મેષ SIX OF SWORDS
વ્યક્તિગત જીવનની જે બાબતોમાં અડચણ લાગતી હતી, તેને ઉકેલવાનો માર્ગ મળે. માનસિક રીતે થોડી નબળાઈ લાગવાને કારણે માર્ગ મળવા છતાં પણ તરત જ કામ કરવું શક્ય નહીં બને. કેટલાક લોકો સાથે અંતર લાગવાને કારણે એકલતા વધી શકે છે. લોકો સાથે સંબંધો સુધારવાની જરૂર છે.
કરિયરઃ- કામને લગતી આપવામાં આવેલી ડેડલાઈનને કારણે વ્યસ્ત રહેશો.
લવઃ- સંબંધોને લગતી અનુભવાતી નકારાત્મકતા તમે ઉદાસ છો તેના કારણે રહેશે.
હેલ્થઃ-ખોટી ખાણી-પીણીને કારણે તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ-1
--------------------------------
વૃષભ ACE OF CUPS
લોકોની સાથે અંતર બનાવી રાખવાને કારણે માનસિક શાંતિ અને સમાધાન આજના દિવસે તમને મળી શકે છે. દરેક પ્રકારની ઈમોશનલી વાતોથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ તમે કરશો. કામમાં બ્રેક લો કે પછી જે કામમાં મન લાગે છે તેવી વાતોમાં ધ્યાન આપવાનો પ્રયાસ કરશો.
કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. જેથી ટાર્ગેટ પૂરો થશે.
લવઃ- પાર્ટનરને લગતી ચિંતા સતાવી રહી હતી તે આજે પૂરી રીતે દૂર થશે.
હેલ્થઃ-સ્વાસ્થ્યમાં આવી રહેલ ફેરફાર પર ધ્યાન આપવાની જરૂર છે.
શુભ રંગઃ- લાલ શુભ અંકઃ- 4
--------------------------------
મિથુન QUEENOF SWORDS
કોઈ વ્યક્તિ વિશે ઊંડાણથી વિચાર કરવાનો પ્રયાસ તમે કરશો. જ્યાં સુધી તમે એ વ્યક્તિની સાથે રીતે વાત નથી કરતાં ત્યાં સુધી પરિસ્થિતિની સત્યતાને સમજવી શક્ય નથી. એટલા માટે પોતાના સીમિત વિચારોથી બહાર નિકળીને એ વ્યક્તિની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો તો પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવાનો માર્ગ મળશે.
કરિયરઃ- કામને લગતું ફોકસ વધી શકે છે.
લવઃ- જે વ્યક્તિને તમે પ્રપોઝલ મોકલવામાં ખચકાઈ રહ્યાં હતાં તેઓ પ્રપોઝલ સ્વીકારી શકે છે. મનનો ડર દૂર કરો.
હેલ્થઃ- ખભા અને ગરદનમાં જકડન રહી શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ-2
--------------------------------
કર્ક PAGE OF PENTACLES
રૂપિયાની આવક સીમિત માત્રમાં રહેવાં છતાં પેદા થતી દરેક જરૂરિયાતને પૂરી કરવાને કારણે મનમાં સમાધાન લાગશે. આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવાનો વિચાર કે યોજના બનાવી શકો છો. જીવનમાં ડિસિપ્લિન વધારવાની જરૂર છે.
કરિયરઃ- જે કામમાં તમને રસ છે એ કામ જ મળતું લાગશે.
લવઃ- પાર્ટનરની સાથે વાતચીત કરતી વખતે શરૂઆતમાં વિવાદ પેદા થાય પરંતુ એક બીજાને સમજીને તમે સમસ્યા દૂર કરી શકો છો.
