ગુરુવાર, 10 ડિસેમ્બરના રોજ ચંદ્ર હસ્ત નક્ષત્રમાં હોવાથી રાક્ષસ નામના અશુભ યોગથી દિવસની શરૂઆત થશે. આ સાથે જ રાહુની વક્ર દૃષ્ટિ ચંદ્ર પર છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ તથા મિથુન રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. તો સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન માટે દિવસ મિશ્ર રહેશે. આ ઉપરાંત વૃષભ, કર્ક, તુલા તથા ધન રાશિના જાતકો માટે દિવસ ઠીક રહેશે. આમ, 12માંથી ચાર રાશિ માટે ગુરુવાર શુભ રહેશે અને છ રાશિ માટે મિશ્ર અને બે રાશિ માટે નુકસાનકારક રહેશે.
10 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- આજે પરિસ્થિતિ વધારે અનુકૂળ છે. આત્મવિશ્વાસ અને થોડી સાવધાની દ્વારા તમારા મોટા ભાગનાં કામ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. તમારા વ્યવહારને વધારે પોઝિટિવ અને સહયોગાત્મક જાળવી રાખવાનો પ્રયાસ તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે નાણાકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતા સમયે કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. ઘરના વડીલ સભ્ય સાથે કોઇપણ પ્રકારના મતભેદમાં ગૂંચવાશો નહીં તથા બધા પારિવારિક સભ્યનું પણ માન-સન્માન જાળવી રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- વ્યસ્તતા સિવાય તમે તમારા વ્યક્તિગત રસને લગતાં કાર્યો માટે સમય કાઢી શકશો. તમારા કોઇ સારા કામને કારણે તમારી યોગ્યતા અને આવડતના પણ વખાણ થશે. વિદ્યાર્થીઓને પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી શુકન અને રાહત મળશે.
નેગેટિવઃ- આ સમયે રિસ્ક પ્રવૃત્તિનાં કાર્ય, જેમ કે સટ્ટો, જુગાર વગેરેમાં સમય અને રૂપિયા નષ્ટ ન કરો, નહીંતર મોટું નુકસાન થવાની સંભાવના છે. ખોટા ખર્ચ થતા રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પર નિર્ભર ન રહીને જાતે જ બધી ગતિવિધિઓનું નિરીક્ષણ કરો.
લવઃ- વ્યસ્તતાને કારણે ઘર-પરિવાર પર વધારે ધ્યાન આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઈ શકે છે અને ઉધરસ, તાવ જેવી પરેશાનીનો અનુભવ થશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે પરિવાર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, જે પોઝિટિવ રહેશે. સામાજિક અને રાજનૈતિક સક્રિયતા પણ વધવાથી તમારી સારી ઓળખ બનશે. કોઇ ખાસ વ્યક્તિની મુલાકાતથી તમને ઘણું ઉત્તમ શીખવા મળી શકે છે.
નેગેટિવઃ- વ્યસ્તતા પૂર્ણ દિવસ રહેશે, જેને કારણે થાક અને ચીડિયાપણુંનો પણ અનુભવ થશે. અન્યની જવાબદારીઓને પોતાના પર લેવાથી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમારા રાજનૈતિક સંબંધ વ્યવસાયમાં વધારે મદદગાર સિદ્ધ થઇ શકે છે.
લવઃ- આ સમયે વ્યસ્તતાને કારણે લગ્નજીવન તથા પ્રેમ સંબંધો માટે સમય કાઢી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- નશીલા પદાર્થ અને ખરાબ લોકોના સંપર્કમાં આવશો નહીં.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં આજે થોડા સુધારાનો અનુભવ થશે. તમે તમારા અટવાયેલાં કામને પૂર્ણ કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ મિત્રનો સહયોગ પણ તમારી મુશ્કેલીઓને ઓછો કરવામાં મદદ કરશે.
નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહો, નહીંતર તમે શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. કોર્ટ કેસને લગતાં કોઇપણ કાર્ય ટાળો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.
લવઃ- લગ્ન યોગ્ય લોકો માટે સારો સંબંધ આવવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારી ઇમ્યુન સિસ્ટમને વધારે સ્ટ્રોંગ જાળવી રાખો.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે ભાગ્ય પ્રબળ છે. મહિલા વર્ગને તેમની યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે, એટલે મન લગાવીને તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો.
નેગેટિવઃ- તમારી સફળતાનો અન્ય સામે વધારે દેખાડો ન કરો. ઇર્ષ્યાની ભાવનાથી થોડા લોકો તમારા માટે નકારાત્મક વિચાર રાખી શકે છે. તમારા ગુસ્સા પર પણ કંટ્રોલ રાખીને શાંતિથી કામ લેવું.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.
સ્વાસ્થ્યઃ- કોઇ ને કોઇ સમયે નકારાત્મક વિચારો ઊભા થવાથી તણાવ અને થાક અનુભવ થશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે તમે ઘરને લગતી તમારી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરી લેશો. તમારી જીવનશૈલીમાં પોઝિટિવ પરિવર્તન લાવવાથી વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે.
નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે, જેને કારણે ચિંતા રહેશે, પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમથી જ કામ કરવું યોગ્ય છે. વાહન કે બાળકના અભ્યાસને લગતી લોન લેવામાં પેપરવર્કને ધ્યાનથી કરવું.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કંઈક નવું કરવાની તમારી કોશિશ સફળ રહેશે.
લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદી જેવી તકલીફ રહી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે તમને અચાનક જ ચમત્કારિક રૂપથી કોઇ ભાવી લક્ષ્યની પ્રાપ્તિ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે. ઘરમાં નજીકના સંબંધીનું આગમ થવાથી વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ નકારાત્મક પ્રવૃત્તિની વ્યક્તિની વાતોમાં આવીને તમારું કોઇ કામ ખરાબ થઇ શકે છે. તમારાં વ્યક્તિગત કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
વ્યવસાયઃ- આર્થિક રૂપથી દિવસ ઉત્તમ છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજને લઇને તણાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગર્દનસંબંધી અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. કોઇપણ કામમાં ઘરની વડીલ વ્યક્તિની સલાહ પર અમલ કરશો. ઘરના સુધારા કે પરિવર્તનને લગતી યોજનાઓ પર કોઇ મહત્ત્વપૂર્ણ કામ થઇ શકે છે.
નેગેટિવઃ- કોઇની સાથે પણ વાતચીત કરતી સમયે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા દ્વારા બોલાયેલી કોઇ નકારાત્મક વાત સંબંધને ખરાબ કરી શકે છે. ખોટા ખર્ચ પર અંકુશ રાખો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો.
લવઃ- પારિવારિક વાતાવરણને સારું જાળવી રાખવા માટે પરિવારજનો સાથે મનોરંજન અને શોપિંગને લગતો પ્રોગ્રામ બનાવો.
સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત પર વધારે ધ્યાન આપો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા સૂચવશે. તમે તમારા કાર્યને લગતી યોજનાઓને યોગ્ય રીતે બનાવી શકશો. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં પણ તમારો સમય પસાર થશે.
નેગેટિવઃ- બાળકોના કરિયરને લગતી થોડી ચિંતા રહેશે. આ સમયે તેમનું આત્મબળ જાળવી રાખવામાં તમારા સહયોગની વિશેષ જરૂરિયાત છે, સાથે જ સાસરિયાં પક્ષ સાથે સંબંધમાં કડવાશ આવવા દેશો નહીં.
વ્યવસાયઃ- એક્સપોર્ટ-ઇમ્પોર્ટને લગતા વ્યવસાયમાં સારો લાભ થવાની સંભાવના છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- ગેર અને કબજિયાતને કારણે માથાના દુખાવાની સ્થિતિ રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે. વ્યસ્તતા સિવાય તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક જાળવી રાખો. આ સંપર્ક તમારા માટે ખૂબ જ શુકનદાયક સાબિત થશે. કોઇ મિત્ર દ્વારા સુંદર ભેટ પણ મળી શકે છે.
નેગેટિવઃ- અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગૂંચવાશો નહીં, એનાથી તમારું પણ નુકસાન થશે. કોઇ અપ્રિય ઘટના ઘટવાથી ભય જેવી સ્થિતિ મન પર હાવી થઇ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમારા કર્મચારીઓની ગતિવિધિઓ પર આકરી નજર રાખો.
લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરશે.
સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિને પોતાનાથી દૂર રાખો.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી શુકન મેળવવા માટે થોડો સમય અધ્યાત્મ અને ધાર્મિક સ્થળે પસાર કરો. એનાથી તમે શારીરિક અને માનસિક રૂપથી શુકન પ્રાપ્ત થશે. કોઇ જૂનું ઉધાર પણ પાછું મેળવવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.
નેગેટિવઃ- રાજકારણ સાથે જોડાયેલા લોકો તથા તેમની ગતિવિધિઓથી દૂર રહો. આ સમયે તમારી માનહાનિ થવાના યોગ બની રહ્યા છે. ભાઇઓ સાથે પણ સંબંધને મધુર જાળવી રાખો.
વ્યવસાયઃ- પાર્ટનર સાથે જોડાયેલા કારોબારમાં વધારે સાવધાની જાળવવાની જરૂર છે.
લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે, સાથે જ પારિવારિક તથા વ્યાવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાથી ઘરમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે આ સમયે કોઇ નુકસાન કે ષડયંત્રનો શિકાર થઇ શકો છો. કોઇપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. આ સમયે જોખમી પ્રવૃત્તિનાં કામ, જેમ કે જુગાર, સટ્ટો વગેરેથી દૂર રહો.
વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થશે નહીં.
લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે શારીરિક નબળાઈનો અનુભવ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.