પતિ-પત્ની અને કોરોના:મેરેજ સિઝનનો વિલન કોરોના બન્યો, એપ્રિલથી જુલાઈ સુધી 44 મુહૂર્ત, છતાંય હાથ પીળા કરવામાં લોકો ડરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન કરવા માટે તારીખો તો અનેક છે, પરંતુ લગ્ન કરનાર લોકો ઘટી ગયા છે

પોતાની દીકરીના હાથ પીળા કરવા માટે બૃજરતન (નામ બદલાયેલું)એ એક વર્ષ પહેલાં જ બધી તૈયારી કરી લીધી હતી. વિચાર્યું કે કોરોના જતો રહેશે ત્યારે ધૂમધામથી લગ્ન કરશે. ફેબ્રુઆરી-માર્ચમાં વિચાર્યું કે એપ્રિલમાં લગ્ન કરીશું જેથી વધારે સંબંધીઓ અને મહેમાનોને બોલાવી શકાય. બધું જ નક્કી હતું પરંતુ એપ્રિલે ફરીથી પાણી ફેરવી દીધું. એપ્રિલ જ નહીં જુલાઈ સુધી લગ્ન પ્રસંગ યોજાઇ શકે તેવું જોવા મળી રહ્યું નથી. જુલાઈ સુધી લગ્ન માટે 44 મુહૂર્ત છે, પરંતુ કોરોના દરેક મુહૂર્ત ઉપર ભારે પડતું જોવા મળી રહ્યું છે.

બીકાનેરના પંડિત અમરનાથના જણાવ્યા પ્રમાણે એપ્રિલથી જુલાઈ સુધી મુહૂર્ત જ મુહૂર્ત છે. દરેક મહિનામાં કોઇને કોઇ દિવસ એવા છે, જ્યારે તમે લગ્ન મંડપ તૈયાર કરી શકો છો. ચાર મહિનામાં 44 દિવસ છે, જ્યારે કોઇને કોઇ નામથી શ્રેષ્ઠ મુહૂર્ત છે. મોટાભાગે યુવક અને યુવતીના નામથી મુહૂર્ત નક્કી થાય છે. એવામાં 44 દિવસોમાં કોઇને કોઇ દિવસ યુવક-યુવતીના નામથી નક્કી થઇ જાય છે.

14 મેના રોજ વણજોયું મુહૂર્ત, પરંતુ અહીં પણ સંકટના વાદળાઃ-
14 મેના રોજ અક્ષય તૃતીયા છે અને આ દિવસે સૌથી મોટું મુહૂર્ત છે. આ દિવસે કુંડળી જોયા વિના કે પંડિતને પૂછ્યા વિના પણ લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. જે ગતિમાં કોરોના ફેલાઇ રહ્યો છે, તેને જોઇને લાગે છે કે આ વણજોયા મુહૂર્તમાં પણ કોરોના વિઘ્ન પેદા કરશે. જે ગતિએ કોરોના ફેલાઇ રહ્યો છે, તેને જોઇને તો મે મહિનામાં પણ તેના ઉપર નિયંત્રણની આશા નથી.

નાના મેરેજ ગાર્ડન બુક થઇ ગયા અને મોટા ગાર્ડન બંધ છેઃ-
સામાન્ય દિવસોમાં નાના મેરેજ ગાર્ડન કામ આવતા નથી, પરંતુ આ પહેલો અવસર છે જ્યારે છોકરીવાળા પણ નાના ગાર્ડન બુક કરી રહ્યા છે. જોકે, લગ્નમાં આવનાર મહેમાનોની સંખ્યા 100થી વધારે રાખવામાં આવશે નહીં. એવામાં નાના ગાર્ડનમાં જ કામ ચલાવવું પડે છે. ત્યાં જ મોટા મેરેજ ગાર્ડન, મોટી હોટલ્સનું બુકિંગ સતત કેન્સલ થઇ રહ્યું છે. નાની હોટલમાં આયોજન થઇ રહ્યા છે. જે લોકો ઘરમાં લગ્ન કરે છે, તેઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે નાના ગાર્ડન બુક કરાવી રહ્યા છે.

બધું જ નોર્મલ હોત તો બજારમાં તેજી હોતઃ-
ચાર મહિનામાં 44 દિવસ સુધી લગ્ન મુહૂર્ત હોવાના કારણે બજારમાં જબરદસ્ત તેજી આવી શકી હોત, પરંતુ હવે પરિસ્થિતિ એવી નથી. વેડિંગ સિઝન સિવાય હાલ કોઇ કામ થઇ રહ્યું નથી. કેશિયર માર્કેટના વ્યવસાયી અને જિલ્લા ઉદ્યોગ એસોશિએશનના પદાધિકારી સોનૂરાજ આસૂદાનીએ જણાવ્યુ કે પંદર ટકા પણ ખરીદદારી નથી. જે માર્કેટમાં દુકાનોની બહાર લોકો ઊભા રહેતાં હતાં, ત્યાં ગ્રાહકોને સામેથી બોલાવવા પડે છે.

કોરોનાકાળમાં આ ખર્ચ બચી ગયો છેઃ-
લગ્ન સમારોહમાં હવે મહેમાનોની સંખ્યા ઘટી જવાના કારણે ભોજનનો ખર્ચ બચી ગયો છે. મોટાભાગે દોઢ સોથી અઢી સો રૂપિયા પ્રતિ પ્લેટનો ખર્ચ હોટલ્સમાં આવતો હતો. હવે તે ઘટી ગયો છે. આ પ્રકારે મોટા મેરેજ ગાર્ડનમાં સજાવટનો ખર્ચ પણ વધારે રહેતો હતો. હવે તેમાં પણ ઘટાડો આવી ગયો છે. ત્યાં જ પારંપરિક ખર્ચાઓમાં કોઇ ઘટાડો આવ્યો નથી. નાના આયોજન થવાથી કપડાઓની ખરીદદારીમાં પણ ખર્ચ ઘટી ગયો છે.

આ તારીખોમાં લગ્નના મુહૂર્ત છેઃ-

એપ્રિલઃ- 22, 24, 25, 26, 27, 30

મેઃ- 1, 3, 4, 7, 8, 13, 14, 19, 21, 22, 25, 26, 27, 28, 29, 30, 31

જૂન:- 3, 4, 5, 6, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28

જુલાઈઃ- 1, 3, 7, 12, 15, 18

રાજસ્થાનમાં બેકાબૂ કોરોનાઃ-

તારીખપોઝિટિવ કેસ મળ્યામૃત્યુ
7 એપ્રિલ280112
8 એપ્રિલ352620
9 એપ્રિલ397012
10 એપ્રિલ440118
11 એપ્રિલ510510
12 એપ્રિલ577125
13 એપ્રિલ552828

અન્ય સમાચારો પણ છે...