ચૈત્ર નોરતામાં માતા સામે દીવો પ્રગટાવી મંત્રનો જાપ કરો, આ દરમિયાન વ્યક્તિએ અધાર્મિક કાર્યોથી દૂર રહેવું

chaitra navratri 2020, In chaitra norta chant the mantra in front of the goddess durga
X
chaitra navratri 2020, In chaitra norta chant the mantra in front of the goddess durga

  • 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્ર મહિનાની નવરાત્રિ, આ દિવસોમાં દુર્ગાના મંત્રનો જાપ કરી શકો છો

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 09:21 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 25 માર્ચથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. દુર્ગા પૂજાના આ પર્વમાં એકપણ તિથિ ક્ષય થતી નથી. આ પર્વ 2 એપ્રિલ, ગુરૂવાર સુધી ચાલશે. નવરાત્રિમાં કરવામાં આવતી દેવી પૂજાથી મોટી-મોટી પરેશાનીઓ પણ દૂર થઇ શકે છે. આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો અને દેવીના અન્ય મંત્રના જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મંત્રની ખૂબ જ જલ્દી પોઝિટિવ અસર થાય છે. આ મંત્રોચ્ચારમાં કોઇપણ ભૂલ થવી જોઇએ નહીં. મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય થવું જોઇએ. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. અધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ મંત્રોનો જાપ કોઇ બ્રાહ્મણની મદદથી કરાવી શકાવી શકો છો. અહીં આ લેખમાં જાણો દેવી માતાના ખાસ મંત્ર અને જાપની સરળ વિધિ.....

મંત્રજાપની સરળ વિધિઃ-
નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગવું. સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજી અને માતા દુર્ગાની પૂજા કરો. પૂજામાં દેવી માતાને સ્નાન કરાવડાવવું, વસ્ત્ર અર્પણ કરો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ત્યાર બાદ આસન ઉપર બેસીને મંત્રનો જાપ કરો. મંત્ર જાપ માટે લાલ ચંદનના મોતી, રૂદ્રાક્ષ કે સ્ફટિકની માળાનો ઉપયોગ કરી શકો છો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.

મંત્ર 1- ऊं ह्रीं दुं दुर्गायै नम:
આ મંત્રનો જાપ કરવાથી બધી જ બાધાઓથી મુક્તિ મળી શકે છે.

મંત્ર 2- सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके, शरंयेत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
આ મંત્ર કરવાથી દેવી માતા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે.

મંત્ર 3- ऊँ जयंती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
આ મંત્રના જાપથી મોટી-મોટી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.

મંત્ર 4- ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै।
આ મંત્રનો જાપ ચામુંડા માતાની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે.

આ પ્રકારની સાવધાની રાખવીઃ-
આ મંત્રનો યોગ્ય ઉચ્ચારણ સાથે જ જાપ કરો. મંત્ર જાપના ઉચ્ચારણમાં ભૂલ થાય તો તેનું ફળ મળતું નથી. જે લોકો મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતાં નથી, તેઓએ કોઇ યોગ્ય બ્રાહ્મણની મદદ લો. અધાર્મિક કાર્યોથી બચવું. મંત્રજાપ કરનાર વ્યક્તિએ સંપૂર્ણ રીતે ધર્મ પ્રમાણે કામ કરવું જોઇએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી