમાણે પરિણામ પણ મળી શકે છે. ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. તમે તમારી દિનચર્યામાં કરેલું પરિવર્તન તમને પ્રગતિ આપી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારનું કામ હાથમાં લેશો નહીં. નહીંતર પરેશાની સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. સહનશીલતામા થોડી ખામી રહી શકે છે, સમય પ્રમાણે તમારી દિનચર્યામા પણ પરિવર્તન લાવો,

વ્યવસાયઃ- વેપારમાં તમારી વ્યવહાર કુશળતા દ્વારા પરિસ્થિતિ અનુકૂળ થવાની શરૂ થઈ જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓથી આજે રાહત અનુભવ થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી પ્રબળ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી અનેક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. મહેનત વધારે રહેશે પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. તમે તમારી સમજદારી અને સમજણથી અનેક મુશ્કેલ કાર્યોથી બહાર આવી શકો છો.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના લક્ષ્યને લઇને ચિંતિત રહેશે. આ સમયે તેમણે થોડા વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. થોડો સમય એકાંત કે અધ્યાત્મિક સ્થળે પસાર કરો. રોકાણ કરવાને લગતી યોજનાઓને ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા ઉપર ધ્યાન આપી શકો છો.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમય આત્મમંથનનો છે. આ સમય તમારી કોઈ નવી તકનીક કે હુનરને નિખારી શકો છો. સમાજ સેવાને લગતા કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત બંને માટે ફાયદાકારક રહી શકે છે.

નેગેટિવઃ- વધારે કામ હોવાના કારણે તમને તમારા માટે સમય મળી શકશે નહીં. વિના કારણે વાદ-વિવાદ પણ શક્ય છે. તમારા વ્યવહારમાં લચીલાપણુ લાવો. કોઈપણ રોકાણ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- કોઇ ખાસ વ્યક્તિના સહયોગથી તમારું કોઈ અટવાયેલું કામ કે પેન્ડિંગ કામ પૂર્ણ થઈ શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- તમારી જ બેદરકારીના કારણે સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અંગત સંબંધોમા મધુરતા જાળવી રાખો. છેલ્લાં થોડા અનુભવોથી તમને ઘણું શીખવા મળી શકે છે. રાજકીય મામલાઓ કોઇની મદદથી ઉકેલાઈ શકે છે. એટલે કોશિશ કરતા રહો.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલાઓને લઇને વાદ-વિવાદ થવાની શક્યતા છે. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. નહીંતર તમે કોઈ મુશ્કેલીમાં પણ પડી શકો છો.

વ્યવસાયઃ- આ સમયે નોકરી તથા વેપારમા વાતાવરણને અનુકૂળ જાળવી રાખવામા વધારે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે કામ સિવાય અન્ય જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ રસ લેશો. યુવા વર્ગ પોતાના વ્યક્તિત્વ તથા વ્યવહારિક જીવનમાં સારો તાલમેલ જાળવી રાખશે. લગ્ન યોગ્ય લોકો માટે અનુકૂળ સંબંધ આવે તેવી શક્યતા છે.

નેગેટિવઃ- થોડા ખર્ચ સામે આવી શકે છે. તમારા બજેટનું યોગ્ય ધ્યાન રાખો. તણાવના કારણે કોઈ નિર્ણય પણ ખોટો સાબિત થઈ શકે છે. ધૈર્ય અને શાંતિથી સમસ્યાનું સમાધાન શોધી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમા થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા મહેમાનના સ્વાગતમાં સમય સારો પસાર થશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારનું જોખમી કામ ન કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી કાર્ય કુશળતા દ્વારા બધા કાર્યોને યોગ્ય રીતે અંજામ આપી શકો છો. બાળકોની કોઈ ગતિવિધિ તમને સુકૂન આપી શકે છે.

નેગેટિવઃ- સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓથી થોડું અંતર રાખો. કોઇ ખાસ મુદ્દા ઉપર નિર્ણય લેતા પહેલાં તેના અંગે વધારે વિચારવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- નેટવર્કિંગ તથા સેલ્સને લગતા કાર્યોમાં યોગ્ય અવસર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવના મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ચીડિયાપણાંથી રાહત મળી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ઘરની સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં રસ લેશો. પરિવારના લોકો સાથે મળીને તમારા અનુભવોને વ્યક્ત કરો. ભવિષ્યને લગતી યોજનાને લઇને પણ કોઈ મહત્ત્વપૂર્ણ નીતિ બનાવશો.

નેગેટિવઃ- કાયદાકીય તથા સરકારી મામલે બેદરકારી ન કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. કેમ કે, અનુભવની ખામીથી થોડી ભૂલો થઈ શકે છે. કોઇ નજીકના સંબંધીના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને વાયુને લગતી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી સફળતાનો કોઈ માર્ગ ખુલવાનો છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી રાહત મળી શકે છે. પોતાના વિકાસ માટે તમે તમારા સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવી શકો છો.

નેગેટિવઃ- આર્થિક મામલે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તમારા થોડા નજીકના લોકો જ તમારા બનતા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. એટલે કોઇની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- તમારા બિઝનેસ પાર્ટનર કે કર્મચારીઓની ગતિવિધિઓ તથા ક્રિયાઓને ઇગ્નોર ન કરો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ ઉત્તમ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ વિશેષ મુદ્દા ઉપર અસમંજસની સ્થિતિમા અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા થઈ શકે છે. તમને યોગ્ય સલાહ પણ મળી શકે છે. ગ્રહ સ્થિતિ તમારા જીવનમાં થોડા ખાસ પરિવર્તન લાવી રહી છે. સમયનો યોગ્ય ઉપયોગ કરો.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમા વ્યસ્ત રહેવાના કારણે સંબંધીઓને ઇગ્નોર ન કરો. વધારે ચર્ચા-વિચારણાં કરવામા પણ સમય ખરાબ ન કરો. નહીંતર કોઈ વિશેષ સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- સમય સફળતાદાયક રહી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અંગત સંપર્કોના માધ્યમથી તમારું કોઈ વ્યક્તિગત કાર્ય પૂર્ણ થઈ શકે છે. થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવી શકે છે. પરંતુ તમે તેનું સમાધાન કરવામાં સક્ષમ રહેશો. થોડો સમય બાળકોની ગતિવિધિઓમાં યોગદાન આપવામાં પણ પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ સંબંધીની દખલના કારણણે ઘરની વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. તમારે મજબૂત રહેવું જરૂરી છે. ઉચ્ચ શિક્ષા હેતુ વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- મંદી હોવા છતાં કારોબારમા થોડી લાભદાયક સ્થિતિઓ બનશે.

લવઃ- પ્રેમ સંબંધમા મનમુટાવ તથા અંતર વધવા જેવી સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- અવ્યવસ્થિત દિનચર્યા અને તમારી બેદરકારીની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ કે સમારકામને લગતુ કોઇ પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં તેના અંગે ખર્ચનું બજેટ બનાવી લો. તમારું પારિવારિક અને વ્યક્તિગત જીવનમા વ્યવસ્થા જાળવી રાખવામાં યોગ્ય યોગદાન રહેશે.

નેગેટિવઃ- મોસાળ પક્ષ સાથે સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો. કોઇ જૂના મુદ્દા ફરી ઊભા થઈ શકે છે. બહારની ગતિવિધિઓમાં થોડો સમય પસાર થઈ શકે છે. તેનું કોઈ યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા ઇગોના કારણે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યાથી બચવા માટે વાસી ભોજનનું સેવન ન કરો.