• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • By Maintaining Continuity In The Efforts Made By Aquarians To Improve Their Financial Situation, Old Expenses Will Be Eliminated. How Will Wednesday Be For Other Signs?

ટેરો ભવિષ્યફળ:કુંભ જાતકોને આર્થિક સ્થિતિ સુધારવા માટે જે પ્રયાસો કર્યા છે તેમાં સાતત્ય જાળવી રાખવાથી જૂના ખર્ચાઓ દૂર થશે, અન્ય રાશિઓ માટે કેવો રહેશે બુધવાર?

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ KNIGHT OF PENTACLES

તમે લીધેલા કોઈપણ નિર્ણય પર તમે ફરીથી વિચાર કરવાનો પ્રયાસ કરી શકો છો. અપેક્ષા મુજબ પ્રગતિ ન થવાને કારણે તમે નિષ્ફળતાનો ડર અને આ કાર્ય પ્રત્યે થોડી નકારાત્મકતા અનુભવી શકો છો. દરેક બાબતમાં સંયમ રાખવાની જરૂર પડશે. હાલમાં રૂપિયાની તંગી આવી શકે છે. પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે ટૂંક સમયમાં આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે. કરિયરઃ- તમારો પરિચય કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે થઈ શકે છે, જેના કારણે કાર્ય સંબંધિત નવી તકો આવશે. લવઃ- સંબંધોના કારણે અનુભવાતી નારાજગી ધીમે ધીમે દૂર થશે. સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યાઓને બિલકુલ અવગણશો નહીં. શુભ રંગઃ- લીલો શુભ અંકઃ- 3

------------------------------------

વૃષભ TWO OF PENTACLES
બીજા લોકો સાથે તમારા જીવનની તુલના તમારા પ્રત્યે નકારાત્મક વલણ તરફ દોરી શકે છે. આર્થિક સ્થિતિમાં ઊતાર-ચઢાવ આવશે, પરંતુ કોઈ સમસ્યા ઊભી થશે નહીં. તમારા પ્રયત્નોમાં વિશ્વાસ રાખો. ઉપરાંત દરેક વ્યક્તિ તમારા પ્રત્યે સકારાત્મક વલણ રાખે તેવી અપેક્ષા રાખવી પણ ખોટી ગણાશે. આ પણ સમજવાની જરૂર છે.
કરિયરઃ- કામના સ્થળે ચાલી રહેલી રાજનીતિને કારણે વારંવાર ડરનો અનુભવ થઈ શકે છે. ફક્ત તમારા કામ પર ફોકસ જાળવવું પડશે.
લવઃ- જીવનસાથી સાથે તમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરો.
સ્વાસ્થ્યઃ- માથામાં ભારેપણું અનુભવાઈ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 7

------------------------------------

મિથુન PAGE OF SWORDS
તમારા દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલ નિર્ણય અલગ છે અને લોકોએ તેને સમજવામાં સમય લીધો છે, તેને ધ્યાનમાં રાખીને આગળના નિર્ણયો લેવા પડશે. સ્વભાવની ચંચળતાને દૂર કરીને વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપીને જ કામ કરવું પડશે. તમને યોગ્ય સમયે માર્ગદર્શન મળતું રહેશે.
કરિયરઃ કરિયરને લગતું કોઈ જોખમ બિલકુલ ન લેવું.
લવઃ- ખોટા વ્યક્તિ સાથેના સંબંધો તમારા પોતાના પ્રત્યેના નકારાત્મક વિચારોના કારણે છે.
સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2

------------------------------------

કર્ક SEVEN OF SWORDS
દિવસની શરૂઆત કેટલીક બાબતને લઈને માનસિક રીતે ઘણી પીડાદાયક સાબિત થઈ શકે છે, પરંતુ તમારા દ્વારા કયા ફેરફારો લાવવા જરૂરી છે તે સમજવાને કારણે, ફક્ત તમારી વાતને પ્રાધાન્ય આપીને કામ પર ફોકસ વધારવાનો તમારો પ્રયાસ રહેશે. અત્યાર સુધી જીવનમાં જેમના કારણે સમસ્યાઓ સર્જાતી હતી તેવા સંબંધીઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને પોતે નક્કી કરેલા ટાર્ગેટને હાંસલ કરવાનો પ્રયત્ન કરતો રહો.
કરિયરઃ તમારા કરિયર માટે તમે જે અલગ-અલગ પ્લાન બનાવી રહ્યા છો તેમાં વારંવાર ફેરફાર કરવો ખોટું હશે.
લવઃ- પ્રેમ સંબંધની ચિંતાને સંપૂર્ણપણે છોડીને માત્ર પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. આહારમાં ફેરફાર કરવાની જરૂર છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 4

