તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Chandra Grahan November 2020 Date And Time | Eclipse Effects Astrology | Lunar Eclipse Effects On Zodiac Signs (Rashi) Taurus Gemini Cancer Libra Scorpio Sagittarius Aquarius Pisces

30 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ:ચંદ્ર સામે ધૂળ જેવો પડછાયો રહેશે, ભારતમાં ન દેખાવાના કારણે તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપછાયા ગ્રહણ એક સામાન્ય ખગોળીય ઘટના છે, તેને ખગોળીય યંત્રથી જોવામાં આવે છે, તેનું ધાર્મિક મહત્ત્વ પણ હોતું નથી

30 નવેમ્બરના રોજ સોમવારે છપછાયા ચંદ્ર ગ્રહણ થશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ઉપછાયા હોવાથી તેનું કોઇ સૂતક કાળ રહેશે નહીં. ભારતમાં નહીં દેખાવાના કારણે અહીંના લોકો ઉપર તેની અસર પણ થશે નહીં. આ ગ્રહણ સિવાય બધા ધાર્મિક અને માંગલિક કામ કરવામાં આવી શકશે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગ્રહણ એક ખગોળિય ઘટના છે. જેની અસર વાતાવરણ ઉપર પડે છે. ત્યાં જ, જ્યોતિર્વિજ્ઞાન પ્રમાણે આવા ગ્રહણની અસર બધી રાશિઓ ઉપર થાય છે.

કારતક મહિનાની પૂર્ણિમા ઉપર ઉપછાયા ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં લાગશે. જેની અશુભ અસર વૃષભ, મિથુન, સિંહ, કન્યા અઅને ધન રાશિના લોકો ઉપર રહેશે. ત્યાં જ, મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો અશુભ પ્રભાવથી બચી જશે.

આ ગ્રહણ ક્યારે અને ક્યા જોવા મળશેઃ-
ઉત્તર, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને એશિયા મહાદ્વીપના પૂર્વ ભાગમાં આ ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ સમયે ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 01.04 વાગ્યે છાયાથી પહેલો સ્પર્શ. બપોરે 03.13 પરમ ગ્રાસ ગ્રહણ થશે. સાંજે 5.22 વાગે ઉપછાયા સાથે છેલ્લો સ્પર્શ થશે.

ઉપછાયા ચંદ્રગ્રહણ શું હોય છેઃ-
સંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત એક ઉપછાયા ગ્રહણ પણ હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો ન પડીને તેની માત્ર ઉપછાયા જ પડે છે. તેમાં ચંદ્ર પર એક ઝાંખી છાયા જોવા મળે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રની છબી ધૂંધળી (ઝાંખી) દેખાય છે. જ્યારે પણ કોઈ ચંદ્રગ્રહણ શરૂ થાય છે, તો ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે, જેથી તેની છબી થોડી મંદ પડી જાય છે તથા ચંદ્રનો પ્રભાવ મલિન થઈ જાય છે. જેને ઉપછાયા કહે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને ગ્રહણ કહેવામાં આવશે નહીં.

વર્ષનું છેલ્લું ગ્રહણઃ-
30 નવેમ્બરના રોજ વર્ષનું છેલ્લું ગ્રહણ જોવા મળશે. આ પહેલાં આવું જ ગ્રહણ 5 જુલાઈના રોજ થયું હતું, જે ભારતમાં જોવા મળશે નહીં. ત્યાં જ 5-6 જૂન અને 11-11 જાન્યુઆરીની રાતે થયેલું ચંદ્રગ્રહણ આખા દેશમાં જોવા મળ્યું હતું. આ પ્રકારે વર્ષમાં ચાર ચંદ્રગ્રહણ થયાં હતાં.

કારતક પૂર્ણિમાએ વિશેષ સંયોગઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે કારતક પૂર્ણિમા 30 નવેમ્બર સોમવારના રોજ છે. આ કારતક મહિનાનો છેલ્લો દિવસ હોય છે. સ્નાન અને દાનની દૃષ્ટિએ આ દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વાર્થસિદ્ધિ યોગ અને વર્ધમાન યોગ આ વખતે કારતક પૂર્ણિમાના દિવસે રહેશે. આ બે શુભ સંયોગ આ પૂર્ણિમાને વધારે ખાસ બનાવશે.