• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Cruel Planets Like Mars Saturn Rahu Ketu Or Pluto At The Center Of The Horoscope Make Marriage Exile, Dr. Pankaj Nagar And Rohan Nagar

ભાગ્યના ભેદ:કુંડળીના કેન્દ્ર સ્થાને મંગળ-શનિ-રાહુ-કેતુ કે પ્લૂટો જેવા ક્રૂર ગ્રહો લગ્નજીવનને વનવાસ બનાવી દે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. જેમાં પ્રથમ, ચોથું, સાતમું અને દસમું સ્થાન કેન્દ્રસ્થાન તરીકે ઓળખાય છે
  • કુંડળીમાં કેન્દ્ર સ્થાન બળવાન હોય અને તેમાં બેઠેલાં ગ્રહો શુભ હોય તો જાતક સંસારના તમામ સુખનો હકદાર બને છે

પતિ અને પત્ની માટે શાસ્ત્રો શું કહે છે તે આ શ્લોક દ્વારા સમજીએ
સદા વક્ર: સદા ક્રૂર: સદા પૂજામપેક્ષતે કન્યારાશિ સ્થિતો નિત્યં જામતા દશમો
ગ્રહ: વરમ સ્થિતો નિત્યં ભાર્યા કાગવાણીનીII

અર્થાત- આકાશના તમામ ગ્રહ વક્રી થાય ત્યારે પૂજાપાઠ દ્વારા રીઝવી શકાય પણ જમાઈ નામનો દસમો ગ્રહ વક્રી થાય ત્યારે કોઈ જ અનુષ્ઠાનો કામ લગતાનથી તેવી જ રીતે પત્નીની કાગવાણી લગ્ન જીવનમાં આનુશાન્ગિક અનિવાર્ય અંગ છે. અલબત્ત આ શ્લોક અને વાત માત્ર હસવા પુરતી જ છે પણ સૌ જાણે છે તેમ લગ્ન બાદ દરેક અભિમન્યુ અંતે શિખંડી બની જાય છે અને ઝાંસીની રાણીએ પણ તેના અસ્ત્ર શસ્ત્ર જમીન પર મૂકી દેવા પડે છે. આવો આજે ડો.પંકજ નાગર જેઓ 1984થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે અને કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા Phdની ડીગ્રી મેળવેલી છે તેમની પાસેથી જાણીએ લગ્નજીવનને ભગ્ન અને વન જેવા બનાવતા ગ્રહોનું સંશોધન અને નિરીક્ષણ.

કુંડળીના આ ચાર કેન્દ્ર સ્થાનમાં જો ક્રૂર ગ્રહો જેવા કે મંગળ-શનિ-રાહુ-કેતુ-સૂર્ય કે પ્લુટો બેસે તો લગ્નજીવનમાં ભારે તારાજી-ખાનાખરાબી સર્જે છે
કુંડળીના આ ચાર કેન્દ્ર સ્થાનમાં જો ક્રૂર ગ્રહો જેવા કે મંગળ-શનિ-રાહુ-કેતુ-સૂર્ય કે પ્લુટો બેસે તો લગ્નજીવનમાં ભારે તારાજી-ખાનાખરાબી સર્જે છે

કુંડળીના કેન્દ્ર સ્થાને ક્રૂર ગ્રહો લગ્નજીવન માટે ઘાતક બને છેઃ-
જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. આ બાર સ્થાન પૈકી પ્રથમ-ચોથું-સાતમું અને દસમું સ્થાન કેન્દ્રસ્થાન તરીકે ઓળખાય છે. કેન્દ્રસ્થાન અતિ શુભ ફળદાતા છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેની આગવી મહત્તા અને મહત્ત્વ છે. કેન્દ્ર સ્થાન એ દૈવી અને પવિત્ર સ્થાન છે. પરંતુ કુંડળીના આ ચાર કેન્દ્ર સ્થાનમાં જો ક્રૂર ગ્રહો જેવા કે મંગળ-શનિ-રાહુ-કેતુ-સૂર્ય કે પ્લુટો બેસે તો લગ્નજીવનમાં ભારે તારાજી-ખાનાખરાબી સર્જે છે. દાંપત્યજીવનને છિન્ન-ભિન્ન કરનારા યોગ અને સંજોગો વિશે આ વિભાગમાં અવારનવાર ખૂબ જ છણાવટપૂર્વક ચર્ચા કરી છે. ખાસ કરીને લગ્નજીવનને ભગ્ન કરવામાં રાહુ-શુક્રની યુતિ કર્ક રાશિનો ગુરુ અને સાતમા દાંપત્યજીવનના સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો જો સાતમા સ્થાનના માલિક ગ્રહોનું છઠ્ઠે, આઠમે અને બારમાં સ્થાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાતક જનહીં પરંતુ દ્યોતક પણ છે.

