1 નવેમ્બરનું રાશિફળ:રવિવારનો દિવસ ધૈર્ય અને સંયમથી પસાર કરવો, અકારણ ગુસ્સો તમારાં કામ બગાડી શકે છે

2 વર્ષ પહેલા

1 નવેમ્બર, રવિવારે વ્યતિપાત અને કાલદંડ નામના બે અશુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે 6 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ કપરો રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. ફાલતુ ખર્ચા થવાની શક્યતા છે. આખો દિવસ સ્ટ્રેસ રહી શકે છે. વિવાદ અને કામકાજમાં વિઘ્નો આવી શકે છે. આ ઉપરાંત મેષ, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના જાતકો માટે દિવસ ઠીક રહેશે. આ છ રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળી શકે છે.

1 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે જેના કારણે બજેટ પણ ખરાબ થઇ શકે છે. કોઇ દુઃખદ સમાચાર મળવાથી આત્મવિશ્વાસ તથા કાર્યક્ષમતામાં પણ ઘટાડો આવી શકે છે. ઘરમાં પણ નકારાત્મક વાતાવરણ રહેશે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓનો વિસ્તાર કરવા માટે થોડી નવી યોજના બનશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી તથા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા અટવાયેલાં રાજકીય કામ કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થઇ શકે છે એટલે કોશિશ કરતાં રહો. સાથે જ, બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઇ સંબંધી કે પાડોસીઓ સાથે કોઇ પ્રકારના વિવાદમાં પડશો નહીં. અન્યના મામલે દખલ કરશો નહીં. ધનનું રોકાણ કરતાં પહેલાં તેની પોલિસીને યોગ્ય રીતે સમજી લો. બેદરકારીના કારણે નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિ લાવવા માટે થોડી નવી નીતિઓ બનાવવી જરૂરી છે.

લવઃ- પરિવારજનો સાથે શોપિંગ કરવું તથા તેમની સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો વધારે મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ વિવાદ કે સગાઈને લગતાં માંગલિક કાર્ય પૂર્ણ થવાની યોજના બનશે. આનંદનું વાતાવરણ જળવાયેલું રહેશે. ઘરના બધા સભ્ય પોતાની જવાબદારીને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે નકારાત્મક વાત અચાનક સામે આવવાથી તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઇ શકે છે. ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને શાંત રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે શરૂ રહેશે. તમારા સ્વભાવને નિયંત્રિત રાખવો જરૂરી છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું રૂટીન ચેકઅપ કરાવતાં રહો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી ઇચ્છા અને મહેનતનો લાભ પ્રાપ્ત થશે. તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઘરમાં કોઇ ધાર્મિક કાર્યના આયોજનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિને લગતાં કાર્યોમાં થોડું મોડું થઇ શકે છે. પરંતુ નિરાશ થશો નહીં કેમ કે, કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. કોઇપણ જૂની નકારાત્મક વાત તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતાં કાર્યોમાં આજે વિશેષ ધ્યાન આપો.

લવઃ- થોડો સમય જીવનસાથી સાથે મનોરંજનમાં તથા શોપિંગમાં પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા અને રસ વધશે. જેના દ્વારા તમારી અંદર પોઝિટિવ દૃષ્ટિકોણ ઊભો થશે. આજે દિવસનો મોટાભાગનો સમય કોઇ વિશેષ કાર્યને લગતી યોજનાઓને ગતિ આવવામાં પસાર થશે.

નેગેટિવઃ- શેર, સટ્ટા વગેરે જેવા રિસ્કી કામથી દૂર રહો. કેમ કે, કોઇ મોટું નુકસાન થવાની સંભાવના છે. સાથે જ માનહાનિ પણ થઇ શકે છે. આ સમયે સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે. કોઇ નજીકના વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રિનોવેશનને લગતી યોજના બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી અને કફની ફરિયાદ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ કોઇપણ પરિસ્થિતિમાં ઊર્જાવાન અને માનસિક રૂપથી મજબૂત જળવાયેલો રહેશે. જો વારસાગત પ્રોપર્ટીને લગતો કોઇ વિવાદ ચાલી રહ્યો છે, તો તેનો ઉકેલ લાવવા માટે આજનો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ- આજે તમારા સ્વભાવમાં ભાવુકતા વધારે રહેશે. જેના કારણે થોડાં લોકો તમારો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. કોઇ પાસેથી વધારે આશા રાખશો નહીં પરંતુ તમારાં બધાં જ કામ જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રીતે બધા સાથે વ્યવહાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં આજે સુધાર થશે. તમે ફરી તમારી ઊર્જાને સમેટીને અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરશો. પરિવારનો પણ સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ- વ્યસ્તતાની વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો નહીં. તમારા કામનો ભાર અન્ય સાથે વહેંચીને તમે હળવાશ અનુભવ કરશો. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ સાથે બેદરકારી કરીને કોઇ પ્રકારનું નુકસાન કરે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો ભરપૂર સહયોગ રહેશે.

