1 સપ્ટેમ્બરનું રાશિફળ:મહિનાનો પહેલો દિવસ મેષ જાતકો માટે ભાગ્ય વર્ધક રહેશે, મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય ભાગ્ય વર્ધક છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશો જે આગળ ચાલીને તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો.

નેગેટિવઃ- કામ વધારે હોવાના લીધે ક્યારેક તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. જેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે આજે પ્રયત્ન કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને તણાવના કારણે શારીરિક નબળાઇ અનુભવાશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં રસ લેશો. તમારી જીવનશૈલીને પણ વધારે ઉન્નત કરવા માટે પ્રયાસ કરતાં રહેશો.

નેગેટિવઃ- પરણિતા વ્યક્તિઓએ સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. ધૈર્ય અને સંયમ જાળવીને રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- નોકરીમાં ફાઇલ તથા પેપર વર્કને પૂર્ણ કરવામાં ઓવરટાઇમ કરવો પડી શકે છે.

લવઃ- સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય વ્યતીત કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવું નહીં.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક આયોજન સંબંધિત કાર્યમાં વ્યસ્તતા રહેશે અને સમાન વિચારધારાવાળા કોઇ વ્યક્તિ સાથે સંપર્ક બનાવવો તમારા માટે પ્રસન્નતા દાયક રહેશે.

નેગેટિવઃ- બાળકોના કરિયર અને લગ્નને લઇને ચિંતા રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની આશંકા છે.

વ્યવસાયઃ- આજે કામકાજનો બોજ વધારે રહેશે.

લવઃ- જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન સિઝનના કારણે થોડી સુસ્તી અને આળસ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વડીલ તથા વરિષ્ઠ વ્યક્તિઓનો આશીર્વાદ અને સહયોગ મળશે. થોડાં જૂના સંબંધોમાં સુધાર આવશે. ધન સંબંધિત ગતિવિધિઓ પોઝિટિવ બની રહેશે.

નેગેટિવઃ- સંતાન સાથે સંબંધિત કાર્યોમાં વધારે ખર્ચની સ્થિતિ રહેશે. ભાવુકતાના આવેશમાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં માત્ર વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં સોજો કે દુખાવો થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆત સંતોષજનક કાર્યોથી થશે. મિત્રો અથવા સહયોગીઓ સાથે ફોન ઉપર પણ કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂર છે. અચાનક કોઇ મુશ્કેલી તમારી સામે ઊભી થઇ શકે છે. ખોટાં કાર્યોમાં પણ સમય વ્યતીત થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામનું દબાણ રહેવાના કારણે તણાવ અનુભવ થશે.

લવઃ- લગ્ન સંબંધોમાં ગેરસમજને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આર્થિક મામલે વિજય પ્રાપ્ત થશે. કાર્ય યોજનાઓ પણ સફળ રહેશે. કોઇ જમીન સંબંધિત અટવાયેલો મામલો પણ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- આવકના સાધન તો વધશે પરંતુ સાથે જ ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ અનુભવ થશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટી સાથે સંબંધિત વેપારમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધારે કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય શાંતિદાયક અને ધનદાયક ચાલી રહ્યો છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને અનુસંધાનમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની યાત્રાને સ્થગિત રાખવી યોગ્ય છે જેમાં સમય વ્યર્થ થવા સિવાય અન્ય કંઇ જ પ્રાપ્ત થવાનું નથી.

વ્યવસાયઃ- આજે વેપારમાં વધારે વ્યસ્તતા રહેશે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સામંજસ્ય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- ખોટા ખાનપાનના કારણે છાતિમાં ભારેપણું અનુભવ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારો આત્મવિશ્વાસ નવી આશા અને આશાઓને જાગૃત કરશે. કોઇપણ વિપરીત પરિસ્થિતિનું સમાધાન મેળવવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે હસ્તક્ષેપ કરવાથી દૂર રહો. કોઇ પ્રકારનો વાદ-વિવાદ અથવા ઝઘડો થવાના અણસાર બની રહ્યા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વિચાર કરી લો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની સ્થિતિ બની રહી છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે સમાન વિચારધારાના લોકોને મળવાથી તમારી અંદર એક નવી ઊર્જા પ્રવાહિત થશે. ખેલકૂદ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક સુઅવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિઓ થોડી પરેશાન કરી શકે છે. ઘર-પરિવારનું વાતાવરણ નકારાત્મક બનશે.

વ્યવસાયઃ- વેપારમાં ભાગ્ય તથા ગ્રહ ગોચર તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સારી થશે. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ ઉપર ધ્યાન આપો અને તેના ઉપર તરત કામ શરૂ કરી દો.

નેગેટિવઃ- સમયના બીજા પક્ષમાં એવો અનુભવ થશે કે સ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. ધૈર્ય અને સંયમથી તમે સમસ્યાને કાબૂ કરી લેશો.

વ્યવસાયઃ- કામ સંબંધિત મામલાઓમાં થોડો ફેરફાર થવાના યોગ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ચંદ્ર તમારી રાશિમાં ભ્રમણ કરશે જે તમારા માટે લાભના દ્વાર ખોલી શકે છે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘરમાં અને સમાજમાં સન્માન પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય લેશો નહીં. કોઇ પ્રિયજન દ્વારા કોઇ અશુભ સમાચાર પ્રાપ્ત થવાથી મનમાં નિરાશા રહેશે.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓની ઉન્નતિદાયક યાત્રા સંપન્ન થશે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. કોઇ શુભચિંતકની મદદ તમારા માટે આશાનું કિરણ લઇને આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- દિવસની શરૂઆત થોડી કષ્ટદાયક સાબિત થશે અને ધૈર્ય અને સંયમથી કામ લેવું. વાહન અથવા કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક્સ ખરાબ થવાથી મોટો ખર્ચો સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંને જ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.