------------------------------------

સિંહ NINE OF PENTACLES

અપેક્ષિત સ્તોત્રો મળવા છતાં ફક્ત નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કાર્યની ગતિ ધીમી રહેશે. વર્તમાન પરિસ્થિતિ તમને સંયમ શીખવી રહી છે. લોકો અથવા કોઈપણ વસ્તુ પ્રત્યે નકારાત્મકતા વેરની ભાવના ન સર્જાય તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. તમે તમારા સ્વભાવ અને વિચારો પર જેટલું વધુ કામ કરવાનું શરૂ કરશો, એટલી જ સરળતાથી તમે પ્રગતિ કરશો. કરિયરઃ- કામ માટે કોઈ વ્યક્તિ પર નિર્ભર ન રહો તેનું ધ્યાન રાખવું. લવઃ - એક યા બીજા કારણોસર પાર્ટનરથી અંતર અનુભવાશે. સ્વાસ્થ્યઃ મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ થઈ શકે છે પરંતુ તેમને યોગ્ય ડૉક્ટર પાસેથી સારવાર પણ મળશે. શુભ રંગઃ- ઓરેન્જ શુભ અંકઃ- 4

------------------------------------

કન્યા SIX OF WANDS
બીજા લોકોની નજર તમારા વર્તન પર રહેશે જેના કારણે તમે દરેક વસ્તુનું દબાણ અનુભવશો. તમારી પર્સનલ સ્પેસ જાળવી રાખીને તમને સોંપાયેલ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પારિવારિક સંબંધી જવાબદારી કે કોઈ પણ બાબતને કારણે તમારા કામમાં બિલકુલ વિચલિત થવા ન દો. વર્તમાન સમયમાં કામને પ્રાધાન્ય આપીને અપેક્ષિત પ્રગતિ હાંસલ કરવા પર ધ્યાન આપવું પડશે.
કરિયરઃ કરિયરને લગતી કોઈપણ સમસ્યાને ઉકેલવાની ક્ષમતા તમારી પાસે છે.
લવઃ- સંબંધોમાં અપેક્ષા મુજબ પ્રગતિ ન જોવાને કારણે તમે તમારા વિશે ચિંતા અનુભવશો.
સ્વાસ્થ્યઃ - શરીરના દુખાવાની પીડા વધશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6

------------------------------------

તુલા THE LOVERS
તમે તમારા મુખ્ય કામ કરતાં અન્ય બાબતોને વધુ પ્રાધાન્ય આપો છો જે ફક્ત અહંકારને વધારે છે અથવા મનમાં નકારાત્મકતા પેદા કરે છે. તમારા અંગત જીવન માટે મહત્વની બાબતો જ તમારા ધ્યાનની જરૂર છે. કોઈપણ વ્યક્તિની સમસ્યાના ઉકેલની જવાબદારી બિલકુલ ન લો. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી મદદની અપેક્ષા રાખે છે, તો તે વ્યક્તિને પોતે મદદ માંગવા દો.
કરિયરઃ- વેપારીઓએ કામ શરૂ કરતા પહેલા ફાયદા અને ગેરફાયદા વિશે વિચારી લેવું.
લવઃ- જીવનસાથી અને તમારી અપેક્ષાઓ અલગ-અલગ જણાય. એકબીજાના દૃષ્ટિકોણને સમજવાના પ્રયત્નો કરવા પડશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી નિયંત્રણમાં રાખવી જરૂરી રહેશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 5

------------------------------------

વૃશ્ચિક QUEEN OF SWORDS
લોકો જે કહે છે અને જે ટીકાઓ કરે છે તેને નિયંત્રિત કરવું તમારા માટે શક્ય નથી, તેથી તમારે અન્ય લોકોની નકારાત્મકતા તમને ઊંડી અસર કરે છે તેના પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. જેમ જેમ તમે પ્રગતિ કરો છો તેમ તેમ અન્ય લોકોનું વર્તન પણ તમારા પ્રત્યે બદલાતું જણાય છે. મુશ્કેલ સમયમાં માત્ર પસંદગીના લોકો સાથે જ જોડાયેલા રહેવાનો પ્રયાસ કરો.
કરિયરઃ કરિયર સંબંધિત તકોને કારણે દુવિધાનો અનુભવ થઈ શકે છે. એક કરતાં વધુ આર્થિક સ્તોત્ર બનાવવાનું શક્ય બનશે.
લવઃ- સંબંધ તૂટવાનો સંપૂર્ણ દોષ તમારા પર આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી રહેશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 6
------------------------------------

