1 ડિસેમ્બરનું રાશિફળ:મહિનાનો પહેલો દિવસ મકર રાશિના લોકો માટે શુભ રહેશે, જાતકોના સ્વાભિમાન અને આત્મવિશ્વાસમાં વધારો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 રાશિ માટે ડિસેમ્બર મહિનાનો પહેલો દિવસ કેવો રહેશે, કયા જાતકોને મળશે નસીબનો સાથ?
  • મંગળવારે હનુમાન-ચાલીસાનો પાઠ કરો, મેષ-વૃષભ જાતકો માટે આજનો દિવસ અનુકૂળ

મંગળવાર, પહેલી ડિસેમ્બરના રોજ ચંદ્ર આખો દિવસ વૃષભ રાશિમાં રહેશે અને રાત્રે નવ વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સવારે 8.10 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર રહેશે. ત્યારબાદ આખો દિવસ મૃગશિરા નક્ષત્ર રહેશે. મહિનાના પહેલા દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અવશ્ય કરો. સુંદરકાંડ અથવા હનુમાન-ચાલીસાનો પાઠ કરો. જરૂરિયાતમંદ લોકોને દાન આપો.

1 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે.

નેગેટિવઃ- આળસ અને મોજમસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. કેમ કે, આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને સંગતથી દૂર રહેવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઇ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન પ્રાપ્ત થશે. જૂનું આપેલું ઉધાર પાછું મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે. ઘરના વડીલ વ્યક્તિની સલાહ ઉપર અમલ કરો.

નેગેટિવઃ- તમારા ઈગો અને ગુસ્સા ઉપર કાબૂ રાખવું જરૂરી છે. કેમ કે તેના કારણે તમારા બનતાં કામ ખરાબ થઇ શકે છે. તમારા વ્યક્તિગત જીવનમાં કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં કારોબારમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ ન જાળવી રાખવાના કારણે હળવો મતભેદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાક પણ હાવી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પ્રિય મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત જાળવી રાખશે. મોબાઈલ, ઈમેલ વગેરે દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે હાલ તમારું બજેટ બનાવીને ચાલશો તો યોગ્ય રહેશે. કોર્સ કેસને લગતાં કોઇ મામલાઓ ઉકેલવા માટે કોઇ અનુભવી વ્યક્તિની મદદ લેવી જરૂરી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કામ વધારે રહેશે. એટલે તમારા કામને અન્ય સાથે વહેંચી લેવાથી તણાવ ઓછો થઇ જશે.

લવઃ- જીવનસાથી અને પરિવાર સાથે શોપિંગ અને મોજ-મસ્તીમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે અનેક નવી જાણકારીઓ તથા સમાચારની પ્રાપ્તિ થશે. વાતચીત દ્વારા તમે તમારા બધા કામ કરવામાં સક્ષમ રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, કોઇ કાનૂની વિવાદમાં ફસાઇ શકો છો. ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. મોટું રોકાણ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરી લો. રૂપિયા આવતાંની સાથે-સાથે જવાનો પણ રસ્તો તૈયાર રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં થોડા નવા પ્રસ્તાવ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરેલુ જીવનમાં એક પછી એક પરેશાની આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોર્મોનને લગતાં ફેરફાર અનુભવ થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. બધા કાર્યો યોજનાબદ્ધ રીતે કરતાં રહો.

નેગેટિવઃ- ફોન કે મિત્રોની સાથે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. ક્યારેક મનમરજી તથા વધારે આત્મવિશ્વાસના કારણે તમારી સાથે દગો પણ થઇ શકે છે. કોઇ અજાણ વ્યક્તિ સાથે લેવડ-દેવડ કરતી સમયે પહેલાં તેના અંગે પૂર્ણ જાણકારી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ સુધારની સંભાવના નથી.

લવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવની સ્થિતિ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. તમારી યોગ્યતા અને પ્રતિભાને સમજો તથા તેનો સદુપયોગ કરો. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- આજે ખર્ચ વધારે રહેશે. વધારે વિચારોમાં સમય પસાર ન કરો. યોજનાઓને તરત શરૂ કરો. કોઇ પાડોસી સાથે વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં ફેરફારની જરૂરિયાત રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામની વચ્ચે આરામ અને યોગ્ય ભોજન લેવું જરૂરી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર થવાથી તમે હળવાશ અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. આ સમયે તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ પણ રહેશે. જે તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની મહત્ત્વપૂર્ણ યોજના બનાવશો નહીં. કેમ કે, એકાગ્રતામાં ઘટાડો આવી જવાના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપી શકશો નહીં. મનમાં ચંચળતા બની રહેશે.

વ્યવસાયઃ- કોઇ નવા કામને શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય નથી.

લવઃ- જીવનસાથી સાથે કોઇ મનમુટાવ થઇ શકે છે, તમે સમજદારી દ્વારા પરિસ્થિતિઓને સંભાળીને રાખો.

સ્વાસ્થ્યઃ- ઘુટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી સ્થિતિ લાભદાયક બની જશે. પરિવારના કોઇ વડીલ વ્યક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ સલાહ મળશે, જે તમારા ભવિષ્યને લગતી યોજનાઓ માટે યોગ્ય સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા અંહકારના કારણે કોઇ કામ ખરાબ થઇ શકે છે. સ્વભાવને સહજ જાળવી રાખો. ખર્ચમાં વધારો થઇ શકે છે. સાથે જ આવકના સાધન પણ બનશે.

વ્યવસાયઃ- આ સમયે કોઇ અન્ય વ્યક્તિની સલાહ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે દિવસનો મોટાભાગનો સમય અન્યની મદદ તથા ધાર્મિક કાર્યોમાં પસાર થશે. પરિવારની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓ માટે શોપિંગ પણ કરી શકો છો. બાળકો પાસેથી સૂચના મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આર્થિક મામલાઓને લઇને કોઇ નજીકના વ્યક્તિ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. નાની વાતોથી પરેશાન થઇ જવું તમારા સ્વભાવમાં છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમે તમારી ભરપૂર મહેનત અને ક્ષમતા દ્વારા તમારો ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશો.

લવઃ- પતિ-પત્નીએ એકબીજા પાસેથી વધારે આશા રાખવી સંબંધો ખરાબ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ તમારી ઉન્નતિ માટે સારો સાબિત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસ તથા કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન થશે, માત્ર તેમને તેમની ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક કશમકશ રહેશે, એટલે બજેટ પહેલાં જાળવી રાખવું જરૂરી છે. બાળકનો કોઇ જિદ્દી કે અડિયલ વ્યવહાર તમારા માટે ચિંતાનું કારણ બનશે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારી કાર્યક્ષમતાને સાબિત કરવા માટે વધારે સંઘર્ષ અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. તમે આજે સફળ પણ થશો. રિસ્કને લગતું કોઇપણ કામ તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ખૂબ જ વધારે વ્યવહારિક થવું નજીકના સંબંધોમાં ખટાસ ઊભી કરી શકે છે. આ સમયે અહંકારની ભાવના આવવા દેશો નહીં. યુવા વર્ગ મોજમસ્તી અને હરવા-ફરવામાં સમય ખરાબ કરે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં થોડાં પરિવર્તનની જરૂરિયાત છે.

લવઃ- વાતાવરણમાં ફેરફારના કારણે જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળું થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. સંપત્તિને લગતાં વિવાદમાં પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલ મળી જશે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થવાથી આત્મબળ વધશે.

નેગેટિવઃ- નાણાકીય મામલે સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોઇ અપ્રિય સમાચાર મળાથી મન દુઃખી રહેશે. આ સમયે ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા ઠોસ અને ગંભીરતાપૂર્ણ લેવામાં આવેલાં નિર્ણય ફાયદાકારક સાબિત થશે.

લવઃ- લગ્ન સંબંધોમાં તણાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડાં ઉતાર-ચઢાવ આવી શકે છે.