આજથી 2 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિઃ બારેય રાશિના જાતકો આ પ્રમાણે દેવી માતાની વિશેષ પૂજા કરવી

Chaitra Navratri 2020: durga pujan according to zodiac sign
X
Chaitra Navratri 2020: durga pujan according to zodiac sign

  • મેષ રાશિના લોકો સ્કંદ માતા, વૃષભ રાશિના લોકો મહાગૌરી અને મિથુન રાશિના લોકો બ્રહ્મચારિણીની વિશેષ પૂજા કરે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 09:48 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આજથી 2 એપ્રિલ સુધી ચૈત્ર મહિનાની નવરાત્રિ રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલાં દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી, નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નવરાત્રિમાં રાશિ પ્રમાણે પણ દેવી માતાની પૂજા કરી શકાય છે. જાણો, મેષથી મીન સુધી 12 રાશિઓ માટે કઇ દેવીની પૂજા કરવી શ્રેષ્ઠ રહે છે.

મેષઃ- આ રાશિના લોકોએ સ્કંદ માતાની વિશેષ પૂજા કરવી જોઇએ. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

વૃષભઃ- આ લોકોએ મહાગૌરીની પૂજા કરવી. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવો. નવરાત્રિમાં કન્યા ભોજ કરાવડાવવો.

મિથુનઃ- આ રાશિના લોકોએ દેવી યંત્ર સ્થાપિત કરવું અને માતા બ્રહ્મચારિણીની વિશેષ પૂજા કરવી. નવરાત્રિમાં તારા કવચનો રોજ પાઠ કરવો.

કર્કઃ- આ રાશિના લોકોએ માતા શૈલપુત્રીની પૂજા કરવી. લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરવો.

સિંહઃ- સિંહ રાશિના લોકોએ માતા કૂષ્માંડાની પૂજા કરવી. દુર્ગા મંત્રનો જાપ કરવો. નવરાત્રિમાં ખરાબ આદતો છોડવાનો સંકલ્પ લેવો.

કન્યાઃ- આ લોકોએ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી. લક્ષ્મી મંત્રનો જાપ કરવો.

તુલાઃ- તુલા રાશિના લોકોએ દેવી મહાગૌરીની પૂજા કરવી અને કાળી ચાલીસાનો કે સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરવો.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ સ્કંદમાતાની પૂજા કરવી. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ રહે છે.

ધનઃ- આ લોકોએ માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. કોઇ માતાના મંદિરમાં ઘંટનું દાન કરવું. દેવી મંત્રોનો જાપ કરવો.

મકરઃ- મકર રાશિના લોકોએ માતા કાલરાત્રિની પૂજા કરવી. દેવી મંત્રનો જાપ કરવો. નવરાત્રિના છેલ્લાં દિવસે હવન કરવું.

કુંભઃ- આ લોકોએ દેવી કાલરાત્રિની ઉપાસના કરવી. દેવી કવચનો પાઠ કરવો. નાની કન્યાઓને ભેટ આપો.

મીનઃ- મીન રાશિના લોકોએ માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. ચંદનની માળાથી દેવી મંત્રનો જાપ કરવો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી