10 જૂનનું રાશિફળ:બુધવારનો દિવસ સિંહ જાતકો માટે શુભ રહેશે, જમીન સંબંધી લાભના યોગ બની રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

10 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા કારણે પરિવારમાં થોડી ગેરસમજ દૂર થશે અને પારિવારિક વાતાવરણ આનંદમયી થઇ જશે. કોઇ જગ્યાએ ફસાયેલાં રૂપિયા પાછા મેળવવાનો પ્રયાસ સફળ થઇ જવાના યોગ છે.

નેગેટિવઃ- તમારા સગા-સંબંધિઓ સાથે અભદ્ર અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવાથી બચવું. આવું કરવાથી પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ ખરાબ થઇ શકે છે.

લવઃ- જીવનસાથી પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને દેખભાળ રાખો.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ પોતાના કાર્ય પ્રત્યે સમર્પણની ભાવના માટે કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારો આત્મવિશ્વાસ પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સફળ રહેશે. પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ પ્રમાણે કામ કરવું હિતમાં રહેશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં કટુતાના કારણે તમારે થોડાં તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઇ મિત્ર સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ પણ તમારા ઘર અને કામ બંને જગ્યાએ રહેશે.
વ્યવસાયઃ- પર્સનલ કામ અને આરામ કરવાની ઇચ્છાના કારણે તમે કાર્યસ્થળ પર સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી તમે કોઇ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હતાં, તેને ખરીદવા માટે આ સમય યોગ્ય છે. તમે આજકાલ તમારા પોતાના ઉપર પણ વધારે ધ્યાન આપી રહ્યાં છો.

નેગેટિવઃ- વિદ્યાર્થી ગણ અભ્યાસમાં ધ્યાન ન આપીને મોજ-મસ્તીમાં વધારે મન લગાવી શકે છે. તમારા મનમાં થોડી શંકાઓ ઉઠશે.

લવઃ- જીવનસાથીને કોઇ કારણોસર માનસિક તણાવ રહેશે.
વ્યવસાયઃ- આયાત-નિકાસ સંબંધિત બિઝનેસમાં થોડો પ્રોગ્રેસ થશે.
સ્વાસ્થ્યઃ- ડાયાબિટિક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે કોઇપણ કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરી લેશો તો સારું રહેશે. થોડાં વિરોધીઓ મુશ્કેલી પેદા કરવાની કોશિશ કરી શકે છે. આ સમયે તમારે શાંત રહેવું.

નેગેટિવઃ- દિવસના બીજા પક્ષમાં થોડી ગુસ્સાની સ્થિતિ રહેશે. તમારા વિચારોને યોગ્ય દિશામાં વાળો. આ સમયે કોઇ નિર્ણય લેશો નહીં.

લવઃ- જીવનસાથી સાથે થોડો મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- શેરબજાર સાથે જોડાયેલાં લોકો માટે સમય ઉત્તમ નથી.
સ્વાસ્થ્યઃ- આજે પેટ સંબંધિત કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારી અંદરની પ્રતિભાઓનો ઉપયોગ કરવાનો છે. કોઇ જમીન સંબંધી લાભના યોગ બની રહ્યા છે. તમે તમારા સામર્થ્ય ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો અને આગળ વધો.

નેગેટિવઃ- કોઇ કોર્ટ સંબંધિત કેસને પૂર્ણ કરવો હાલ યોગ્ય નથી. આ કાર્યને થોડું સ્થગિત રાખો અનો કોઇ બહારના વ્યક્તિ સાથે વિવાદ કરશો નહીં.

લવઃ- આ સમય પ્રેમ સંબંધો માટે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- તમારો અતિ આત્મવિશ્વાસ અને કામ પ્રત્યે સમર્પણ તમને ફાયદો આપશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી ગુપ્ત યોજનાઓ અને કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ ઉપલબ્ધિ તમને પ્રસન્નતા આપશે. તમારા દ્વારા કરવામાં આવેલી થોડી મહેનતનું સારું પરિણામ મળશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો વહેમી સ્વાભાવ તમારી કાર્યક્ષમતાને ઓછો કરી શકે છે. બપોર પછી ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થવાની આશંકા છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.
વ્યવસાયઃ- આજે બોસ કે સીનિયરના કારણે અન્ય વ્યક્તિ તમારું નુકસાન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘણાં દિવસોથી તમારું મનોબળ નબળું હતું. આજે તમે તમારી અંદર એક પોઝિટિવ એનર્જી અનુભવ કરી રહ્યા છો. તમારો ઈશ્વર પ્રત્યે સમર્પણ અને વિશ્વાસ તમને એક નવી શક્તિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- કોઇ માતા સમાન સ્ત્રી સાથે થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. આજે ખોટા વાદ-વિવાદમાં ઉતરશો નહીં. આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં એકવાર વિચાર કરી લેવો.

