14 જાન્યુઆરીનું ટેરો રાશિફળ:મકર જાતકોને શનિવારે પોતાની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી યોજનાઓને લીધે સફળતા અને લાભ મળતો રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ THE HERQMIT

એકાંતમાં સમય વિતાવીને પોતાના વિશે વિચાર કરશો. કેટલાક વિચારોને લીધે તમે ઉદાસ રહેશો પરંતુ પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવેલ વિચારો પર કામ કરવાનું તમે શરૂ કરી દો, આજના દિવસે આરામ કરવામાં ભાર આપો જેથી મન પર વધી રહેલી ઉદાસીનતા દૂર થઈ શકે.

કરિયરઃ- કામને લગતો પ્રાપ્ત થયેલા અનુભનો ઉપયોગ કરીને મોટી સમસ્યાઓને તમે હલ કરી શકો છો.

લવઃ- રિલેશનશિપને લગતી દુવિધા લાગશે જેના કરાણે બેચેની પેદા થઈ શકે છે.

હેલ્થઃ શારીરિક નબળાઈ અને માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

------------------------------

વૃષભ PAGE OF CUPS

કામને લગતો રસ આજના દિવસે ઓછો લાગશે જેના કારણે નાના-નાના કામો પર જ તમે ધ્યાન આપવાનો પ્રયાસ કરશો. અચાનક પ્રાપ્ત થયેલ કોઈ સમાચારને લીધે લાગણીઓમાં ઊતાર-ચઢાવ જોવા મળશે, પરંતુ બીજી વાતોનું પરિણામ પોતાના પર ન પડે એ વાતનું તમે ધ્યાન રાખજો. કરિયરઃ- કામને લગતા મહત્વપૂર્ણ ઓર્ડર તમને મળી શકે છે.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત કયા કારણે બંધ કે ઓછી થઈ તે કારણ જાણવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ પગમાં દર્દ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

------------------------------

મિથુન FOUR OF PENTACLES

જીવનમાં અનેક બધી બાબતો સ્થિર લાગવા છતાં પણ તમારી અંદર બેચેની અને અકેલતા શા માટે પેદા થઈ રહી છે તે જાણો. રૂપિયાને લગતા કરવામાં આવેલ વિચારોને અમલમાં લાવવા શક્ય છે. હાલના સમયમાં તમને મોટી તક ભલે ન મળે પરંતુ નાની-મોટી તકો દ્વારા તમને પ્રસિદ્ધિ અને કામની તકો મળી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી ગંભીરતા વધારવાની જરૂર છે.

લવઃ- રિલેશનને શ્રેષ્ઠ બનાવવા માટે તમારે સંવાદ વધારવાની જરૂર છે.

હેલ્થઃ ઊંઘને લગતી સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

------------------------------

કર્ક JUSTICE

અત્યાર સુધી તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોનું ફળ અપેક્ષા પ્રમાણે ન મળવાથી તમે ઉદાસ રહી શકો છો. પરંતુ તમારો નિશ્ચય વધતો જોવા મળશે જેના લીધે કઠિનાઈઓનો તમે સામનો કરતા રહેશો. ઈચ્છા શક્તિને વધવાને લીધે તમે જલદી જ કોઈ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.

કરિયરઃ- કામને લગતા દરેક નિયમ અને ફાયદાને સારી રીતે જાણીને કામની શરૂઆત કરો.

લવઃ- રિલેશનશીપમાં લેવામાં આવેલ નિર્ણય બીજા લોકોને નહીં મસજાય.

હેલ્થઃ આથો દિવસ માથુ ભારે રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------------

સિંહ THE HIEROPHANT

તમારી કાર્યક્ષમતા શ્રેષ્ઠ હોવા છતા પણ સમયનો સારી રીતે ઉપયોગ ન કરી શકવા અને પોતાના કરતા બીજા લોકોને વધુ મહત્વ આપીને તેમની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમને પ્રાપ્ત થયેલ અનુભવ અને જ્ઞાનનો સારી રીતે ઉપયોગ કરીને પોતાના ફાયદા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.

કરિયરઃ- કોઈ વ્યક્તિને લીધે કામને લગતી બાબતોમાં અડચણ ન આવે તેનું ધ્યાન રાખજો.

લવઃ- લોકોના વિચારોને મહત્વ આપીને લગ્નને લગતા નિર્ણયનો તમને પછતાવો થઈ શકે છે. સતર્કતા રાખવી જરૂરી છે. હેલ્થઃ- માથાના દુઃખાવાને લીધે ચિડ રહે, સ્વાસ્થ્યની બીજી સમસ્યાઓ પરેશાન કરશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

------------------------------

કન્યા KNIGHT OF CUPS

પોતાના વિચાર અને લાગણીઓને સમજાવતી વખતે સામેવાળી વ્યક્તિની ક્ષમતા અને માનસિક અવસ્થા બંનેનું ધ્યાન રાખવાની જરૂર છે. જીવમાં ધીરે-ધીરે ફેરફાર લાવવાનો પ્રયાસ કરો. એકદમથી કરવામાં આવેલ ફેરફાર તમારી માટે તકલીફનું કારણ બની શકે છે. કરિયરઃ- કામમાંથી થોડો બ્રેક લઈને નવી બાબતો શીખવાનો પ્રયાસ કરજો.

લવઃ- પાર્ટનરની સાથે સંવાદ સુધરવાને લીધે એક-બીજાની પ્રત્યે પેદા થયેલ નારાજગી દૂર થશે.