ધન FOUR OF PENTACLES
તમારી પરિસ્થિતિ માટે હંમેશાં અન્ય લોકોને દોષી ઠેરવીને તમે મુખ્ય સમસ્યાને અવગણી રહ્યા છો. તમારી આસપાસના સંજોગો અને અનુભવોને બદલવાની શક્તિ ફક્ત તમારી પાસે છે. આ વાત સમજવી પડશે. દરેક વખતે લોકોને દોષી ઠેરવવાથી તેને બદલવું અશક્ય બની જશે અને તે જ પરિસ્થિતિનો વારંવાર સામનો કરવો પડશે.
કરિયરઃ- સહકર્મીઓ સાથે સંયમથી વર્તવું પડશે.
લવઃ- જીવનસાથીના કારણે આર્થિક સમસ્યા ઊભી થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- બીપી અને શુગરની સમસ્યાને નજરઅંદાજ ન કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 8

------------------------------------

મકર EIGHT OF CUPS

તમારા માટે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ તમને કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ પર ધ્યાન આપવાની ફરજ પાડી રહી છે. તમારી સમસ્યાઓ હલ કરતી વખતે, તમારે શીખેલા પાઠ પર પણ ધ્યાન આપવાની જરૂર પડશે. જે રીતે તમે આ શિક્ષણને અપનાવી શકશો, તે જ રીતે તમારા માટે જીવનના નવા અનુભવ માટે તમારી જાતને તૈયાર કરવાનું શક્ય બનશે. કરિયરઃ કેરિયરને કારણે મળેલી ખ્યાતિ તમને કામ કરવા અને તેને શ્રેષ્ઠ રીતે કરવા માટે પ્રેરિત રાખશે. લવઃ- પાર્ટનર અત્યારે કોઈ નિર્ણય લઈ શકશે નહીં. સંબંધ માટે તેમના પર દબાણ ન કરો. સ્વાસ્થ્યઃ- પગ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા યોગ અને ફિઝિયોથેરાપી દ્વારા સારવાર લેવી. શુભ રંગઃ- વાદળી શુભ અંકઃ- 9

------------------------------------

કુંભ SEVEN OF PENTACLES

તમારી કોઈપણ મોટી ઈચ્છા જલ્દી જ પૂરી થશે અને તે અત્યાર સુધી કેમ પૂરી નથી થઈ રહી તેની માહિતી પણ તમને મળશે, જેના દ્વારા વ્યક્તિત્વમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેમાં સાતત્ય જાળવી રાખો. તમારા માટે જૂનું દેવું સાફ કરવું સરળ રહેશે. કરિયરઃ જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોવ તો આ બિઝનેસ શરૂ કરવામાં અપેક્ષા કરતા અનેક ગણો વધુ સમય લાગશે. આ એક મહત્વપૂર્ણ આર્થિક સ્તોત્ર બની શકે છે. લવઃ- જીવનસાથી સાથેના તાજેતરના વિવાદ અંગે ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર પડશે. સ્વાસ્થ્યઃ- દાંતની સમસ્યાઓ નાની-મોટી હોઈ શકે છે પરંતુ તેને અવગણશો નહીં. શુભ રંગઃ- પીળો શુભ અંકઃ- 3

------------------------------------

મીન THE STAR
બીજા લોકો પાસેથી મળેલી પ્રેરણાને કારણે તમારા કામ પર ધ્યાન વધશે. તમને મળેલી જવાબદારી અત્યારે ભલે મોટી લાગે પરંતુ તમારી કાર્યક્ષમતા વધારવા માટે તે મહત્વપૂર્ણ સાબિત થશે. જરૂરી કરતાં વધુ વ્યક્તિગત માહિતી આપશો નહીં. તમે જેટલા વધુ નકારાત્મક અનુભવ પર ધ્યાન આપો છો, તેટલી વધુ માનસિક તકલીફ તે પેદા કરી શકે છે અને સમયનો બગાડ કરી શકે છે.
કરિયરઃ તમને અત્યાર સુધી મળેલી કારકિર્દી સંબંધિત નિષ્ફળતાઓની ચર્ચા ન કરો. નવી ઊર્જાથી નવા કામમાં ધ્યાન આપવું જરૂરી બનશે.
લવઃ- જીવનસાથી દ્વારા તમને સમજવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમારા સ્વભાવમાં નમ્રતા લાવવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- મહિલાઓને ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ રહેશે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 9