હેલ્થઃ-પેટને લગતું ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખજો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ-3
--------------------------------
સિંહ QUEEN OF CUPS
ઈમોશનલી રીતે થતી તકલીફ આજના દિવસે વધતી લાગશે. લોકો દ્વારા બોલવામાં આવેલી વાતો પર વધુ પડતું ધ્યાન આપવાને કારણે આવી સમસ્યા થઈ રહી છે. બાળકોની પ્રત્યે રાખવામાં આવેલી એપેક્ષાઓ પૂરી ન થવાને કારણે ક્રોધ પણ વધી શકે છે. પોતાના વિચાર અને અપેક્ષાઓ બીજા પર કેટલા થોપવા તેનો વિચાર આજે કરશો.
કરિયરઃ- જે મહિલાઓ વેપાર ક્ષેત્રમાં છે તેમને પ્રગતિ થશે અને કામને લગતો વિસ્તાર કરવા લોકો દ્વારા મદદ મળી જશે.
લવઃ- પાર્ટનરની જરૂરિયાતોને ન સમજીને પોતાની જ લાગણીઓને પ્રાધાન્ય આપશો તો નારાજગી વધશે.
હેલ્થઃ- મહિલાઓને સ્વાસ્થ્યની તકલીફ વધવાથી ચિંતા વધશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ-6
--------------------------------
કન્યા THE HIEROPHANT
પરિવારના લોકોમાં આપસી સામંજસ્ય વધારવા તમે પ્રયત્ન કરશો. વ્યક્તિગત જીવન કરતા બીજા લોકોને વધુ પ્રાધાન્ય આપવાને કારણે કોઈ મહત્વપૂર્ણ બાબતો અવોઈડ કરી શકો છો. સારા કામોનું ફળ તમને તરત જ મળી શકે છે. તેમ છતાં કંઈ વ્યક્તિને કેટલી હદ સુધી મદદ કરવી છે વિશે સારી રીતે સમજવી જરૂરી છે.
કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે સમજી-વિચારીને કરવામાં આવેલ વિચારને હાલમાં અમલમાં લાવવો શક્ય નહીં બને.
લવઃ- પરિવારના લોકોની ઈચ્છા પ્રમાણે લગ્ન નક્કી થવાની શક્યતા બની રહી છે.
હેલ્થઃ- દાંતની તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 5
--------------------------------
તુલા TWO OF WANDS
કામનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યાં હોવ તો આર્થિક સ્થિતિને પર ધ્યાનમાં રાખજો. રૂપિયાને લગતી કોઈપણ પ્રકારનું રિસ્ક ન લઈને કામની શરૂઆત કરવી પડશે. જે પ્રકારે તમારી કાર્યક્ષમતા છે માત્ર એ પ્રકારે જ કામને લગતી જવાબદારીઓ ઊઠાવો.
કરિયરઃ- જે લોકો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલાં છે તેમને કોઈ વ્યક્તિ દ્વારા ફસાવાઈ શકે છે. સતર્ક રહેવું જરૂરી છે.
લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલ કડવી વાતોને કારણે પરિસ્થિતિનું સારી રીતે અવલોકન કરવાનો પ્રયાસ તમે કરજો.
હેલ્થઃ- માઈગ્રેઈનની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 8
--------------------------------
વૃશ્ચિક SEVEN OF SWORDS
કામની ગતિને વધારવા માટે જે વાતોમાં તમે પોતે નબળા સમજી રહ્યાં છો તેમાં ફેરફાર લાવવો જૂરરી છે. રૂપિયાને લગતા વ્યવહાર ઘણી હદે નુકસાનદાયક સાબિત થશે. પરંતુ એ નુકસાનને દૂર કરવાની તક પણ મળી જશે. કોઈપણ વ્યક્તિ પર તરત જ વિશ્વાસ ન કરો.
કરિયરઃ- કામની જગ્યાએ કોઈ વ્યક્તિ તમારા કામનો શ્રેય પોતે લેવા પ્રયાસ કરશે.
લવઃ- જો પાર્ટનરને લગતી નારાજગી લાગી રહી છે તેની સારી રીતે ચર્ચા કરવાની જરૂર છે.
