1 જુલાઈનું રાશિફળ:બુધવારે મકર જાતકો ઉપર ગણેશજીની કૃપા રહેશે, સંતાનના કરિયર સંબંધિત શુભ સમાચાર મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1 જુલાઈ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- મેષ રાશિના સ્વામી પોતાના કાર્યો પ્રત્યે સંપૂર્ણ ક્ષમતાથી સમર્પિત હોય છે. આજે તમે દરેક મુશ્કેલ લક્ષ્યને પરિશ્રમ દ્વારા હાંસલ કરી શકો છો. વાતચીતના માધ્યમથી અનેક વિવાદ ઉલેકાઇ જશે.

નેગેટિવઃ- કોઇ જગ્યાએથી કોઇ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી મનમા નિરાશા રહેશે. કોઇ મિત્ર સાથે વાત કર્યા વિના કરેલી યોજના તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સામંજસ્ય મધુર રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં જે કાર્ય માટે પ્રયાસ કરી રહ્યા હતાં તે કાર્યની સિદ્ધિ માટે આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે થોડા સમયથી ઘરમાં નવીનીકરણ અને સજાવટ કરવાની રૂપરેખા બનાવી રહ્યા છો. આજે તેના માટે પરિવાર સાથે મળીને યોજના બનાવી શકો છો. ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો સમય પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- ખર્ચનો યોગ્ય રીતે બજેટ બનાવીને જ કાર્ય કરો. ખર્ચ વધારે થવાના યોગ બની રહ્યા છે. આજે વાણી ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ- પરિવારના સભ્યો સાથે બેસીને ઘર સંબંધિ નિર્ણય લેવાથી સંબંધ મધુર બનશે.
વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિ પોતાના કામ ઉપર સંપૂર્ણ ધ્યાન રાખશે .
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમને અનુભવાશે કે, માનવ જીવનનો સાચો અર્થ શું છે અને પોતાનો સમય અન્યની મદદમાં લગાવો જેનાથી તમને હાર્દિક સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- મિથુન રાશિના લોકો વાતચીતમાં નિપુણ હોય છે પરંતુ જો વધારે બોલવાની આદત હોય તો આજે થોડું સાવધાન રહેવું.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- જમીન-જાયદાદ સંબંધિત વ્યવસાયમાં આજે કોઇ સારી ડીલ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વાયરલ તાવ જેવી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારું કામ સમજી-વિચારીને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરો. તમારો વિનમ્ર સ્વભાવ આ સમયે લોકોમાં વખાણનું પાત્ર બનશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધારે રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો જેના કારણે કોઇ નજીકના વ્યક્તિનો આરોપ-પ્રત્યારોપ લાગી શકે છે. જોકે, હકીકત સામે આવ્યાં બાદ બધું જ સારું થઇ જશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં દરેક પગલાં સાચવીને રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વ્યસ્તતા હોવા છતાં પણ તમે સંબંધિઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રાખો. તમારો આધ્યાત્મિક સમય મનોરંજનમાં વ્યતીત થશે.

નેગેટિવઃ- કોઇ સ્થાને અટવાયેલું ધન પાછું મળી શકે છે. વાદ-વિવાદ અને લડાઇ થવાની આશંકા છે. ઘરમાં મહેમાનોના આવવાથી ખર્ચ વધી શકે છે.

લવઃ- બહારના સંબંધોને મધુર બનાવવાની સાથે ઘરના વાતાવરણને પણ સુખમય બનાવો.
વ્યવસાયઃ- વેપારમાં અનુકૂળ ફળની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ શારીરિક કષ્ટ આપી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા લગ્નવાળા જન સંપર્ક બનાવવામાં માહેર હોય છે અને આજે તમને આ સંપર્કોથી ફાયદો પણ થશે. ઘરમાં કોઇ મહેમાનના આવવાથી ચહેલ-પહેલ રહેશે.