કુંડળીમાં કેન્દ્ર સ્થાને ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે
કુંડળીમાં કેન્દ્ર સ્થાને ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે

કુંડળીનું કેન્દ્ર સ્થાન બળવાન હોય તો વ્યક્તિ સુખનો હકદાર બને છેઃ-
જન્મકુંડળીના કેન્દ્ર સ્થાન વ્યક્તિને દુન્યવી સુખ આપે છે. જો કેન્દ્ર સ્થાન બળવાન હોય અને તેમાં બેસેલા ગ્રહો શુભ હોય તો જાતક સંસારના તમામ સુખનો હકદાર બને છે. પરંતુ કેન્દ્રમાં ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે. એવી અસંખ્ય કુંડળીઓ છે કે જેમાં કેન્દ્ર સ્થાનમાં ક્રૂર ગ્રહો બેઠા હોય તેવા જાતકોનું લગ્નજીવન કર્કશ, ક્લેશમય અને કંકાસિયું હોય. કેન્દ્રમાં બેઠેલા ક્રૂર ગ્રહોની ખાસિયત એ છે કે આવી કુંડળીવાળા જાતકોએ સમગ્ર જીવન નિર્ધારિત પાત્ર સાથે જીવવાનું હોય છે અને તે પણ નરક સમાન જિંદગી સાથે. કારણ કે કેન્દ્રના ક્રૂર ગ્રહો છૂટાછેડાના યોગ ઊભા કરતાં નથી પરંતુ પતિ-પત્ની નામના બે છેડાને એકઠા રાખી દુ:ખ, યાતના અને કષ્ટની ચરમ સીમાએ લઈ જાય છે. જગતના મોટા ભાગના તત્વજ્ઞાનીઓ-ઉપદેશકો-સંતોઅને વૈરાગીઓ એ નિષ્ફળ લગ્નજીવનની દેન છે.

કુદરતે ગોઠવેલી પ્રતિકૂળ ગ્રહસ્થિતિ લગ્નજીવનમાં નકારાત્મકતા વધારે છે.
કુદરતે ગોઠવેલી પ્રતિકૂળ ગ્રહસ્થિતિ લગ્નજીવનમાં નકારાત્મકતા વધારે છે.

ઉદાહરણ તરીકે કેટલીક કુંડળીઓની ચર્ચા કરીએઃ-

એક બહેનનો જન્મ ઓગસ્ટ, 1956માં થયો છે. સિંહ લગ્નની કુંડળી ધરાવતા આ બહેનની કુંડળીમાં લગ્ને સૂર્ય-ગુરુ, બીજે બુધ, ચોથે શનિ-રાહુ, સાતમે મંગળ, નવમે ચંદ્ર, દસમે કેતુ અને આગિયારમે શુક્ર છે. કેન્દ્રના તમામે તમામ સ્થાનમાં ક્રૂર ગ્રહો આવેલા છે. આ બહેન એટલા બધા કકળાટિયા અને કજિયાખોર છે કે તેમના પતિદેવે કંટાળીને દેવ(આત્મહત્યા) થવાનો 3 વાર પ્રયત્ન કરેલો પરંતુ તોય આ બહેનની અક્કલ કે શાન ઠેકાણે આવતા નથી. લગ્નજીવનની નકારાત્મકતાનું અતિ દયનીય અને ખેદનીય ઉદાહરણ એટલે આ બહેનની કુંડળી. અલબત્ત એટલું ચોક્કસ કહીશું કે ભગ્ન લગ્નજીવન માટે આ બહેન નહીં પણ કુદરતે ગોઠવેલી તેમની પ્રતિકૂળ ગ્રહસ્થિતિ જવાબદાર છે.

બીજી એક કુંડળીની વાત કરીએ આ ભાઈના લગ્ન ત્રણ-ત્રણ વાર થયા છે છતાંય ધરાતા નથી. તેમની વૃષભ લગ્નની કુંડળીમાં સાતમે શનિ અને સપ્તમેશ મંગળ છઠા રોગ શત્રુ દેવાના દુષિત સ્થાનમાં પોતાની અસ્તની રાશિ તુલામાં આવેલો છે. લગ્ન માટેનો મહત્ત્વનો ગ્રહ શુક્ર પણ કુંડળીના બારમા વ્યય સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત છે. શુક્રની આ અસ્તની રાશિ છે. તમે વિચારો લગ્ન જીવનના અતિ મહત્ત્વના બે બે ગ્રહો એટલે કે લગ્ન જીવનમાં માંગલ્ય બક્ષતો મંગળ અસ્ત રાશિમાં રોગ સ્થાનમાં અને શુક્ર કે જે જાતિય પરિબળ સાથે સંકળાયેલો અતિ મહત્ત્વનો ગ્રહ છે એ પણ અહીં પોતાની અસ્ત રાશિમાં બારમે અકળાયેલો છે. આમ છતાંય આ ભાઈને લગ્નનો ચસકો હજુ છૂટતો નથી. તેમની કુંડળીના કેન્દ્ર સ્થાનમાં રાહુ-કેતુ અને પ્લૂટો જેવા યમ સમકક્ષ ગ્રહો બિરાજમાન છે અને જ્યોતિષની દૃષ્ટીએ આ ભાઈના લગ્ન જીવનનું ક્રિયાકર્મ, બારમું તેરમું થઇ જવાનું છે આમ છતાંય લગ્ન મોહ અને પત્ની મોહ છૂટતો નથી.

