મેષ PAGE OF CUPS
અચાનક કોઈ વ્યક્તિ પાસેથી મળેલાં સમાચારથી તમારા વિચારો બદલાઈ શકે છે. જે વાતો વિશે જાણકારી પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા હતી તેની માટે માર્ગ ખુલવા લાગશે. કામને લગતી નકારાત્મકતા ધીરે-ધીરે ઓછી થવા લાગશે. તેમ છતાં મન પર બનેલી ઉદાસીનતાને સારી રીતે સમજીને દૂર કરવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- કામની ગતિની સાથે કામ પૂરું કરવામાં કેટલો સમય લાગી રહ્યો છે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- રિલેશનશીપમાં સુધારો આવશે છતાં મોટું પરિવર્તન જોવામાં સમય લાગશે.
હેલ્થઃ- શારીરિક નબળાઈ વધી શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 4
-----------------------------------
વૃષભ THE LOVERS
કામને લગતી નારાજગી હતી તે દૂર થવા લાગશે. અચાનક કોઈ વ્યક્તિ દ્વારા મળી રહેલી મદદથી મોટી સમસ્યા હલ થશે. રૂપિયાને લગતી ચિંતા ચાલતી રહેશે પરંતુ તમારી જરૂરિયાતો પૂરી થવાના કારણે નકારાત્મકતા પેદા નહીં થાય. જે મોટી ધનરાશિને તમે પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખો છો તેની માટે ધીરે-ધીરે રૂપિયા અત્યારથી જોડવાનું શરૂ કરો.
કરિયરઃ- કામને લગતી વાતોમાં ફેરફાર લાવવો તમારી માટે શક્ય બનશે. એક નિર્ણય પર ટકી રહેવું પડશે. લવઃ- પાર્ટનર્સની વચ્ચે આકર્ષણ વધી શકે છે.
હેલ્થઃ- પેટની બળતરાની તકલીફ વધી શકે છે.ૉ
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 1
-----------------------------------
મિથુન THE HIGH PRIESTESS
કોઈ વ્યક્તિના કારણે તમે પોતાના જીવનને લગતી દરેક વાતને ગંભીરતાથી લેશો. પોતાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવા માટે તમે મહેનત કરશો. જે લોકો તમારી નજીક છે તેમના દ્વારા પ્રેરણા મળતી રહેશે. જેના કારણે કઠિન કામને અજાંમ સુધી પહોંચાડવા માટે તમે મહેનત કરી શકશો.
કરિયરઃ- કરિયરને લગતી વાતોને પોતાના પક્ષમાં કરવા માટે સ્કિલ્સને સુધારવાની જરૂર છે.
લવઃ- રિલેશનશીપને લગતો નિર્ણય લેવા માટે જે વાતો માટે તમે પોતાને નબળા સમજી રહ્યાં હતા તે વાતે પ્રગતિ થશે.
હેલ્થઃ- શરીર દર્દની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
-----------------------------------
કર્ક KING OF PENTACLES
રૂપિયાને લગતો મોટો ફાયદો તમને અચાનક મળશે. કોઈપણ પ્રકારની ચિંતા પોતાના ઉપર હાવી ન થવા દો. જે પ્રકારે તમને રસ્તો મળી રહ્યો છે, તે જેવો હોય તેવો સ્વીકાર કરીને મહેનત કરવાની જરૂર છે. હાલના સમયમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતને કારણે આર્થિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે જેના કારણે જીવનશૈલીમાં ફેરફાર આવશે.
કરિયરઃ- પોતાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો દ્વારા મળી રહેલાં સાથને કારણે મોટો પ્રોજેક્ટ મળશે.
લવઃ- રિલેશનશીપને લગતી ચિંતા ચાલતી રહેવાં છતાં પણ તમે પોતાના કર્તવ્યને નિભાવતા રહેશો.
