તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:મહિનાનો પહેલો દિવસ વૃશ્ચિક અને ધન જાતકો માટે અનુકૂળ રહેશે, વિચારેલાં કાર્યો પૂર્ણ થશે

3 મહિનો પહેલા
  • કન્યા, વૃશ્ચિક ધન રાશિ માટે દિવસ શુભ; કર્ક, તુલા તથા કુંભ રાશિએ સંભાળવું
  • મેષ, વૃષભ, મિથુન, સિંહ, મકર તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય

1 જુલાઈ ગુરુવારના રોજ સૌભાગ્ય તથા છત્ર નામના બે શુભ યોગ બની રહ્યાં છે. આ ઉપરાંત ચંદ્ર પર શનિની વાંકી દૃષ્ટિ રહેશે. કન્યા રાશિને અટકેલા પૈસા મળે તેવા યોગ છે. નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. અટકાયેલો કોઈ નિર્ણય આજે વૃશ્ચિક રાશિના હકમાં આવી શકે છે. ધન રાશિની ગ્રહ સ્થિતિ તેમના પક્ષમાં રહેશે.

કર્ક, તુલા, કુંભ રાશિએ આખો દિવસ સાવચેતીથી પસાર કરવો. કામકાજમાં જોખમ તથા ઉતાવળથી બચવું. હિસાબમાં ગડબડ થઈ શકે છે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, સિંહ, મકર તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

1 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે માનસિક તથા આત્મિક સુકૂન મેળવવા માટે થોડો સમય પ્રકૃતિની નજીક પસાર કરો. તમારી આંતરિક છુપાયેલી પ્રતિભાને રચનાત્મક કાર્યોમાં લગાવો. ઘરની સુખ-સુવિધા તથા દેખરેખને લગતા કાર્યોમાં પણ તમારું ધ્યાન રહેશે.

નેગેટિવઃ- કોઈ સમસ્યા આવે તો કોઈ નજીકના સંબંધી કે મિત્ર પાસેથી તમને યોગ્ય મદદ મળી શકે છે. કોઈ કિંમતી વસ્તુના ખોવાઈ જવાની શક્યતા છે. તમારા સામાનનું ધ્યાન જાતે જ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા સંપર્કોની સીમા વિશાળ કરો. કોઈ રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તો ખોલી શકે છે. આ સમયે વિરોધી પણ તમારા વ્યક્તિત્વ સામે હથિયાર નાખી શકે છે. પરિવાર સાથે કોઈ વિશેષ કાર્યમાં તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમારા મિત્રો અને સંબંધીઓને ઇગ્નોર ન કરો. તમારે સામાજિક સીમા પણ વિશાળ કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કામને લગતી નીતિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની ઘરમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને એકબીજાના તાલમેલ દ્વારા ઉકેલશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળામાં ઇન્ફેક્શનની સમસ્યાથી બચવા માટે ખાનપાનની જરૂરિયાત રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડો સમય ઘરના વડીલો તથા વડીલ સભ્યો સાથે પણ પસાર કરો. તેમના આશીર્વાદ અને સુખ તમને સુખદ અનુભૂતિ આપી શકે છે. થોડા નિર્ણય હ્રદયથી પણ લેવા જરૂરી છે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં હળવી પરેશાનીઓ રહેવાથી તમારા થોડા કામ અધૂરા રહી શકે છે. આ સમયે કોઈ બહારની વ્યક્તિની મદદ લેવી યોગ્ય નથી. તમારા કાર્યોમાં વિઘ્ન સાથે નુકસાન પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારના સુખ અને સુવિધાનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. સાથે જ તમારા વ્યક્તિગત કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ સાર્વજનિક સ્થળે અકારણ જ કોઈ સાથે વિવાદ થઈ શકે છે. જેની અસર તમારા માન-સન્માન ઉપર પડી શકે છે. તમારા વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. ઘરના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં વધારે સમય આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- નબળાઈ અને થાકના કારણે શરીરમાં સુસ્તી રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રોજિંદાના થાકથી રાહત મેળવવા માટે પરિજનો સાથે મનોરંજનમા યોગ્ય સમય પસાર થશે. પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરી શકો છો. તમારી ચર્ચા-વિચારણાથી કોઈ સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે.

નેગેટિવઃ- ઓફિસના થોડા કામ ઘરમા રહીને કરવા પડી શકે છે. તમે તમારા કામ પ્રત્યે ફોકસ રાખી શકશો નહીં. એટલે ભૂલ કરવાની જગ્યાએ કામને ટાળવું યોગ્ય રહેશે. બાળકો ઉપર વધારે નિયંત્રણ રાખવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- ફોન કે ઇન્ટરનેટના માધ્યમથી જ વ્યવસાયિક કાર્યને લગતી વાતચીત થઈ જશે.

લવઃ- જીવનસાથીને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી થવાથી તમારો સહયોગ અને દેખરેખ તેમને સુખ મળશે.

સ્વાસ્થ્યઃ- ઘૂટણ તથા સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરમા ફેરફારને લગતા થોડા કાર્યો થાય તેવી શક્યતા છે. પ્રોપટીની લેવડ-દેવડ જેવી યોજનાઓ પણ બનશે. આધ્યાત્મિક ગતિવિધિઓમા તમારો વિશ્વાસ તમને શાંતિ અને ઊર્જા પ્રદાન કરશે.

નેગેટિવઃ- ઘરના જ કોઈ સંબંધી કે મિત્ર સાથે કોઈવાતને લઇને મતભેદમાં ગુંચવાશો નહીં. પોતાને વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રાખી શકો છો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પણ પોતાના અભ્યાસ અને કરિયર ઉપર ધ્યાન ન આપીને ફાલતૂ ગતિવિધિઓમાં સમય પસાર કરશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ખૂબ જ મધ્યમ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામ ઉતાવળમાં ન કરીને પહેલાં તેના દરેક સ્તર અંગે વિચાર કરી લો. તેનાથી તમને ઉન્નતિના નવા રસ્તા સમજાઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતા કાર્યોમાં કોઈની હેલ્પ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ ખર્ચ સમે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તમારા બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માન તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અકારણ જ ગુસ્સાની સ્થિતિથી બચવું.

વ્યવસાયઃ- વેપારમાં જે વિસ્તારની યોજના બની રહી છે, તેને ભવિષ્ય માટે ટાળી દો તો સારું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક સમસ્યાથી આજે થોડી રાહત મળી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લઇને કોઇ અટવાયેલો નિર્ણય તમારા હકમાં આવી શકે છે. ગ્રહ સ્થિતિ જીવનમાં થોડું પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી સફળતા પણ બનાવશે. કોઈ ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે પણ સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઈપણ ડીલ કરતા પહેલાં દસ્તાવેજ તથા કાગળિયાઓને યોગ્ય રીતે તપાસી લો. તમારી સાથે ચીટિંગ થઈ શકે છે. આ સમયે તમારા ઉગ્ર સ્વભાવ ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈપણ ગતિવિધિને ઇગ્નોર ન કરો.

લવઃ- પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો વાહન ખરીદવાની કોઈ યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે. ઘરના બધા સભ્ય એકબીજાની ભાવનાઓની કદર કરશે. જેથી વાતાવરણ સુખદ રહેશે. યુવાઓને કોઈ સારી જોબ ઓફર મળી શકે છે.

નેગેટિવઃ- જો ઘરમા વાતાવરણ શાંતિપૂર્ણ રાખવું હોય તો કોઈપણ સંબંધી કે મિત્રની દખલ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર થવા દેશો નહીં. જૂની નકારાત્મક વાતોને ફરી વિચારશો નહીં વર્તમાન ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- પબ્લિક ડિલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો બિલકુલ બેદરકારી ન કરે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક યુવા સભ્ય સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા-વિચારણાં થઈ શકે છે. જેથી સારું પરિણામ પણ સામે આવી શકે છે. થોડા અટવાયેલાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ- ક્યારેક તમે અન્ય લોકોની વાતોમાં શંકાશીલ દૃષ્ટિ રાખો છો, જેથી સંબંધોમા ખટાસ આવી શકે છે. તમારા સ્વભાવમાં સમય પ્રમાણે લચીલાપણુ લાવો. થોડી પણ બેદરકારી અને સાવધાની તમને નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે.

વ્યવસાયઃ- વેપારમાં રિટેલની અપેક્ષાએ હોલસેલના કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં યોગ્ય સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની તકલીફના કારણે પેટમા દુખાવાની સ્થિતિ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડો સમય તમારા મન પ્રમાણે કાર્યોમાં પસાર કરો. તેનાથી તમે માનસિક રૂપથી ખૂબ જ સુકૂન અનુભવ કરશો. કોર્ટ કેસને લગતા કોઈ પારિવારિક વિવાદનો નિર્ણય તમારા હાથમાં રહી શકે છે.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડા લોકો ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે. બધાને ઇગ્નોર કરીને તમે તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખો. જેથી તમારા વચ્ચે કોઈ અંતર ન આવે. આ સમયે આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વેપાર સફળ રહી શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે તમે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં પ્રોપર્ટી કે કોઈ અન્ય મુદ્દાને લઇને ભાઈ-બહેન વચ્ચે જે ગેરસમજ ચાલી રહી હતી, તે આજે કોઈની દખલ દ્વારા દૂર થઈ શકે છે. સંબંધોમાં મધુરતા આવી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના ભવિષ્યને લગતી યોજના ઉપર ફોકસ રાખે.

નેગેટિવઃ- ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈપણ ચર્ચા-વિચારણાં કરતી સમયે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો. તમારા આત્મવિશ્વાસ તથા કાર્ય ક્ષમતાને મજબૂત જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ વધારે સારું પરિણામ મળવાની શક્યતાઓ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ પોઝિટિવ અને સહયોગાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.