બુધવારનું રાશિફળ:બુધવારે મેષ જાતકો માટે ગ્રહ સ્થિતિ ધનદાયક રહેશે, બિઝનેસ માટે સમય અનુકૂળ રહેશે

2 વર્ષ પહેલા
  • 12માંથી 8 રાશિ માટે સારો દિવસ

10 ફેબ્રુઆરી, બુધવાર 8 રાશિ માટે શુભ રહેશે. મેષ રાશિના નોકરિયાત જાતકોનું કાર્યસ્થળે માન-સન્માન વધશે. બિઝનેસ માટે અનુકૂળ દિવસ છે. વૃષભ રાશિને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરિયાત જાતકોને પ્રમોશનની તક મળશે. મિથુન રાશિને કામકાજમાં નસીબનો સાથ મળશે. સિંહ રાશિને કોઈ મોટી ઉપલબ્ધિ મળશે. અટકેલા સરકારી કામો પૂરા થશે. તુલા રાશિના જાતકો પોતાની યોજના પૂરી કરશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે રોકાણ કરવાનો બેસ્ટ સમય છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે. ધન રાશિના નોકરિયાત જાતકો ટાર્ગેટ પૂરા કરશે. સંપત્તિમાં રોકાણ કરવા માટે સારો સમય છે. મકર રાશિને શેર માર્કેટ તથા જોખમભર્યા કામોમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સારા કામો થશે. આ ઉપરાંત કર્ક, કન્યા, કુંભ તથા મીન રાશિના જાતકો માટે મધ્યમ દિવસ રહેશે.

10 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ધનદાયક છે. ભાઇઓ સાથે મળીને કોઇ લાભને લગતા વિષય ઉપર ચર્ચા-વિચારણાં થશે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. પરિવારમાં કોઇ માંગલિક કાર્યોને લગતા આયોજનની યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો. જેના કારણે થોડા કાર્યોમાં મોડું થઇ શકે છે. આ સમયે તમે તમારી ઊર્જાનો ઉપયોગ કરીને બધા જ કાર્યો સમયે કરતાં જાવ. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. તમારી અંદર થોડી આળસ અનુભવ કરશો, પરંતુ બપોર પછી સમય ખૂબ જ અનુકૂળ છે. તમારા કાર્યો આપમેળે જ બનતાં જશે અને કોઇ અવસર પણ મળી શકશે. સમયનો ઉપયોગ કરો.

નેગેટિવઃ- વધારે આત્મકેન્દ્રિત થવું તથા બોલચાલમાં ખરાબ રીત રાખવી થોડા લોકોને નિરાશ કરી શકે છે. તમારી આ ખામીમાં સુધાર લાવો. આ સમયે કોઇપણ યાત્રાને લગતો પ્રોગ્રામ ન બનાવો. કેમ કે, તેનાથી કોઇ ફાયદો થવાનો નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત ખૂબ જ સુખમય રહેશે. લાભદાયક સ્થિતિ બની રહી છે. સાથે જ, તમારા દ્વારા કરવામાં આવતી મહેનતમાં ભાગ્ય પણ તમને સાથ આપશે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. નહીંતર માનહાનિની સંભાવના છે. આ સમયે ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- માથામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભાને ઓળખો. સમય તમને પરિસ્થિતિનો સદુપયોગ કરવાની પ્રેરણા આપી રહ્યો છે. એટલે સમયના મહત્ત્વને સમજીને પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં ધ્યાન આપો. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે.

નેગેટિવઃ- ક્યારેક પોતાના ઉપર વધારે વિશ્વાસ અને મનમરજી કરવી અન્ય માટે પરેશાનનું કારણ બની જાય છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણું લાવો. કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમારે તમારી કોશિશમાં વધારે મહેનત કરવી પડી રહી છે. પરંતુ જલ્દી જ પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તમે આ સમયે તમારા મનના અવાજને સાંભળો અને તેના ઉપર અમલ કરો. જલ્દી જ તમને શુભ અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. તમારા વિચારોનું મંથન કરો. તમે તમારી આ ખામીને સુધારવાની કોશિશ કરશો. ઘરમાં કોઇ કિંમતી વસ્તુના ખરાબ થવાથી નુકસાન થવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે.

