મંગળવારનું રાશિફળ:મીન જાતકોએ તેમના બજેટનું ધ્યાન રાખવું, આ રાશિના લોકો દરેક પડકારનો સ્વીકાર કરવા માટે તૈયાર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંહ, કન્યા, મીન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવી શક્યતા
  • મકર-કુંભ સહિત છ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

10 ઓગસ્ટ, મંગળવારનો દિવસ છ રાશિ માટે શુભ રહેશે. મેષ રાશિના જાતકોને ગ્રહ નક્ષત્રનો સાથ મળશે. નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ લાભદાયી છે. સિંહ રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા યોગ છે. કન્યા રાશિના ખાસ કામ પૂરા થઈ શકે છે. આ જ કારણથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. ધન રાશિના અટકેલા કામો પૂરા થવાની શક્યતા છે. મીન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. આ ઉપરાંત મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય છે.

10 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પોતાના કાર્યોને પૂર્ણ નિષ્ઠાથી કરો. સારું ગ્રહ ગોચર બની રહ્યું છે. તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. જમીન કે વાહનની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેનું પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમયે તેમને યોગ્ય ઇલાજની જરૂરિયાત છે. બાળકો તથા યુવાઓ પોતાના લક્ષ્યને ઇગ્નોર ન કરે. ખરીદદારી કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈપણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલોનો સહયોગ લેવો જરૂરી છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નાની-નાની વાતો ઉપર તણાવ લેવાથી માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- નવી યોજનાઓ બનાવવા તથા તેના પ્રમાણે કામ કરવાનો યોગ્ય સમય છે. તમને તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ પ્રાપ્ત થશે. ઘણાં સમય પછી મિત્રોને મળવાથી સુખ અને ઉમંગ અનુભવ કરશો.

નેગેટિવઃ- બાળકો ઉપર વધારે પ્રતિબંધ લગાવશો નહીં. કેમ કે તેમના આત્મબળ અને કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી કોઈ નકારાત્મક વાતથી કોઈ મિત્ર નિરાશ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યો વિઘ્ન વિના પૂર્ણ થતાં જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બની શકે છે. બધા લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તેને લગતી તૈયારીઓમાં વ્યસ્ત રહી શકે છે. પોતાના ભાવી લક્ષ્યો પ્રત્યે એકાગ્ર રહો અને યોગ્ય રીતે કાર્ય કરો, ચોક્કસ જ તમને યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- થોડા નવા સંપર્ક સ્થાપિત થશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઈ શકે છે. થોડા સ્વાર્થી અને નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત તથા વ્યવસાયિક કાર્યોમાં સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરીરમા દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઈ પારિવારિક મતભેદ ચાલી રહ્યો છે તો કોઈની દખલ દ્વારા તેને ઉકેલવાની કોશિશ કરો. પરિસ્થિતિઓ સચવાઈ જશે. અટવાયેલાં સરકારી કાર્યો કોઈ અધિકારીની મદદથી પૂર્ણ થતા જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત જાહેર થઈ શકે છે. જેના કારણે કોઈ ગાઢ મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. આવી વાતોને વધારે ખેંચશો નહીં. માનસિક સુકૂન મેળવવા માટે થોડો સમય એકાંતમાં રહો

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ સારો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી જાળવી રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવાને લગતી મહત્ત્વપૂર્ણ યોજના બની શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય રાખવામાં તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- ક્યારેક આળસના કારણે તમે તમારા કામને ટાળવાની કોશિશ કરી શકો છો. જેના કારણે નુકસાન જ થશે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. તમારું મનોબળ જાળવી રાખો.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે હોવા છતાંય તમારી યોગ્યતા અને ક્ષમતાના બળે તમારા કાર્યો ચાલતા રહેશે.

લવઃ- જીવનસાથીને કોઈને કોઈ ભેટ આપવાથી સંબંધ સારા જળવાયેલાં રહેશે,

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારું માર્કેટિંગ કે મીડિયાને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. વાતચીતના માધ્યમથી ચાલી રહેલી અનેક મુશ્કેલીઓનો ઉકેલ અને સમાધાન મળી જશે.