હેલ્થઃ- પાણીની માત્રા શરીરમાં ઓછી થવાને કારણે શરીરની ગરમી વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

------------------------------

તુલા THE FOOL

કોઈપણ વાતના પરિણામને ન સમજીને કરવામાં આવેલ નિર્ણયથી તમને નુકસાન થઈ શકે છે. સાથે જ તમારી સાથે જોડાયેલ દરેક લોકોને પણ નુકસાન થઈ શકે છે. પોતાના વિચારો પર નિયંત્રણ રાખીને ઓછામાં ઓછું રિસ્ક લેવાની જરૂર છે. મનમાં વધી રહેલી લાલચને લીધે તમે કોઈ મોટી ભૂલ પણ કરી શકો છો.

કરિયરઃ- કામની જગ્યાએ કેટલાક બદલાવ થઈ શકે છે તમને ફાયદો અપાવી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા દેખાડવામાં આવેલ વિશ્વાસને ટકાવી રાખો.

હેલ્થઃ- લો-બીપી અને સુગરની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

------------------------------

વૃશ્ચિક NINE OF CUPS

બીજા લોકો દ્રારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધને સારી રીતે સમજવાનો પ્રયાસ કરજો. કોઈપણ વ્યક્તિના વિચારોને જાણ્યા વગર ટિપ્પણી ન કરશો. જે લોકો તમારી પ્રત્યે ચિંતા રહેતી હોય તેમની સાથે વાતચીત કરીને બનાવવામાં આવેલી યોજનાઓની ચર્ચા સમય પ્રમાણે કરતા રહો.

કરિયરઃ- વેપારી વર્ગને મોટી માત્રામાં ફાયદો થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલાં સાથને લીધે બેચેની દૂર થશે.

હેલ્થઃ- પેટને લગતી સમસ્યા ન વધે તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

------------------------------

ધન THE EMPEROR

કામની ગતિની સાથે પોતાની કાર્યક્ષમતાને પણ શ્રેષ્ઠ બનાવવાની જરૂર રહેશે. તમે માત્ર કઠોર મહેનત કરવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ કામની ક્વોલિટીનું ધ્યાન ન આપવું કે મહત્વપૂર્ણ વાતોની જાણકારી ન રાખવાથી નુકસાન થઈ શકે છે. બીજા લોકોની પ્રત્યે પેદા થઈ રહેલી ચીડ તમારી અંદર ઘટી રહેલા સંયમને લીધે હોઈ શકે છે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલી તમારી અપેક્ષાઓ વધી છે પરંતુ એ પ્રમાણે પ્રયાસો ન કરી શકવાને લીધે તમને યશ પ્રાપ્ત નહીં થાય.

લવઃ- રિલેશનશીપ કે લગ્ન બાબતે લેવામાં આવેલ નિર્ણયમાં પરિવારનો સાથ નહીં મળે.

હેલ્થઃ- ઘુંટણને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

------------------------------

મકર THE LOVERS

સમય અને પોતાની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવેલી યોજનાઓને લીધે સફળતા પ્રાપ્ત થશે. હાલના સમયમાં તમને લાભ મળતો રહેશે. મોટા કામોને અંજામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો. જો કાયદાને લગતી કોઈ તકલીફ પેદા થઈ રહી હોય તો તેને ઉકેલવા માટે પ્રયાસ કરી શકો છો. નિર્ણય તમારી પક્ષમાં રહેશે. કરિયરઃ- કામ સાથે જોડાયેલ દસ્તાવેજોને સારી રીતે વાંચીને કામનો સ્વીકાર કરો નહીંતર પેદા થતી ગલતફેમીને લીધે કામને રોકવામાં આવશે.

લવઃ- પાર્ટનર્સનું એકૃ-બીજા પ્રત્યે આકર્ષણ વધશે.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

------------------------------

કુંભ TWO OF SWORDS

પરિસ્થિતિને સારી રીતે જાણવા છતાં પણ તેની અનદેખી કરવી તમારી માટે સમસ્યા પેદા કરી શકે છે. પરિવારની પ્રત્યે તમારી જે જવાબદારીઓ છે, તેને સારી રીતે સમજીને તેને નિભાવવાનો પ્રયાસ કરજો. નહીતર પરિવારના લોકોની વધતી નારાજગીને કારણે તમારા કઠિન સમયમાં પરિવારનો સાથ નહીં મળે.

કરિયરઃ- કામમાં દેખાડવામાં આવેલી લાપરવાહીને લીધે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો.

લવઃ- પાર્ટનર દ્વારા કરવામાં આવેલ ફેરફારને સારી રીતે સમજવા જરૂરી છે.

હેલ્થઃ- આંખોને લગતું ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

મીન NINE OF SWORDS

રૂપિયાને લગતી ચિંતા વધી શકે છે. જીવનશૈલીમાં લાવવામાં આવેલ ફેરફાર તમારી ક્ષમતા પ્રમાણે ન હોવાને લીધે તેને કાયમી ટકાવી રાખવા કઠિના લાગશે. કોઈપણ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ દેવા કે ઉધાર લીધેલા રૂપિયાને લીધે તણાવ પેદા થઈ શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગને મળેલા ઓર્ડર કે ક્લાયન્ટ દ્વારા મળેલું કામ સમયસર પૂરું કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરની અપેક્ષાઓ તમારી અપેક્ષાઓથી અલગ છે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે.

હેલ્થઃ - તણાવને લીધે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6