લવઃ- કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં બેદરકારીના કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા દ્વારા લેવામાં આવેલો કોઇ નિર્ણય તમારા માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. જો પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તરત નિર્ણય લેવો જોઇએ. પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ભાવનાઓમાં આવીને કોઇ ખોટો નિર્ણય લેશો નહીં. કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આજે વધારે મેલજોલ ન રાખો. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- તમારા કાર્યસ્થળ ઉપર અન્ય પાસેથી આશા રાખવાની જગ્યાએ જાતે જ કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી યોજનાઓમાં થોડું પરિવર્તન લાવશો, જે યોગ્ય રહેશે. આ સમયે તમારો કોઇ નિર્ણય ખૂબ જ પોઝિટિવ રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે, એટલે ભરપૂર મહેનત કરતાં રહો.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. તમારા જિદ્દી સ્વભાવમાં લચીલાપણું લાવવાની કોસિશ કરો. તમારી આ નકારાત્મક ઊર્જામાં પોઝિટિવ ફેરફાર કરશો તો સારા પરિણામ સામે આવશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત કરતાં રહો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. રોજિંદા જીવનથી અલગ પોતાની છુપાયેલી ક્ષમતા અંગે વિચારો અને તેને જાગૃત કરો.

નેગેટિવઃ- એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. મનમાં અકારણ જ ગુસ્સો અને ચીડિયાપણું અનુભવ થશે. આ થોડા સમય માટે જ રહેશે. તમે તમારી આ ખામીઓ ઉપર કાબૂ મેળવીને ફરી પોતાના કામ ઉપર ધ્યાન આપશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો.

લવઃ- જીવનસાથીને પોતાની યોજનાઓ અને કાર્યોમાં સામેલ કરવા તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો. સામાજિક કાર્યોને લગતી કોઇ નજીકની યાત્રા પણ કરવી પડી શકે છે. આ સમયે પ્રોપર્ટીમાં રૂપિયાનું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે, એટલે આ વિષય ઉપર ચર્ચા-વિચારણાં કરો.

નેગેટિવઃ- ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. અન્યની વાતોમાં ન આવીને પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો. કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલાઓમાં થોડી મુશ્કેલીઓ આવ્યા પછી કાર્ય બનવા લાગશે.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન કે સુધારને લગતા કાર્યો શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો. પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. શેર તથા રિસ્કના કાર્યોમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. સંબંધ પણ ખરાબ થશે. અફવાહો ઉપર ધ્યાન ન આપો. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કાર્યમાં મુશ્કેલી આવવાથી પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ યોગ્ય રહેશે. થોડા સમયથી ચાલી રહેલી નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ આજે સુધાર આવી જશે. તમે તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરવા માટે જે નિયમ બનાવશો તે વખાણવા લાયક રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું તમારા કામમાં ઉતાવળ કરવું અને ગુસ્સો આવવો તમારા બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. આ સમયે તમે તમારા સામાનનું વિશેષ ધ્યાન રાખો. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે.

વ્યવસાયઃ- કમ્યૂટર અને મીડિયા સાથે જોડાયેલાં વ્યવસાયમાં આજે થોડા શુભ અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પરિવાર સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવશો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી મુશ્કેલીઓ થવાથી દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવ થશે. કોઇ માંગલિક કાર્યમાં સામેલ થવાનો અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. એટલે બિનજરૂરી ખર્ચ અટકાવવા જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ અવશ્ય નજર રાખો. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ અશુભ સમાચાર મળવાથી મન થોડું નિરાશ પણ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ- કોઇપણ અસમંજસની સ્થિતિમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લેવી.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો.