તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે તુલા રાશિના લોકોની ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, મીન જાતકો ઉતાવળે ખોટો નિર્ણય લઇ શકે છે

5 મહિનો પહેલા
  • કામકાજ વધુ હોવાને કારણે ધન-કુંભ રાશિ માટે તણાવપૂર્ણ દિવસ
  • વૃશ્ચિક રાશિ માટે નવી યોજનાઓ માટે આ સમય ઠીક નથી

પહેલી ફેબ્રુઆરી, સોમવારના રોજ રાહુની દૃષ્ટિ ચંદ્ર પર પડશે. આ સાથે જ અતિગંડ નામનો અશુભ યોગ બની રહ્યો છે. અશુભ યોગની અસર સાત રાશિ પર પડશે. મેષ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં સાવચેતીપૂર્વક કોઈ પણ નિર્ણય લેવા. નાની અમથી ભૂલ કે ખામીનું ગંભીર પરિણામ આવી શકે છે.

વૃષભ રાશિના જાતકોને અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે. કર્ક રાશિએ ગુસ્સા પર કાબૂ રાખવાની જરૂર છે. કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. કન્યા રાશિના જાતકોએ બિઝનેસમાં બેદરકારી દાખવવી નહીં. વૃશ્ચિક રાશિના જાતકો માટે નવું કામ કે નવી યોજના માટે આ સમય યોગ્ય નથી.

કામકાજ વધારે હોવાને કારણે ધન રાશિના નોકરિયાત જાતકોને માનસિક તણાવ રહેશે. તો કુંભ રાશિને કાર્યક્ષેત્રમાં વધુ કામને કારણે પ્રેશર રહેશે. તણાવને કારણે પરિસ્થિતિ બગડી શકે છે. આ ઉપરાંત મિથુન, સિંહ, તુલા, મકર તથા મીન રાશિ પર અશુભ યોગની અસર થશે નહીં.

1 ફેબ્રુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે કામ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ રસ લેશો. મનોરંજનમાં સુખમય સમય પસાર થશે. તમારા કાર્યોને સમજી-વિચારીને અને શાંતિથી પૂર્ણ કરો. સફળતા ચોક્કસ મળી શકશે. તમે તમારા કામ અને પોતાનામાં સુધાર લાવી શકો છો.

નેગેટિવઃ- આર્થિક પક્ષને લઇને તમે થોડા તણાવમાં રહી શકો છો. તમે તમારી શક્તિ પ્રમાણે પરિસ્થિતિઓને નિયંત્રણમાં કરી લેશો. આ સમયે જોખમી કાર્યો કરવાથી બચવું. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઇ સાથે ચર્ચા ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સાવધાની પૂર્વક નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન, મોજ-મસ્તીમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇપણ પ્રકારના જોખમી કાર્યો ન કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે રચનાત્મક કાર્યો પ્રત્યે તમારો વિશેષ રસ રહેશે. ભવિષ્યને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. યુવા વર્ગ પોતાના વ્યક્તિગત તથા વ્યવહારિક જીવનમાં સારી વ્યવસ્થા જાળવી રાખશે. લગ્ન યોગ્ય લોકો માટે અનુકૂળ સંબંધ આવે તેવી સંભાવના છે.

નેગેટિવઃ- અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. જેમાં કાપ કરવો પણ શક્ય રહેશે નહીં. આ સમયે કોઇપણ પ્રકારની શોપિંગ કરતી સમયે સાવધાની રાખો. તમારી કોઇ શંકાનું સમાધાન ન થવાથી મનમાં ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યક્તિગત કાર્યોને લઇને તણાવ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અંગત સંબંધોમાં તાલમેલ જાળવી રાખવામાં તમારો વિશેષ રસ રહેશે. રાજકીય મામલે કરવામાં આવતી કોશિશમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. કોઇ વડીલ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ દ્વારા તમે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાની યોગ્યતા રાખશો.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલાઓને લઇને કોઇ વાદ-વિવાદ થવાની સંભાવના છે. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. નહીંતર તમે કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો. નાની-મોટી વાત ઉપર જ કોઇ વિવાદ શક્ય છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ જળવાયેલી રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત રંગ લાવશે. મહત્ત્વપૂર્ણ અવસર મળી શકશે. છેલ્લાં થોડા કડવા અનુભવોથી તમને ઘણું શીખવા મળી શકશે તથા તમે તમારી વર્તમાન દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન લાવશો. રાજકીય મામલે કોઇના સહયોગથી ઉકેલ આવી શકે છે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. આ સમયે કોઇ ખોટા આરોપ તમારી ઉપર લાગી શકે છે. સમાજમાં થોડા લોકો તમારું વર્ચસ્વ ઘટાડવાની કોશિશ કરશે. ભાવનાઓના આવેશમાં ન આવશો. ઠંડા દિમાગથી વિચારો અને કાર્ય કરો.

વ્યવસાયઃ- આ સમયે નોકરી તથા વ્યવસાયમાં વાતાવરણ અનુકૂળ બનાવવા માટે વધારે કોશિશની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની કે પરિવારના લોકો વચ્ચે થોડો મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમય આત્મમંથન કરવાનો છે. આ સમયે તમે કોઇ નવી તકનીક કે હુનર પ્રાપ્ત કરી શકો છો. તમારો સમજદારી પૂર્ણ વ્યવહાર અને આચરણ નુકસાનને પણ ફાયદામાં પરિવર્તિત કરવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- તમારા સિદ્ધાંતો ઉપર વધારે અડગ રહેવું પણ કામમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો. કોઇ પ્રકારના વાદ-વિવાદ અને તર્કમાં પડશો નહીં. કોઇ પણ રોકાણ કરતાં પહેલાં તેના અંગે જાણકારી પ્રાપ્ત કરી લેવી.