લવઃ- જીવનસાથીનો આક્રમક સ્વભાવ પણ તમને આઘાત પહોંચાડી શકે છે.
વ્યવસાયઃ- આજે કામનો વધારાના કારણે તમે તણાવમાં રહેશો.
સ્વાસ્થ્યઃ- વધારે મહેનત દ્વારા પગમાં દુખાવો અને સોજાની ફરિયાદ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆતમાં એવું લાગશે કે કોઇ કામ થઇ રહ્યું નથી. બીજા પક્ષમાં સ્થિતિઓ અનુકૂળ રહેશે અને તમારા કાર્યોમાં ગતિ આવશે.

નેગેટિવઃ- કોઇ જૂની નેગેટિવિટ વાતો યાદ આવવાથી મન નિરાશ થશે. આ વાત સંતાન સાથે પણ જોડાયેલી રહેશે.

લવઃ- જો તમે પ્રેમ વિવાહની ઇચ્છા રાખો છો તો આજે ઘરના સભ્યો પાસેથી મંજૂરી લેવાનો શુભ દિવસ છે.
વ્યવસાયઃ- આ સમય પાર્ટનરશિપના બિઝનેસમાં ફાયદો રહેશે.
સ્વાસ્થ્યઃ- આજના દિવસે આરામ કરવો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ઘરના કોઇ વડીલની સલાહ માનીને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકો છો. તમે આ સમયે કોઇપણ નિર્ણય લઇ શકો તેમ નથી. પરંતુ બપોર પછી તમારી અંદર એક નવી ઊર્જાનો તમે અનુભવ કરશો.

નેગેટિવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને કોઇ તણાવની સ્થિતિ રહેશે. આજે કોઇ વ્યક્તિનું અપમાન કરશો નહીં.

લવઃ- તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ફળદાયી સાબિત થશે.
વ્યવસાયઃ- આજે વેપારને લઇને તમારી કોઇ પ્લાનિંગ સફળ થશે.
સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવો અને પછી તેને અમલ કરો. અન્ય પાસેથી કોઇ મદદની આશા છોડીને પોતાના ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- તમારી અગ્રેસિવ વાણી તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમે બુદ્ધિમાન વ્યક્તિ છો એટલે બેકારની વસ્તુઓની મદદ લઇને તમારી કાર્ય ક્ષમતા ઉપર ધ્યાન લગાવો.

લવઃ- આ સમયે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે.
વ્યવસાયઃ- આજે તમને કોઇ અથોરિટી મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારે તમારા કામ પ્રત્યે સમર્પણ અને વ્યાવહારિક વિચારોથી તમારું કોઇ કામ બનશે. આ સમયે સંપૂર્ણ મહેનતથી લક્ષ્ય તરફ તમારું ધ્યાન રાખવું.

નેગેટિવઃ- આ સમયે અન્ય લોકોની વાતમાં આવીને તમારા નિર્ણયથી પાછા હટવું નહીં.

લવઃ- જીવનસાથી ઘરની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખવામાં પૂર્ણ સહયોગ કરશે.
વ્યવસાયઃ- સ્ટાફ માર્કેટ સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તણાવના કારણે તમને ઊંઘ આવશે નહીં.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમારા માટે આવક અને લાભના અનેક માર્ગ ખુલી શકે છે. આળસ છોડીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવો. સરકારી કાર્યો સાથે સંબંધિત પેપર વર્કના કામ પૂર્ણ કરી લો.

નેગેટિવઃ- તમારા ભાઇ-બહેન સાથે સંબંધ આજે થોડી પરેશાનીનું કારણ બની શકે છે. જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ થશે.

લવઃ- આજે જીવનસાથીને કોઇ પ્રકારની ઉન્નતિ મળી શકે છે.
વ્યવસાયઃ- તમારે કાર્યક્ષેત્ર સંબંધિત કામ સ્થગિત રાખીને અન્ય કામ પૂર્ણ કરવામાં ધ્યાન લગાવવું પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...