1 ઓક્ટોબરનું રાશિફળ:ગુરુવારે મેષ અને તુલા રાશિના લોકોને ધર્મ-કર્મમાં વધારે રસ રહેશે, પતિ-પત્ની વચ્ચે અહંકાર સંબંધ ખરાબ કરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે શુભ યોગથી ઓક્ટોબરની શરૂઆત, કુંભ સહિત 6 રાશિને નવી તકો મળશે

1 ઓક્ટોબર, ગુરુવારના રોજ ગ્રહ-નક્ષત્રો સાથે મળીને છત્ર તથા વૃદ્ધિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આનો સીધો ફાયદો મેષ, વૃષભ, મિથુન, કન્યા, કુંભ તથા મીન રાશિના જાતકોને મળશે. આ છ રાશિઓના જાતકોને જોબ તથા બિઝનેસમાં આગળ વધવાની તક મળી શકે છે. કામકાજના વખાણ થશે. મોટા લોકોની મદદથી વિચારેલા કામો પૂરા થઈ શકશે. એસ્ટ્રોલજર ડૉ. અજય ભામ્બીના મતે, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન તથા મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ પાંચ રાશિને ગ્રહ-નક્ષત્રનો ખાસ સાથ મળશે નહીં. આ ઉપરાંત સિંહ રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. આમ 12માંથી 6 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ ખાસ રહેશે.

1 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મ અને ધર્મ-કર્મ પ્રત્યે રસ તમારા વ્યવહારને વધારે પોઝિટિવ બનાવશે. તમને મીડિયા અને માર્કેટિંગને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, એટલે કોઇપણ ફોન કોલને આજે નજરઅંદાજ કરશો નહીં.

નેગેટિવઃ- ધન રોકાણને લગતાં કાર્યોમાં વધારે સાવધાની રાખો. કોઇ અજાણ વ્યક્તિને રૂપિયા ઉધાર આપવાથી બચવું કેમ કે, તે પાછા આવે તેની કોઇ આશા નથી. ગેરકાનૂની કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપારમાં થોડાં બહારના કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં સુધાર લાવવા માટે એકબીજાના સહયોગની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- વાસી તથા તળેલું ભોજન કરવાથી પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે મુક્તિ મળશે તથા પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આજે અચાનક કોઇ અસંભવ કાર્યના સંભવ થઇ જવાથી મનમાં અતિ પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુને સંભાળીને રાખો તેના ચોરી થવાની કે ખોવાઇ જવાની આશંકા છે. સાથે જ તમારા ગુસ્સાવાળા સ્વભાવના કારણે થોડાં સંબંધોમાં મનમુટાવ આવી શકે છે.

વ્યવસાયઃ- જો વ્યવસાયને લગતો કોઇ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેના ઉપર ધ્યાન આપો તથા વકીલને મળીને યોજના બનાવો.

લવઃ- ખોટો ગુસ્સો ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાનું નિયમિત ચેકઅપ કરાવવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી તણાવભર્યા જીવનથી આજે થોડી રાહત મળશે. આજે તમે તમારી અંદર આત્મવિશ્વાસ અનુભવ કરશો. યુવાઓને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાની સંભાવના છે, એટલે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ- ધનને લગતાં થોડાં મામલે ચિંતા રહેશે. બપોર સુધીનો સમય આર્થિક દૃષ્ટિથી ઉત્તમ છે. આ સમયે તમારા કાર્યો ઉપર ધ્યાન આપવાથી તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ અને નોકરીમાં તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક સમારોહમાં જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અતિ ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવાર અને ફાયનાન્સને લગતાં થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોના પોઝિટિવ પરિણામ સામે આવશે. ઘરમાં રિનોવેશન માટે થોડી યોજનાઓ બનશે. વાસ્તુને લગતાં નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ- કોઇ નજીકના કે સગા-સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. તમારી ભાવનાઓ અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. કોઇપણની વાત ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લેવી.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળ પર બધા કામ જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- પરિવાર અને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને મજબૂત રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક ગતિવિધિઓમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. જેનાથી તમારા માન-સન્માનમાં વધારે થશે. કોઇ સંસ્થાને લગતાં કામમાં વધારો થશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે ઊંડો અભ્યાસ કરવાથી સારું પરિણામ મળશે.

નેગેટિવઃ- મકાન, ગાડી વગેરેને લગતાં કાગળિયા સંભાળીને રાખો તથા રોકાણ સમજી-વિચારીને કરો. બાળકોની સમસ્યાને લઇને પણ તમે પરેશાન રહેશો. તમારે કોઇ મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે બધા નિર્ણયો જાતે જ લેવાં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં દિવસોથી જે કાર્યો પ્રત્યે તમે વધારે મહેનત કરી રહ્યા હતા આજે તેના શુભ ફળની પ્રાપ્તિ આશા કરતાં વધારે રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવાથી મન પ્રસન્ન રહેશે

નેગેટિવઃ- તમે ક્યારેક સપનામાં જ યોજના બનાવતાં રહો છો. એટલે કલ્પનાઓમાં જીવવાની જગ્યાએ હકીકતમાં આવો. તથા જીવનની વાસ્તવિકતાને સમજો. બાળકોની ભાવનાઓને સમજો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કઇંક નવા કરાર પ્રાપ્ત થશે.

લવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યવસાય ઉપર હોવાના કારણે જીવનસાથીનો ઘર સંભાળવામાં સંપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકો આજે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ સેવાને લગતું તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધનને લગતાં રોકાણમાં કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં કેમ કે, થોડા-થોડા અંશમાં પાછા મળવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં હાલ કામ કરવાની નીતિઓમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક લોકોનો એકબીજા પ્રત્યે સ્નેહ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત ફળદાયક છે. અન્ય પાસેથી માન-સન્માન પ્રાપ્ત કરવું હોય તો પહેલાં અન્યનું માન-સન્માન કરવું પડશે. વ્યક્તિગત સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. વિરોધી આજે અસફળ થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ નાની વાતને લઇને વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. આ બધી બાબતોથી દૂર રહો તો સારું. મન પ્રમાણે આર્થિક રોકાણ કરી શકશો નહીં.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતાં કાર્યો પૂર્ણ કરવામાં તમારી ઊર્જા લગાવો.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતાં રોગ થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે સમજવા-વિચારવા તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. અચાનક જ કોઇ અસંભવ કાર્ય સંભવ થઇ શકે છે.

નેગેટિવઃ- ઘરમાં ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે અને તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા તેને પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. તમારા અહંકારને તમારા વ્યવહાર ઉપર હાવિ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં થોડી ગતિવિધિઓ હાલ રોકાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાઇરલ તાવની સ્થિતિ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કામને સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે. તમારા વિરોધી તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં માન-સન્માન પણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- ઘરને લગતાં કોઇ કાર્યમાં ખોટા ખર્ચા વધારે થઇ શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો કેમ કે, હાલ આવકના માર્ગ વધારે મળી શકશે નહીં. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં કામ યોગ્ય રીતે ચાલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લઇને વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. કોઇપણ પ્રકારની દુવિધા સમયે પરિવારના વ્યક્તિઓનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવાથી કે ચોરી થવાથી તણાવ રહેશે. કાકાના ભાઇ-બહેનો સાથે સંબંધ ખરાબ થવાથી બચાવો. નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવિ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કાર્યની પ્રગતિના થોડાં મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ ઊર્જા અને આત્મબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપો. તેમની સલાહ અને આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરી રહ્યાં છે.

નેગેટિવઃ- કોઇપણ નવું રોકાણ કે કાર્ય કરતી સમયે તેના અંગે યોગ્ય તપાસ કરી લો. કોઇની વાતોમાં આવશો નહીં. ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરશો

વ્યવસાયઃ- છેલ્લાં થોડાં સમયથી વ્યવસાય ક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, તેમાં આજે આંશિકરૂપથી સફળતા મળવાની સંભાવના છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...