હેલ્થઃ- પેટ દર્દની સસમ્યા ખોટા ખાનપાનના કારણે રહેશે જેને અવોઈડ ન કરો. શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3 -----------------------------------
સિંહ THE HANGEDMAN
જૂની વાતોમાં અટકી રહેવાને કારણે તમારો દ્રષ્ટિકોણ જેવો છે તેવો જ રહેશે. નવી વાતોનો સ્વીકાર કરવા માટે વિચારોમાં ફેરફાર લાવવાની જરૂર છે. તમારી આસપાસના લોકો બદલાતા જોવા મળશે જેના કારણે તમને માનસિક તકલીફ થાય. જે પ્રકારે પરિસ્થિતિ બદલાઈ રહી છે એ પ્રકારે પોતાની અંદર પણ ઝૂકાવ લાવવો જરૂરી છે.
કરિયરઃ- કામ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ સાથે થયેલી તકરાર પર ધ્યાન આપીને તેને સમજાવવા પ્રયાસ કરો.
લવઃ- રિલેશનશીપ સ્થિર રહેશે. તમે પોતે કોઈ મોટો નિર્ણય અત્યારે ન લો.
હેલ્થઃ- પગને લગતી સમસ્યા ઠીક થવામાં સમય લાગશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
-----------------------------------
કન્યા EIGHT OF CUPS
કામને લગતી મોટી જવાબદારી નિભાવવાને કારણે નવા કામ તરફ ધ્યાન આપવું શક્ય નહીં બને. હાલના સમયમાં તમે પોતાને ઈમોશનલી વાતોથી દૂર રહેવાનું પસંદ કરશો. એવું નથી કે તમે સમસ્યાઓથી ભાગી રહ્યાં છો પરંતુ જ્યાં સુધી મનની તૈયારી પૂરી રીતે નથી થતી ત્યાં સુધી કોઈપણ વાતથી દૂર રહેવાનું પસંદ કરશો.
કરિયરઃ- સ્ટોક માર્કેટને લગતી વાતોમાં ફાયદો જોવા મળશે. તેમ છતાં રિસ્ક બિલકુલ ન લો.
લવઃ- જૂના પ્રેમી દ્વારા તમારા પરિયચમાં આવવાનો પ્રયાસ થઈ શકે છે.
હેલ્થઃ- શરીરમાં ડિહાઈડ્રેશન વધી શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7 -----------------------------------
તુલા QUEEN OF SWORDS
વિચારોમાં સ્પષ્ટતા અને એકાગ્રતા વધવાને કારણે એક જ સમસ્યાને ઉકેલવા માટે તમે પ્રયત્ન કરશો. પરિવારને લગતી જવાબદારીઓને અવોઈડ ન કરો. પરિવારમાં કોઈ વ્યક્તિની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લગતી તકરાર પેદા થતી રહેશે જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. હાલના સમયમાં વધુ ખર્ચ ટાળવો શક્ય બનશે.
કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને અનેક કઠિનાઈઓનો સામનો કર્યા પછી જ પ્રગતિ થશે.
લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરવાનો તમે પ્રયાસ કરશો.
હેલ્થઃ- માથાનો દુઃખાવો વધુ તણાવ આપશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 9
-----------------------------------
વૃશ્ચિક THE WORLD
યાત્રાને લગતી બનાવેલી યોજનાને કારણે જીવનમાં અનેક ફેરફાર કરી શકો. મહત્વપૂર્ણ દસ્તાવેજ કે મૂલ્યવાન વસ્તુઓને સંભાળીને રાખો. ચોરી થવાની શક્યતા છે. કોઈ નજીકની વ્યક્તિ દ્વારા જ તમારું નુકસાન થઈ શકે છે. લોકો પર તરત જ વિસ્વાસ ન કરો. કરિયરઃ- લેખન સાથે જોડાયેલાં લોકોને નવા પ્રોજેક્ટ મળશે જેનાથી પ્રશંસા અને સન્માન મળશે.
લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલ સહયોગને કારણે જે વાતોને તમે અત્યાર સુધી અધૂરી છોડી હતી તે પૂરી કરવાનો પ્રયાસ તમે કરશો.