હેલ્થઃ- પગમાં દુઃખાવાની તકલીફ રહી શકે છે.
શુભ રંગઃ-સફેદ શુભ અંકઃ-7
--------------------------------
ધન THE HIGH PRIESTESS
પોતાની મહેનતના બળે તમે જે યશ પ્રાપ્ત કર્યો છે તે તમારી અંદરનો વિશ્વાસ જગાડવા માટે ઉપયુક્ત સાબિત થશે. સાથે જ અહંકાર વધી શકે છે. દરેક વ્યક્તિને નકારાત્મક દ્રષ્ટિથી જોવાને બદલે તમે પોતાની ઊર્જા માત્ર નકારાત્મક વાતો પર જ લગાવી રહ્યાં છે. દરેક વ્યક્તિને માત આપવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી.
કરિયરઃ- જે કામમાં પારંગત છો તેને લગતી જ જવાબદારી અત્યારે સ્વીકારો.
લવઃ- કોઈ કારણરસ પાર્ટનરની સાથે કેટલીક હદે અંતર લાગતું રહેશે.
હેલ્થઃ- દિવસના અંતે પેટની તકલીફ રહી શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ-3
--------------------------------
મકર ACE OF WANDS
જીવનમાં નવીનતા લાવવા માટે તમે પ્રયાસ કરશો પરંતુ ભૂતકાળની બાબતોમાં વધુ ગુંચવાઈ રહેવાને કારણે દરેક નવી શરૂઆતના સમયે ડરનો સામનો થતો લાગશે. આગામી કેટલાક દિવસો સુધી પરિસ્થિતિ નકારાત્મક ન હોવા છતાં પણ નિરાશા લાગતી રહેશે. પોતાને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખો.
કરિયરઃ- કામને લગતી અનુભવાતી કોઈ પ્રકારની તકલીફને દૂર કરવા માટે વડીલોની મદદ લેજો.
લવઃ- પાર્ટનર્સને એક-બીજા સાથે પારદર્શિતા જળવવી જરૂરી છે.
હેલ્થઃ- શારીરિક નબળાઈને કારણે તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
--------------------------------
કુંભ THE CHARIOT
યાત્રાને લગતી બનાવેલી યોજના શરૂઆતમાં કઠિન લાગશે અને ઘણી અડચણોનો સામનો થઈ શકે છે પરંતુ આ યોજના આગળ વધારવી શક્ય છે એટલા માટે અડચણોથી ન ડરીને નક્કી કરેલી યોજના આગળ વધારો. આ યાત્રાને કારણે નવી જાણાકારી મળશે જેનાથી મોટી સમસ્યાઓનો હલ મેળવી શકશો.
કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં લોકોની સાથે જોડાઈ રહેવાને લીધે પોતાના કામને નવી દિશા આપવા પ્રયાસ તમે કરશો.
લવઃ- પરિવાર દ્વારા લગ્નને લગતો નિર્ણય સમજવામાં વાર લગાશે. પણ તમારો નિર્ણય યોગ્ય સાબિત થશે.
હેલ્થઃ- લો-બીપી અને સુગરની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ-7
--------------------------------
મીન FIVECOF SWORDS
પોતાના વર્તાવને કારણે તમે પોતાની માટે સમસ્યા વધારી રહ્યાં છો. લોકોની સાથે સંવાદને સૌમ્ય બનાવવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમને સમજાવવાનો કે સલાહ આપવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તેમની વાતો સાંભળો. જૂની કોઈ ભૂલને કારણે આજના દિવસે વિવાદ પેદા થઈ શકે છે.
કરિયરઃ- જે લોકોને નવી નોકરીની શોધ છે તેમને પોતે જ પ્રયાસો કરવા પડશે. કોઈની પર નિર્ભર ન રહેશો.
લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે ચાલતા વિવાદની અસર પરિવારના વાતાવરણમાં જોવા મળશે.
હેલ્થઃ-એસીડીટીની તકલીફ વધશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.