ચૈત્ર નવરાત્રિ માટે ઘટસ્થાપનાના 3 મુહૂર્ત, 5 રાજયોગમાં શરૂ થતાં નોરતા દેશ માટે શુભ રહેશે

Chaitra Navratri 2020 Ghatasthapana Muhurat Date Time
X
Chaitra Navratri 2020 Ghatasthapana Muhurat Date Time

  • 25 માર્ચે ઘટસ્થાપના થશે અને 2 એપ્રિલે રામ નવમી ઉજવાશે
    આ વર્ષે કોઇપણ તિથિ ક્ષય થશે નહીં, નવે-નવ દિવસ નવરાત્રિ ઉજવાશે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 08:31 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 25 માર્ચ, બુધવાર એટલે આજે ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. જે 2 એપ્રિલ રામનવમી સુધી રહેશે. આજે ઘટસ્થાપના માટે આખા દિવસમાં 3 શુભ મુહૂર્ત છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ નવરાત્રિની શરૂઆત 5 રાજયોગમાં થઇ રહી છે. જેનો શુભ પ્રભાવ દેશભરમાં રહેશે. પં. મિશ્રા પ્રમાણે આ પ્રકારના ગ્રહોની શુભ સ્થિતિથી દેશમાં ફેલાયેલી બિમારી અને ભયનું વાતાવરણ દૂર થશે. તેની સાથે જ આંતરાષ્ટ્રીય સ્તર પર ભારતની છબિ મજબૂત થશે અને દેશ ઉન્નતિ કરશે. આ વર્ષે નવરાત્રિમાં એકપણ તિથિ ક્ષય થશે નહીં.

5 રાજયોગનો પ્રભાવઃ-
બુધવાર, 25 માર્ચ એટલે આજે સૂર્યોદય સમયે કુંડળીમાં ગજકેસરી, પર્વત, શંખ, સત્કીર્તિ અને હંસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં નવરાત્રિ કળશ સ્થાપના થવી દેશ માટે શુભ સંકેત છે. જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે આ રાજયોગનો શુભ પ્રભાવ નવરાત્રિની આઠમ તિથિથી જોવા મળી શકે છે. દેશમા ફેલાયેલી મહામારીનો પ્રભાવ નવરાત્રિ સાથે જ ઓછો થવા લાગશે. ત્યાં જ, દેશની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ પણ વધારે મજબૂત થઇ જશે.

દેવીના આગમન-પ્રસ્થાન અને 9 દિવસના નોરતા શુભઃ-
જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે આ વર્ષે દેવીનું આગમન હોડી પર અને પ્રસ્થાન હાથી પર થવું શુભ રહેશે. નવરાત્રિમાં કોઇ તિથિનો ક્ષય થશે નહીં, જે દેશ માટે શુભ સંકેત છે. તેના પ્રભાવથી દેશમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવશે. લોકોની મનોકામનાઓ પૂર્ણ થશે. દેશમાં ફેલાયેલી મહામારી દૂર થવાની સંભાવના છે. દેશની જનતાનું સુખ વધશે.

ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તઃ-
25 માર્ચે ઘટ સ્થાપના સવારે 6.25 થી 9.30 સુધી. બુધ અને ચંદ્રનો ઓરા છે. આ ઓરામાં ઘટ સ્થાપના કરવાથી માનસિક શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય, મનોકામના પૂર્તિ થવાની માન્યતા છે.
સવારે 11.05થી બપોરે 12.32 સુધી. સૂર્ય અને શુક્રનો ઓરા છે. આ ઓરામાં ઘટ સ્થાપના કરવાથી માન, પદ, પ્રતિષ્ઠા, એશ્વર્યમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.
બપોરે 3.35 થી 5.34 સુધી. બૃહસ્પતિ અને મંગળનો ઓરા છે. આ ઓરામાં ઘટ સ્થાપના કરવાથી પરાક્રમમાં વૃદ્ધિ, ઉત્સાહ, પદ અને પ્રતિષ્ઠા, ધન, સુખ, સૌભાગ્યની પ્રાપ્તિની માન્યતા છે.

ઘટ સ્થાપના અને પૂજા વિધિઃ-
પવિત્ર સ્થાનની માટીથી વેદી બનાવીને તેમાં જવ, ઘઉં વાવો. પછી તેના ઉપર તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરો. કળશ ઉપર માતાની મૂર્તિ કે ચિત્ર રાખો
મૂર્તિ જો કાચી માટીથી બનેલી હોય અને તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો.
મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તર તથા શાલિગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો.
નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાચન-શાંતિપાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલાં ભગવાન શ્રીગણેશની પૂજા કરો. પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો.
દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી કરો.

આ બાબતો ધ્યાનમાં રાખોઃ-
1. નવરાત્રિમાં માતા દુર્ગા સામે નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ અખંડ જ્યોત માતા પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતીક સ્વરૂપ હોય છે. માતા સામે એક તેલ અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ.
2. માન્યતા પ્રમાણે, મંત્ર મહોદધિ (મંત્રોની શાસ્ત્ર પુસ્તિકા) પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલાં જાપનું સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે-
दीपम घृत युतम दक्षे, तेल युत: च वामत:।

એટલે - ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઇએ.

3. અખંડ જ્યોત નવે-નવ દિવસ સુધી પ્રગટેલી હોવી જોઇએ. તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરો. જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય, બત્તી ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જ્યોતથી પ્રગટાવીને અલગ રાખવો.

4. જો અખંડ દીવાને ઠીક કરતાં જ્યોત ઓલવાઇ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી