તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26મીએ વર્ષનું પહેલું ગ્રહણ:વૈશાખ મહિનાની પૂનમના દિવસે આંશિક ચંદ્રગ્રહણ થશે, દેશમાં અમુક જગ્યાએ જ જોવા મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે ચંદ્રના ઉદય પછી લગભગ 15 થી 20 મિનિટ માટે જ આ ગ્રહણ જોઈ શકાશે

26 મેના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે લાગશે. ચંદ્રગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ પણ છે. આ ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે અને આ ગ્રહણ બપોરે 2.15થી શરૂ થઈને સાંજે લગભગ 7.21 વાગે પૂર્ણ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે પરંતુ સાંજે ચંદ્રના ઉદય થયા પછી ભારતના થોડા ભાગમાં જ જોવા મળી શકશે એટલે આંશિક ચંદ્રગ્રહણ કહેવાશે. જે જગ્યાએ આ ગ્રહણ જોવા મળશે ત્યાં તેનું સૂતક અને અસર રહેશે. તે પછી વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના રોજ લાગશે.

ચંદ્રગ્રહણ ક્યા-ક્યા જોવા મળી શકે છેઃ-
વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ જે ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં જોવા મળી શકે છે. સિક્કિમને છોડીને ઉત્તર-પૂર્વ ભાગ અને પં.બંગાળની થોડી જગ્યાઓએ થોડા સમય માટે આ ગ્રહણને જોઈ શકાય છે. આ સિવાય આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળી શકે છે.

આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળી શકે છે
આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળી શકે છે

આ વર્ષે 2 ચંદ્ર અને 2 સૂર્ય ચંદ્રગ્રહણ રહેશેઃ-
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મે અને બીજુ 19 નવેમ્બરના રોજ લાગશે. આ બંને જ ગ્રહણ ભારતના ઉત્તર અને પૂર્વ ભાગમાં જોવા મળી શકે છે. આ સિવાય આ વર્ષે 2 સૂર્યગ્રહણ પણ લાગશે. જેમા પહેલું 10 જૂન અને બીજુ 4 ડિસેમ્બરના રોજ લાગશે. આ બંને જ ભારતમાં જોવા મળશે નહીં. એટલે તેની અસર દેશ ઉપર થઈ શકશે નહીં. આ પ્રકારે કુલ 4 ગ્રહણ રહેશે તેમાં બે ચંદ્રગ્રહણ, એક વલયાકાર સૂર્યગ્રહણ અને એક પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે.

રહણ દરમિયાન દાન કરવું જોઈએ. જો દાન શક્ય ન હોય તો દાન કરવાનો સંકલ્પ લઈને પછી જ્યારે સમય મળે ત્યારે દાન કરી દેવું જોઈએ
રહણ દરમિયાન દાન કરવું જોઈએ. જો દાન શક્ય ન હોય તો દાન કરવાનો સંકલ્પ લઈને પછી જ્યારે સમય મળે ત્યારે દાન કરી દેવું જોઈએ

26મેના રોજ શું કરવુ જોઈએઃ-
ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. ગ્રહણ સમયે પોતાના આરાધ્ય દેવ કે દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ. મૂર્તિઓનો સ્પર્શ કરવો જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન દાન કરવું જોઈએ. જો દાન શક્ય ન હોય તો દાન કરવાનો સંકલ્પ લઈને પછી જ્યારે સમય મળે ત્યારે દાન કરી દેવું જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમા ગંગાજળ છાંટવું જોઈએ. તે પછી ફરી એકવાર સ્નાન કરી લેવું જોઈએ. આવું કરવાથી શુભ ફળ મળી શકે છે. ગ્રહણ કાળમાં કશું જ ભોજન કરવું જોઈએ નહીં અને સૂવું પણ નહીં.