વ્યવસાયઃ- જો તમે કોઇ નવો ઉદ્યોગ કે નવું કામ શરૂ કર્યું છે તો તેમાં મહેનત કરવાથી જ સફળતા મળશે.

લવઃ- તમે ઘર-પરિવારમાં સંપૂર્ણ સમય આપવાની કોશિશ કરશો

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યને લગતી થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમાજ સેવાને લગતા કાર્યોમાં તમે આજે વ્યસ્ત રહેશો. તેનાથી તમને માનસિક સુકૂન પણ મળશે. કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. જો કોઇને રૂપિયા ઉધાર આપેલાં છે તો તેને પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કામના ભારને કારણે આજે તમે પોતાને સમય આપી શકશો નહીં. કોઇ સાથે વિના મુદ્દે વાદ-વિવાદ થઇ શકે છે. તમારી અંદર ઇગોની ભાવના આવવા દેશો નહીં. થોડા લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશો.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે બેદરકારી ન કરશો.

લવઃ- જીવનસાથી તથા પરિવારને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ હર્ષદાયક ઘટના બની શકે છે. ગવર્નમેન્ટ સાથે જોડાયેલી કોઇપણ સમસ્યાનું નિવારણ આવશે. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે ઘણાં સમય પછી મુલાકાત થશે. મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં પણથશે. તમે તમારી સમજદારીથી અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવશો.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિને લઇને થોડાં ચિતિંત રહેશે. જો કોઇ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ખાનપાનની વ્યવસ્થા પહેલાંથી યોગ્ય કરી લેવી. આ સમયે અચાનક જ થોડા ખર્ચ સામે આવશે. રોકાણ કરવાને લગતી યોજનાઓ ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવી તમારી તરક્કીમાં મદદગાર સાબિત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડી તકલીફ ઊભી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસની મદદે તમે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યને અંજામ આપવામાં સમર્થ રહેશો. આકરી મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરીને તમને માનસિક સુકૂન મળશે. વિદ્યાર્થીઓ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરશે.

નેગેટિવઃ- કોઇ દુઃખદ ઘટનાના સમાચાર મળવાથી ભાવનાત્મક રૂપથી તમે પોતાને નબળા અનુભવ કરી શકો છો. આ સમયે કોઇ એકાંત સ્થાન કે પોઝિટિવ વિચાર દ્વારા તમારા આત્મબળને મજબૂત કરવાની જરૂરિયાત છે. કોઇપણ પ્રકારે વિવાદ કે તર્કની સ્થિતિથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો અભાવ રહેશે

સ્વાસ્થ્યઃ- આ સમયે માનસિક સ્થિતિ થોડી વિચલિત થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો કોર્ટ કેસને લગતો કોઇ મામલો ચાલી રહ્યો છે તો તમને વિજય પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસના બળે તમે દરેક કામ પૂર્ણ કરી શકશો. ફાયનાન્સને લગતા કાર્યોને યોગ્ય મહત્ત્વ આપો. તમારી પોતાની દિનચર્યામાં કરેલું પોઝિટિવ પરિવર્તન તમને પ્રગતિ આપશે.

નેગેટિવઃ- તમારામાં સહનશીલતાની થોડી ખામી રહેશે. જેના કારણે થોડા મનમુટાવ પણ ઊભા થઇ શકે છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. વાહન ખરાબ થવાના કારણે મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- મીડિયા, શિક્ષણ કે થિએટર વગેરે સાથે જોડાયેલાં લોકો માટે દિવસ સારો રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું દરેક કાર્ય તમારા મન પ્રમાણે પૂર્ણ થશે. કોઇ વિશેષ કાર્યક્રમમાં જવાનો અવસર પણ મળશે. આર્થિક યોજનાઓ સફળ રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. બાળકોના અભ્યાસ સાથે જોડાયેલી કોશિશ પણ સફળ રહેશે.

નેગેટિવઃ- વધારે વ્યસ્તતાના કારણે થાક અનુભવ થશે. આ સમેય કોઇપણ પ્રકારનું વધારે કામ હાથમાં ન લેશો, નહીંતર પરેશાની સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. રાજકીય કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વાહન સાથે જોડાયેલાં ખર્ચ પણ સામે આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ જાળવી રાખશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય અને સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મિત્રોની મદદથી કોઇ ખરાબ કામ પૂર્ણ થશે. જન સંપર્કની સીમા પણ વધશે. ઘર-પરિવારની જવાબદારીઓને તમે યોગ્ય રીતે પૂર્ણ કરશો. દૈનિક કાર્ય સુગમતાથી પૂર્ણ થતાં જશે. રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. આ સમયે સાવધાન રહો. આ સમયે કોઇ નાની બેદરકારીથી કામ ખરાબ થઇ શકે છે. બાળકોને કોઇ પ્રકારની વધારે ઢીલ ન આપો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામકાજનો ભાર વધારે રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મુશ્કેલ રસ્તો સરળ થવાથી સંતુષ્ટિનો ભાવ રહેશે. શુભ સંદેશ કે સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. દઢ ઇચ્છા શક્તિની મદદે તમે ઉન્નિત તરફ આગળ વધી શકો છો. આજે તમે કોઇ ખાસ વ્યક્તિને મળી પણ શકો છો.

નેગેટિવઃ- આસપાસના લોકો સાથે તાલમેલ સારો જાળવી રાખવામાં પરેશાની થશે. જેના કારણે વિચારોમાં પ્રતિકૂળતા આવી શકે છે. કોઇપણ મોટો નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ શકે છે. ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય પણ લઇ શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઇચ્છા શક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળવાની શક્યતા છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.