નેગેટિવઃ- સંતાનને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે પરંતુ કોઇ સાથે સમસ્યા શેર કરવાનો વિચાર કરીને સમાધાન પણ લાવી શકશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં કોઇ નવી જવાબદારી આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વિશિષ્ટ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે. જેના દ્વારા તમારી વૈચારિક શૈલીમાં નવીનતા આવશે તથા લાંબા સમયથી જે ચિંતા ચાલી રહી છે તે પણ સમાપ્ત થઇ જશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ ઉપર તમારો વધુ પડતો વિશ્વાસ કરવો પણ નુકસાન આપી શકે છે. તમારી થોડી આશા તૂટવાથી મન આહત થઇ શકે છે.

લવઃ- જીવનસાથી આજે થોડી અવસ્વસ્થતા અનુભવશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે વધારે રૂપિયા લગાવશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારું તમારા કામ પ્રત્યે વધારે ગંભીર અને જાગરૂત રહેવું લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે. તમારા પોઝિટિવ વિચારથી તમને ઉપલબ્ધિઓ મળશે.

નેગેટિવઃ- ખરીદારી અને મનોરંજન સંબંધિત કાર્યોમાં ખર્ચ કરતાં પહેલાં પોતાના બજેટનું ધ્યાન રાખો. સાથી પોતાની યોજનાઓને સાર્વજનિક રૂપથી શેર કરે નહીં.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે તમારી ભાવુકતા અને પૂર્ણ સમર્પણની ભાવના જોઇને પારિવારિક લોકોની લગ્ન માટે પરમિશન પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઉત્ત્પન્ન થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે મુક્તિ મળશે તથા પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આજે અચાનક કોઇ અસંભવ કાર્ય કરવાથી મનમાં અતિ પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુને સંભાળીને રાખો. તેમની ચોરી થવાની અથવા ખોવાઇ જવાની આશંકા રહેશે.

લવઃ- જીવનસાથી તથા માતા-પિતા સાથે સંબંધોને ખરાબ થવા દેશો નહીં.
વ્યવસાયઃ- વેપાર સંબંધિત કાનૂની વવાદ ચાલી રહ્યો છે તો આજે તેના ઉપર કામ કરો.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરનું ખાસ ધ્યાન રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારા વ્યક્તિગત મામલાઓને ગુપ્ત રાખીને પૂર્ણ કરવાથી સફળતા મળશે અને કોઇ સ્થાનેથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ઘરના સમારકામ અને જાળવણી સંબંધિત કાર્યોમાં ખર્ચ વધી શકે છે જેનાથી તમારું માસિક બજેટ ગડબડાઇ શકે છે.

લવઃ- સંતાનના કરિયર સંબંધિત કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે.
વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલાં વ્યક્તિઓને સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- વાયુ વિકાર અને સાંધાના દુખાવા સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી કાર્યોમાં જે વિઘ્ન બાધાઓ આવી રહ્યાં હતાં તે કાર્ય આજે પૂર્ણ થવાનું છે. જેથી એકાગ્રતા સાથે તેના ઉપર કામ કરો. કોર્ટ સંબંધિત સ્થિતિઓ પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- થોડાં લોકોની ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને નિંદા થઇ શકે છે. પરંતુ તેનાથી તમારું કઇંજ ખરાબ થશે નહીં. જેથી નિશ્ચિંત રહો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવશે.
વ્યવસાયઃ- વેપારમાં કોઇ સ્થાને ફસાયેલું કે અટવાયેલું ધન આજે પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે ડિપ્રેશન જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવારમાં બાળકો સાથે વ્યતીત કરવાનો છે. સાથે જ, શોપિંગમાં પણ સમય વ્યતીત થઇ શકે છે. તમારા વ્યક્તિત્વ સંબંધિત થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની યાત્રા કરવાથી બચવું. થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે તમારે ચારેય બાજુથી સાવધાન રહેવાની જરૂર છે.

લવઃ- કોઇ વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.
વ્યવસાયઃ- બપોર પછી થોડું કામ ખરાબ થવાનું શરૂ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...