શનિવારનું રાશિફળ:શનિવારે મકર રાશિના લોકોના ઘરમાં કોઈ શુભ અને માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

6 મહિનો પહેલા
  • કુંભ-મીન-ધન સહિત 8 રાશિના જાતકો માટે દિવસ સામાન્ય
  • સિંહ-કન્યા-તુલા માટે દિવસ સારો તો વૃષભે સંભાળીને રહેવું

10 જુલાઈ, શનિવારના રોજ શનિશ્ચરી અમાસ છે. આ દિવસે છત્ર નામનો શુભ તથા વ્યઘાત નામનો અશુભ યોગ બની રહ્યો છે. 3 રાશિ માટે શુભ તથા 8 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના જાતકોના કામકાજમાં અડચણો આવી શકે છે. વૃષભ રાશિએ દિવસ સંભાળીને પસાર કરવો. ઉધાર લેવાથી બચવું અને વિવાદના યોગ પણ છે. આ ઉપરાંત સિંહ, કન્યા તથા તુલા રાશિ માટે દિવસ સારો રહેશે.

10 જુલાઈ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- માનસિક શાંતિ માટે કોઈ નજીકના એકાંત સ્થાન કે ધાર્મિક સ્થળે જરૂર થોડો સમય પસાર કરો. તેનાથી પોઝિટિવ ઊર્જા બની રહેશે. અનેક નેગેટિવ પરિસ્થિતિઓનો પણ ઉકેલ સરળતાથી મળી શકે છે. ઘર-પરિવારના કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઈ સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદને વધવા દેશો નહીં. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખીને શાંતિથી વાતચીત દ્વારા વાતનો ઉકેલ લાવો. જોકે, પરિશ્રમ પ્રમાણે પરિણામ મલી શકશે નહીં

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- ઘર-પરિવારમાં સહયોગાત્મક વ્યવહાર જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે ખૂબ જ સંતોષજનક સમય રહી શકે છે. તમારા મોટાભાગના કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. કોઈ શુભ સમાચાર મળશે, જેના કારણે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં સારી સફળતાઓનું નિર્માણ કરશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણાં કરવાથી સમય હાથમાંથી સરકી પણ થશે. છે. એટલે યોજનાઓ બનાવવાની સાથે તેને શરૂ કરવા અંગે પણ ધ્યાન આપો. વધારે અભિમાન કે પોતાને સુપીરિયર સમજવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- વેપારમાં સેવિંગને લગતા મામલે થોડી ખામી રહી શકે છે.

લવઃ- તમારા કાર્યોમા જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન કે ખરાશ અનુભવ થવાથી બેદરકારી ન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- દિવસ શાંતિ અને સુકૂનમા પસાર થશે. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં પોઝિટિવ પરિવર્તન લાવશે. આજે મોટાભાગનો સમય કોઈ કાર્ય પ્રત્યે યોજના બનાવવામાં પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- સાવધાન રહો, વધારે હોશિયારી કરવા છતાં કોઇ પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. જેના કારણે મનમાં બેચેની અને નકારાત્મક વિચારોની સ્થિતિ પણ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય આરામદાયક રહી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારે શારીરિક અને માનસિક આરામ પણ લેવાની જરૂર છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે વિદ્યાર્થીઓ અને યુવાઓની કોઈ દુવિધાને દૂર થવાથી રાહતનો શ્વાસ મળી શકે છે. મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા ભાગ્ય ઉદયને લગતા કોઇ દ્વાર ખોલી શકે છે.

નેગેટિવઃ- કોઈ વાતને લઇને શંકાની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. કોઇની સાથે માનસિક વિવાદ રહી શકે છે તથા સંબંધોમાં પણ ખટાસ આવી શકે છે. શોપિંગ વગેરે કરતી સમયે બિલને સારી રીતે ચેક કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહી શકે છે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચાર હાવી થવાના કારણે તેનો પ્રભાવ તમારી શારીરિક અને માનસિક ક્ષમતા ઉપર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો તમે કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરી લો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોઇ મિત્રની તકલીફમાં તેમની મદદ કરવાથી તમને સુકૂન મળશે.

નેગેટિવઃ- વાહનના ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત કરતી સમયે માન-સન્માનનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા પ્રદાન કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે હળવું ભોજન લેવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. સામાજિક સીમા પણ વધી શકે છે. આ સમયે લોકોની વાતોની ચિંતા ન કરીને તમારા કાર્યો પ્રત્યે મહેનત કરતા રહો. સફળતા મળવાથી લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રહે, થોડીપણ બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે મનને સંયમિત રાખો. નાના વિચાર ધરાવતા લોકોથી દૂર રહો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં સ્થાન કે કાર્ય પ્રણાલીમાં પરિવર્તન જેવી શક્યતા છે.

લવઃ- ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વધારે કામ રહેવા છતાંય તમે પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી શકશો. મનોરંજન તથા હાસ-પરિહાસમાં સમય પસાર કરવાથી તમને પણ સુકૂન અને ઊર્જા મળી શકે છે.

નેગેટિવઃ- અજાણ્યા અને અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. તમે કોઈ ષડયંત્રનો શિકાર પણ થઈ શકો છો. પરિવારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમે વ્યસ્ત રહી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને ઘરમાં રહીને જ શરૂ કરી શકો છો.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં તમને રસ વધશે. સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધી શકે છે. અધ્યાત્મને લગતા કાર્યો માટે થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને થોડી ચિંતા રહી શકે છે. કોઇ કરિયર કાઉન્સલર સાથે પણ ચર્ચા-વિચારણાં થઈ શકે છે. આળસ અને વધારે વિચારવામા સમય ખરાબ કરવાથી કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ- ગરમી અને પરસેવાના કારણે એલર્જી જેવી સમસ્યાઓ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને અનુકૂળ છે. દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરશો તો સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાને લગતી તમારી મહેનતને વધારે સારી કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમને કોઈ નજીકના મિત્ર કે સંબંધી દગો આપી શકે છે. આ સમયે રૂપિયાને લઇને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો. કેમ કે તેના પાછા આવવાની શક્યતા નથી.

વ્યવસાયઃ- વેપારને લગતી કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સંબંધ મધુર બની રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જાની ખામી અને થાક અનુભવ કરશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ શુભ અને માંગલિક કાર્ય સંપન્ન થવાને લગતી યોજના બનશે. જો કોઈ સરકારી મામલાઓ અટવાયેલું છે તો આજે તેના ઉપર ધ્યાન આપો. તમારો વિજય નક્કી છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે પરેશાની આવવાના કારણે તાંત્રિક ક્રિયાઓ તરફ પણ ધ્યાન આકર્ષિત થઈ શકે છે. આ ગતિવિધિઓમાં સમય અને રૂપિયા ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- તમારું પરિવાર પ્રત્યે ધ્યાન ન આપવાના કારણે પારિવારિક લોકો સાથે મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નબળાઈના કારણે આંખમાં દુખાવો અને થાકની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવા શક્ય છે. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યને વાંચવામાં પણ આજનો દિવસ પસાર થશે. તથા નવી-નવી જાણકારીઓ અને સમાચાર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક નિરાશાજનક તથા નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. તમારા વ્યક્તિગત કાર્યોમાં જ તમે વ્યસ્ત રહી શકો છો. ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહીંતર કાનૂની વિવાદમાં ફસાઈ શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- પારિવારિક સમસ્યાઓને પણ ઉકેલવામાં તમારું યોગદાન જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોર્મોનને લગતા ફેરફાર આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ રહેશે. રચનાત્મક તથા રચ પૂર્ણ કાર્યોમાં સારો સમય પસાર થશે. વ્યક્તિગત કાર્યમાં સરળતા અને યોગ્ય રીતે સંપન્ન થતા જશે.

નેગેટિવઃ- ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. પોતાના ઉપર જ વિશ્વાસ રાખીને કામ કરો. તેનાથી તમને યોગ્ય સફળતા પણ મળશે અને સંબંધોમાં પણ સુધાર આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.