તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 એપ્રિલનું રાશિફળ:બુધવારે મકર રાશિના સ્વામી ચંદ્રનું ગોચર પારિવારિક જીવનમાં અનેક સુખ લઇને આવશે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 1 એપ્રિલ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા સંબંધ ફરી સામાન્ય થઇ જશે. જેમ-જેમ મહિનો આગળ વધશે, પ્રેમ સંગતતા સારી થતી જશે અને તમે તમારા પરિવાર સાથે સારો સમય વ્યતીત કરી શકશો.

નેગેટિવઃ- ઘર-પરિવારના લોકો સાથે તમને સમય વિતાવવાનો અવસર મળશે. આ સમયે માતા જી તમારું વિશેષ ધ્યાન રાખશે. ઘરેથી દૂર રહેતાં લોકોએ તેમને ફોન કરવા અને પોતાના વિશે જણાવવું.

લવઃ- આ સમયની ચુનોતી તમારા પ્રેમ જીવનને સારું જાળવી રાખશે.
વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિએ સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- તમે જલ્દી જ બિમાર થઇ જશો.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે આજે તમારા કોઇ સંબંધીને ત્યાં જઇ શકો છો અથવા તમારા સંબંધી તમારા ઘરે આવી શકે છે. તેમની સાથે સમય વિતાવવો તમારા માટે સારું રહેશે. તમારા પારિવારિક જીવનમાં પણ પરિવર્તન જોવા મળશે

નેગેટિવઃ- ઘરે મહિલાઓ વચ્ચે મતભેદ થઇ શકે છે. પુરૂષોની વચ્ચે આત્મીયતા બની રહેશે. પરણિતા જાતકોના જીવનમાં વિવાદની સ્થિતિ પેદા થઇ શકે છે. એવામાં તમારે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરવી.

લવઃ- અનેક સામાજિક ઘટનાઓ એકસાથે બનશે, જેથી તમને એકબીજા સાથે સમય મળશે નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર, નોકરી-વેપારને જોતાં આ સમય મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય ભયાનક રીતે ખરાબ થઇ શકે છે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિત્રોનો વ્યવહાર સહયોગી રહેશે અને તેઓ તમારાથી ખુશ રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી તમારું સન્માન થશે. આ સમય તમારા માટે સામાન્ય રહેશે.

નેગેટિવઃ- તમને તમારા ઘરના વાતાવરણમાં થોડો પોઝિટિવ બદલાવ જોવા મળશે. તમારે તમારા રોમેન્ટિક વિચાર દરેક વ્યક્તિને જણાવવા નહીં. કોઇના પ્રભાવમાં આવીને તમારો જીવનસાથી તમારી સાથે ઝગડો કરી શકે છે.

લવઃ- રોમેન્ટિક સંબંધ અને પ્રેમ માટે પોઝિટિવ સમય નથી.
વ્યવસાયઃ- આ સમય કારોબાર માટે સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- દરરોજ કસરત કરવી.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમારી અંદર ભરપૂર ઊર્જા રહેશે, જેના કારણે શિક્ષા અને તમારા સ્પષ્ટ વિચારોથી તમારા સહકર્મીઓને તમે પ્રભાવિત કરી શકો છો. આ રાશિના જાતકોનું મન ધાર્મિક કાર્યોમાં લાગી શકે છે.

નેગેટિવઃ- જો પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો મિત્રોથી અંતર રાખો. તમારે તમારા લક્ષ્ય પ્રત્યે પણ એકાગ્રચિત થવું જોઇએ. માતાના સ્વાસ્થ્યને લઇને આ સમયે તમને ચિંતા થશે.

લવઃ- પારસ્પરિક મતભેદથી છુટકારો મેળવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- પરિવારમાં કોઇ પ્રકારનો સામાજિક સમારોહ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડાં જાતક વાહન ખરીદવાનો વિચાર આ સમયે બનાવી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો પાઠ્યક્રમની પુસ્તકોથી વધારે અન્ય પુસ્તકો વાંચવામાં તમારું મન વધારે લાગશે.

નેગેટિવઃ- નાની-નાની વાતોને લઇને મતભેદ થઇ શકે છે. ઘરના કોઇ વડીલની સલાહથી તમે બંને બધી ગેરસમજને દૂર કરી શકો છો. જો ઘરમાં કોઇ પરિવારનું સભ્ય બિમાર હોય તો આ સમયે તેમના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી શકે છે.

લવઃ- તમારા માટે આ સમયે ગ્રહની સ્થિતિ અનુકૂળ નથી.
વ્યવસાયઃ- ધનનું રોકાણ કરવા માટે સંબંધીઓ કે મિત્રોની મદદ લઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- નાની બિમારીનો સામનો કરવો પડી શકે છે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જે જાતક પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમની મહેનત આ સમયગાળામાં રંગ લાવશે. ઘરે જ કોઇ સંબંધી અચાનક આવી જવાથી તમે પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ નિર્ણયોને આ મહિના માટે ટાળી દેવા જોઇએ. વધારે પાર્ટીઓમાં સામેલ થવાથી બચવું જોઇએ. વાહન ચલાવતી સમયે સાવધાની અવશ્ય રાખવી.

લવઃ- પ્રેમ સંબંધ અશાંત રહેશે.
વ્યવસાયઃ- કરિયરના ક્ષેત્રમાં આવી રહેલી બાધાઓ દૂર થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે તમારા દૈનિક ભોજન ઉપર ધ્યાન આપવું જોઇએ.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો તમે ઘરેથી દૂર રહેતાં હોવ તો પરિવારના લોકો તથા તમારા સંબંધીઓ સાથે સમય વિતાવવાનો અવસર તમને મળશે. તમે અચાનક ઘરના લોકો સાથે સમય પસાર કરવા રજાનો પ્લાન બનાવી શકો છો.

નેગેટિવઃ- આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવા માંગશો. આ દરમિયાન ઘરના કોઇ નજીકના વ્યક્તિ સાથે તમારે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- નવા કપલ્સ વચ્ચે સંબંધ અથવા સંગતતા આશ્ચર્યજનક રહેશે.
વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય કરતાં લોકોને નફો થશે.
સ્વાસ્થ્યઃ- દારૂનું સેવન વધારે કરવું નહીં.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા માતા-પિતા વચ્ચે કોઇ વાતને લઇને મનમુટાવ હતો તો આ સમયે તેનો ઉકેલ આવી જશે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે અને તમે તેમની સાથે સમય વિતાવશો.

નેગેટિવઃ- જો કોઇ મિત્ર સાથે મનમુટાવની સ્થિતિ બની હતી તો તેમાં આ સમયગાળા દરમિયાન સુધાર આવી શકે છે. સાથે જ, કોઇ ભય તમને પરેશાન કરી શકે છે.

લવઃ- એક નવો સંબંધ શરૂ કરવા માટે આ સમય શાનદાર છે.
વ્યવસાયઃ- તમારા નાના ભાઈ-બહેન પણ આ સમયે તમને સાથ આપશે.
સ્વાસ્થ્યઃ- તમારે શરીરની પાચનશક્તિને સારી કરવી જોઇએ.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ દ્વારા તેમના અભ્યાસના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને પરીક્ષામાં પ્રભાવશાળી અંક પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરશે. તમે તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લેશો.

નેગેટિવઃ- શિક્ષાની દ્રષ્ટિએ આ સમય તમારા માટે આકરો રહેશે. વ્યવહારમાં પરિવર્તન સાથે તમારા શરીરમાં પણ પરિવર્તન આવવાની સંભાવના છે.

લવઃ- આ સમય પ્રેમ સંબંધ માટે સારો રહેશે નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જાનું સ્તર સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી રાશિનો સ્વામી ચંદ્ર આ સપ્તાહની શરૂઆતમા તમારા બીજા ભાવમાં સ્થિત રહેશે, જેનાથી પારિવારિક જીવનમાં તમને શુભફળની પ્રાપ્તિ થશે. ચંદ્રનું ગોચર તમારા જીવનમાં અનેક સુખ લઇને આવશે.

નેગેટિવઃ- તમે પોતાને વ્યસ્ત રાખશો નહીં, જેથી લોકો તે જાણી શકશે નહીં તે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે. લોકોથી દૂર રહીને તમે તમારા કામ કરશો.

લવઃ- તમે તમારા નજીકના લોકોને ખૂબ જ પ્રેમ કરો છો.
વ્યવસાયઃ- આર્થિક જીવન શાનદાર રહેવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે આરોગ્ય સારું રહેશે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. આ સમયે તમે તમારા વિષયોનું રિવીઝન કરી શકો છો. તમને કોઇ અધ્યાપક શિક્ષાના ક્ષેત્રમાં તમારી મદદ કરી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી યોજનાઓ ઉપર તમારે ફરીથી વિચાર કરીને તેમાં સુધાર લાવવાની કોશિશ કરવી જોઇએ.

લવઃ- તમને આ સમયે અનેક નવા લોકોને મળવાનો અવસર મળશે.
વ્યવસાયઃ- કરિયરમાં અને વેપારમાં તમને ઉન્નતિ મળશે.
સ્વાસ્થ્યઃ- કસરત, ભોજન અને આરામની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારના લોકો સાથે સમય વિતાવવાનો સમય મળશે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. જરૂરિયાત હોય ત્યારે પરિવારના લોકો તમને આર્થિક મદદ પણ કરશે.

નેગેટિવઃ- ટ્રૈકિંગ, લાંબી યાત્રા અથવા થોડી અન્ય સાહસિક ગતિવિધિઓ માટે જવું તે એક સારો વિચાર છે.

લવઃ- પરણિત જાતકો અથવા પ્રતિબદ્ધ સંબંધમાં લોકો એકસાથે અને પ્રેમ પૂર્ણ સંબંધનો આનંદ લેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં ખાસ કોઇ પરિવર્તન જોવા મળશે નહીં.
સ્વાસ્થ્યઃ- જરૂરી આરામ કરશો નહીં તો તે તમારા સ્વાસ્થ્ય સ્તર માટે નુકસાનદાયી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...