તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂઃ એકમ, આઠમ અને નોમના દિવસે મુહૂર્ત જોયા વિના શુભકામ કરી શકાશે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે નવે-નવ દિવસ નવરાત્રિ રહેશે, દેવી દુર્ગાની પૂજામાં दुं दुर्गायै नम: મંત્રનો જાપ કરો

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 25 માર્ચે ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિ અને ગુડી પડવો છે. આ દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે અને હિંદુ નવવર્ષ શરૂ થશે. આ દિવસે રેવતી નક્ષત્ર સાથે જ બુધવાર હોવાથી બ્રહ્મ યોગ બની રહ્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે.

શુભ કામ કરવા માટે મુહૂર્તઃ-
પં. શર્મા પ્રમાણે ચૈત્ર નવરાત્રિની એકમ, આઠમ અને નોમ તિથિએ કોઇપણ કામની શરૂઆત કરવા માટે શુભ દિવસ મનાય છે. આ દિવસોને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસોમાં કરવામાં આવતાં પૂજા-પાઠનું પોઝિટિવ ફળ જલ્દી જ મળી શકે છે. બધા જ કાર્યોમાં સફળતા મળે છે.

દુર્ગા માતાનો જન્મનો પર્વઃ-
પ્રાચીન માન્યતાઓ પ્રમાણે ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. ત્રેતા યુગમાં આ નવરાત્રિના જ અંતિમ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના અવતાર લીધો હતો. જેથી આ દિવસોમાં દેવી માતાના વિવિધ સ્વરૂપોની અને શ્રીરામની વિશેષ પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિમાં ક્યા-ક્યા શુભ યોગ બની રહ્યા છેઃ-
એકમે બ્રહ્મયોગ, બીજ અને આઠમ તિથિએ સર્વાર્થ-અમૃત સિદ્ધિ યોગ, તીજ અને નોમ તિથિએ સર્વાર્થ સિદ્ધિ યોગ, પાંચમ તિથિએ રવિયોગ, છઠ્ઠ તિથિએ સર્વાર્થ-અમૃત સિદ્ધિ યોગ રહેશે.

દેવી દુર્ગાને ફૂલ ચઢાવોઃ-
નવરાત્રિમાં નવ દિવસ સુધી રોજ સવારે દેવી માતાની પૂજા કરો. માતા સામે દીવો પ્રગટાવો. પૂજામાં दुं दुर्गायै नम: મંત્રનો જાપ કરવો જોઇએ. માતાને ફૂલ ચઢાવો. નારિયેળ અર્પણ કરો.

અન્ય સમાચારો પણ છે...