કુંડળીના કેન્દ્ર ભાવમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવુ બનાવે છે
કુંડળીના કેન્દ્ર ભાવમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવુ બનાવે છે

ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવું બનાવે છેઃ-
કુંડળીના કેન્દ્ર ભાવમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવુ બનાવે છે તેનું સાક્ષાત ઉદાહરણ ભગવાન શ્રીરામનું છે. તેમની કર્ક લગ્નની કકુંડળીમાં ચોથે તુલાનો શનિ, સાતમે મકરનો મંગળ અને દસમે મેષનો સૂર્ય વગેરે કેન્દ્રમાં આવેલા ક્રૂર ગ્રહોએ તેમને ભગવાન બનાવ્યા પરંતુ લગ્નજીવનમાં ભાગ્યવાન બનાવ્યા નહીં.

ગ્રંથોમાં આઠ પ્રકારના લગ્નનું વર્ણન કરવામાં આવ્યું છેઃ-
બ્રાહ્મો દૈવસ્ત અર્થે વાર્ષ: પ્રાજાપત્યસ્ત થાસુર: Iગાંધર્વો રાક્ષસશ્હેવ પૈશાચશ્ચાસ્ત મોર્ધામ: II

આઠ પ્રકારના વિવાહનું વર્ણન મનુસ્મૃતિ ગ્રંથમાં કરેલું છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને સૌથી અધમ પ્રકારનો વિવાહ પિશાચ વિવાહગણાય.

શાસ્ત્રોક્ત રીતે ગૃહસ્થ આશ્રમની શરૂઆત દરેક જાતકો માટે 25 વર્ષની ઉંમરથી થાય છે
શાસ્ત્રોક્ત રીતે ગૃહસ્થ આશ્રમની શરૂઆત દરેક જાતકો માટે 25 વર્ષની ઉંમરથી થાય છે

મુની મન્ત્રેશ્વર પોતાના મહા ગ્રંથ ચમત્કાર ચિંતામણીમાં સ્પષ્ટ કહે છે કે જન્મ કુંડળીના કેન્દ્ર સ્થાનમાં જ્યારે પિશાચી ગ્રહો જેવા કે રાહુ, કેતુ, શનિ કે મંગળ બિરાજે તો લગ્ન જીવનમાં પિશાચી અશાંતિ સર્જાય છે. એલન લીઓ કે જેઓ વેસ્ટર્ન એસ્ટ્રોલોજીનું માસ્ટર માઈન્ડ ગણાય છે તેઓ પણ પોતાના પુસ્તક સ્ટાર્સ હુ રુલ્સમાં જણાવે છે કે "ક્રુઅલ પ્લાનેટસ ઇન કવોરડેંટ બ્રીન્ગ્સ અનહેપીનેસ" અર્થાત કેન્દ્રમાં ક્રૂર ગ્રહો લગ્ન જીવનને દુઃખી બનાવે છે. તેઓએ પોતાના પુસ્તકમાં સાતમે પ્લૂટોને લગ્ન જીવન બાબતે અતિ પીડાદાયી અને ગ્રેવ યાર્ડ સાથે સરખાવ્યા છે. વાચક મિત્રો, શાસ્ત્રોક્ત રીતે ગૃહસ્થ આશ્રમની શરૂઆત દરેક જાતકની પચ્ચીસીએ થાય અર્થાત જો તમે શતમ જીવ શરદના નિયમ હેઠળ 100 વર્ષ જીવવાના હોવ તો બાકીના 75 વર્ષ તમારે નર્કમાં રહેવાનું નક્કી છે. આથી જીવનસાથી પસંદ કરતાં પહેલાં લાખ વાર પ્રાર્થના કરજો. સાચી વાત ને?

આ સંપૂર્ણ માહિતી ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર (drpanckaj@gmail.com) દ્વારા આપવામાં આવી રહી છે.