હેલ્થઃ- મહિલાઓને યૂરિનને લગતી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 8
-----------------------------------
ધન TWO OF WANDS
તમારા દ્વારા થયેલી કોઈ ભૂલને કારણે મોટી સમસ્યા પેદા થઈ શકે છે. તેમ છતાં ઊતાવળ બિલકુલ ન કરો. આ સમસ્યાને દૂર કરવાની ક્ષમતા તમારામાં છે. લોકો દ્વારા મળી રહેલી ટીકા કે આલોચનાને અવોઈડ ન કરો માત્ર કામ પર ધ્યાન રાખવું પડશે. પ્રોપર્ટી કે મોટી ખરીદી માટે તમે પરિવાર સાથે વિચાર કરશો.
કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરનારને નવા પ્રોજેક્ટ મળવામાં સમય લાગશે.
લવઃ- પતિ-પત્નીમાં કોઈ કારણસર અંતર વધી શકે છે.
હેલ્થઃ- માંસપેશીઓમાં ખેંાણ આવી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
-----------------------------------
મકર QUEEN OF WANDS
પોતાના જીવનની તુલના બીજા લોકો સાથે કરીને તમે પોતાની માટે પરેશાની વધારી શકો છો. જે લોકોની પ્રગતિ થઈ રહી છે, તે લોકોને જે પ્રકારે કામ કર્યું છે, એ વાત પર ધ્યાન આપવાની જરૂર રહેશે. તમે માત્ર વિચાર કરી શકો છો. પરંતુ જ્યારે મહેનત લેવાનો સમય આવે છે ત્યારે કોઈને કોઈ કારણે તમે લક્ષ્યથી ભટકી જાઓ છો એ ભૂલ સુધારવાની જરૂર છે.
કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોને કામ કરતી વખતે સતર્કતા રાખવી પડશે.
લવઃ- રિલેશનશીપમાં બીજા લોકોની દખલ વધી શકે છે.
હેલ્થઃ- પેટ દર્દ અને અપચાની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
-----------------------------------
કુંભ ACE OF SWORDS
જ્યાં સુધી કામ પૂરું નથી થતું ત્યાં સુધી પ્રયત્નને રોકશો નહીં., તમને મહેનત પ્રમાણે પ્રગતિ મળશે પરંતુ તમારી અપેક્ષાઓ મોટી હોવાને કારણે કોઈપણ વાતનું સમાધાન પ્રાપ્ત કરવું મુશ્કેલ લાગશે. આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે નવા સોર્સ પ્રાપ્ત થશે. પરંતુ મનમાં વધી રહેલી લાલચ પર કંટ્રોલ કરવો જરૂરી છે.
કરિયરઃ- મેટલને લગતું કામ કરતાં વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે.
લવઃ- પાર્ટનરની સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરવાને કારણે એક-બીજા પ્રત્યે પેદા થઈ રહેલી ગલતફેમી દૂર થશે.
હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન અવોઈડ બિલકુલ ન કરશો.
શુભ રંગઃ- લાલ શુભ અંકઃ- 1
-----------------------------------
મીન SIX OF CUPS
પરિવાર અને વ્યક્તિગત જીવન પર વધુ ધ્યાન આપવાને કારણે કામને લગતી કેટલીક બાબતોને અવોઈડ કરી શકો છો. જો તમે કોઈ વ્યક્તિની સાથે પાર્ટનરશીપમાં કામ કરી રહ્યાં હોય તો નિર્ણય લેતા પહેલાં એક-બીજા સાથે સંવાદ સ્પષ્ટ રીતે કરવો જૂરૂરી છે. અચાનક કોઈ વ્યક્તિ સાથે તાદાત્મય વધી શકે છે. આ વ્યક્તિની પ્રત્યે જે લાગણીઓ તમને લાગી રહી છે તેને સારી રીતે જાણીને આગળ વધો.
કરિયરઃ- કામની જગ્યાએ તમારા દ્વારા ભૂલ થવાને કારણે માનહાનિ થઈ શકે છે.
લવઃ- રિલેશનશીપ અને પાર્ટનરને કઈ હદ સુધી મહત્વ આપવું છે તે જાણવાની જરૂર છે.
હેલ્થઃ- ખાંસી અને કફને લગતી તકલીફને દૂર કરવા ડોક્ટરની મદદ લો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.