લવઃ- ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ પરિવારમાં સુખદ વાતાવરણ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- નબળાઇના કારણે માથાનો દુખાવો અને થાક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કોઇ વડીલ કે અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરો. જેથી તમારા કાર્ય યોગ્ય રીતે સંપન્ન થઇ જશે. કામ વધારે હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક જાળવી રાખો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે કોઇ અપ્રિય ઘટના મનને નિરાશ કરી શકે છે. તથા અજાણ્યો ભય અને ડિપ્રેશનની સ્થિતિ પણ મન ઉપર નેગેટિવ અસર કરી શકે છે. થોડો સમય મેડિટેશનમાં પસાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામની ગતિ ધીમી રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો ઘર કે વ્યવસાયને લગતાં સ્થાન પરિવર્તનની કોઇ યોજના બની રહી છે તો આજે તે યોજનાને ગતિ આપવાનો યોગ્ય સમય છે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. આજે લાંબા સમયથી અટવાયેલાં કામ પૂર્ણ કરવામાં સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ઈગોમાં આવીને કોઇ સાથે પણ અયોગ્ય વ્યવહાર કરશો નહીં. નહીંતર તમારા માટે પણ અપમાનજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ કરી શકો છો.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી મનન કરો.

લવઃ- પરિવાર સાથે રવિવારની રજાનો દિવસ મનોરંજન અને શોપિંગમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થાય તેવી સ્થિતિ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. તેનું તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઇ રહ્યું છે. આજે પણ ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- સામાજિક સંબંધોને પણ મધુર જાળવી રાખવા અતિ જરૂરી છે. આજે કોઇ જૂની નકારાત્મક વાત ફરી સામે આવી શકે છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓને કાબૂ કરી લેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

લવઃ- તમારી પરેશાનીઓનો ઉકેલ કરવામાં જીવનસાથીનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સંબંધીની કોઇ સમસ્યાને ઉકેલવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તમારો પોઝિટિવ નિર્ણય વખાણવા લાયક રહેશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં આસ્થા વધારવાથી તમારી મનોવૃત્તિમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું છે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિ જેમ કે, શેર, સટ્ટા વગેરે કાર્યોથી દૂર રહો. કોઇ મોટુ નુકસાન થવાની સંભાવના છે. કોઇના ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. બધાં કાર્યો પોતાની સમજણથી પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય તમારા પક્ષમાં છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે લાભદાયક ગ્રહ ગોચર શરૂ છે. તમે જે કામ હાથમાં લેશો, પરિસ્થિતિઓ તમારી અનુકૂળ થઇ જશે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. ધનનું રોકાણ કરવા માટે સમય યોગ્ય છે. કોઇ પ્રોપર્ટીને લગતી ખરીદારી થઇ શકે છે.

નેગેટિવઃ- થોડો સમય તમારા વ્યવહારમાં ધૈર્ય અને સંયમ હેતુ આત્મ અવલોકનમાં પણ પસાર થશે. અકારણ જ ગુસ્સા અને ઉતાવળના કારણે અનેક બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે ફાયદાકારક કરાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

લવઃ- પારિવારિક વ્યક્તિના લગ્નને લઇને માંગલિક કાર્યની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મોટિવેશનલ ક્વોટ્સ/ મુશ્કેલ કામને વચ્ચે છોડી દેવું સરળ છે, પરંતુ વિપરિત પરિસ્થિતિમાં વ્યક્તિને પોતાની તાકાતની જાણ થાય છે

શુભ સંયોગ/ નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

કર્ણવેધ સંસ્કાર/ કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે

ગૌતમ બુદ્ધનો બોધપાઠ:એક ખરાબ મિત્ર કોઇ જાનવરથી પણ વધારે ખતરનાક હોય છે; કેમ કે જાનવર માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ ખરાબ મિત્ર આપણાં દિમાગને નુકસાન પહોંચાડે છે

ગ્રહ-નક્ષત્ર/ 6 નવેમ્બર સુધી સૂર્ય રાહુના નક્ષત્રમાં રહેશે, કુંભ સહિત 7 રાશિના લોકો માટે તણાવભર્યો સમય રહી શકે છે

અન્ય સમાચારો પણ છે...