નેગેટિવઃ- કોઈ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહો. પાડોસીઓ સાથે પણ વિવાદની સ્થિતિથી દૂર રહો તો સારું રહેશે. અન્ય પાસેથી આશા કરવાની જગ્યાએ પોતાની આવડત ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડવા દશો નહી

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ ધીમે-ધીમે તમારા પક્ષમાં થઈ રહી છે. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સંપર્ક બનશે. તમારી પ્રતિભા લોકો સામે આવી શકે છે. રાજકીય કાર્યોને પૂર્ણ કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ પણ મળશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સો અને આવેશમાં આવીને તમે તમારું કામ ખરાબ કરી શકો છો. રૂપિયા આવવાની સાથે-સાથે જવાનો પણ રસ્તો તૈયાર રહેશે. એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવા માટે તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઈપણ પ્રકારની બેદરકારી નુકસાન કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય સામાન્ય ફળદાયક છે. સાંસારિક કાર્યોને તમે ખૂબ જ શાંતિથી ઉકેલી શકો છો. તમારી ક્ષમતાઓને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં ઉપયોગ કરવાની કોશિશ કરો. બાળકો માટે પણ તમારો પૂર્ણ સહયોગ રહેશે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો. જલ્દી જ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય ખરાબ ન કરે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇને કોઈ સમસ્યાઓ આવી શકે છે.

લવઃ- વ્યવસાયિક તણાવની અસર લગ્નજીવન ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી આસપાસનું વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે. અટવાયેલાં કે અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે, યોગ્ય સમયે જ યોગ્ય નિર્ણય લેવો તમારા માટે સારો રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવર પણ રહી શકે છે.

નેગેટિવઃ- જો કાર્યોમાં કોઈ વિઘ્ન આવી રહ્ય હોય તો તેનું કારણ તમારા અનુભવોમાં ઘટાડો હોઈ શકે છે. જેથી વધારે જાણકારી પ્રાપ્ત કરો. સમાન વિચારધારા તથા પોઝિટિવ લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયઃ- વેપારમાં દરેક કામને ગંભીરતા અને સાદગીથી કરો.

લવઃ- પરિવારમાં વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભવિષ્યની યોજનાને લઇને તમે વ્યસ્ત રહી શકો છો. મહેનતનું પરિણામ પણ યોગ્ય મળી શકે છે. સમાજ કે સોસાયટીની વ્યવસ્થા હેતુ કરવામાં આવતા કાર્યોથી તમારી લોકપ્રિયતા વધશે. વિદ્યાર્થીઓને તેમના કોઈ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- બધું જ હોવા છતાં પણ જીવનમાં થોડા અજીબ ફેરફાર અનુભવ કરી શકો છો. થોડો સમય આત્મ ચિંતનમાં પસાર કરો. આાર્થિક રીતે હાલ કોઈ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- ઘર-પરિવારમાં એકબીજા સાથે પ્રેમનું વાતાવરણ રહેશે,

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ તથા શરીરમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ દીર્ઘકાલિન લાભની યોજના ઉપર કામ શરૂ થઈ શકે છે. કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકારભર્યું રહેશે. તમે બધા જ કાર્યો યોગ્ય રીતે કરી શકશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા થોડા નજીકના લોકો જ બનતા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. કોઈની વાતોમાં આવશો નહીં અને પોતાના નિર્ણય જાતે જ લો. આ સમયે વધારે મોજ-મસ્તીમાં ધ્યાન ન આપીને પોતાના કાર્યોને પૂર્ણ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં તણાવની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ કે શારીરિક થાકને લગતી મોટી સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઇચ્છિત કાર્યો સમયે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહી શકે છે. દરેક પડકારનો સ્વીકાર કરો. ખાસ કરીને મહિલાઓ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખે.

નેગેટિવઃ- આર્થિક મામલે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. બધું જ હોવા છતાં કોઇ પ્રકારનું ખાલીપન તમે અનુભવ કરી શકો છો. આ દુવિધાથી બહાર આવવા માટે તમે સક્ષમ છો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ મોટો ઓર્ડર તમારા હાથમાં આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓનો સંકેત મળી શકે છે.