ભાગ્યના ભેદ:દિવાળીના દિવસે કુંડળીની આ એક વિધિ કરીને, નિરાશ ગ્રહોને ખુશ કરીને નવા વર્ષે ‘સુખ’ શબ્દના માલિક બનો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિતા રત્નાકારો યસ્ય લક્ષ્મીર્યસ્ય સહોદારીI
શંખો ભિક્ષાટનમ કુર્યાત ફલં ભાગ્યાનુ સારત:II

પિતા રત્નોનો ભંડાર,લક્ષ્મી જેની બહેન તેમ છતાં શંખને ભિક્ષા માંગવી પડે છે કારણ કે ભાગ્ય અનુસાર ફળ મળે છે.
આવો સૌ સાથે મળી નવા સંવતમાં એક અદ્દભુત પ્રયોગ દ્વારા ભાગ્યદેવીને રીઝવીએ.

વિક્રમ સંવતમાં વ્યક્તિ વિક્રમો ત્યારે જ સ્થાપિત કરે છે જ્યારે તેને ગ્રહો, વડીલો અને દેવલોકના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સાથે-સાથે જ્ઞાન પ્રાપ્તિ માટે સતત પરિશ્રમ કરે. કારણ કે દેવોના ગુરુ બૃહસ્પતિ કહે છે કે જેનું જીવન આશીર્વાદ અને જ્ઞાનથી ભરેલું હોય તે જાતકનું જીવન સાચા અર્થમાં બારે માસ હરિયાળી ક્રાંતિ જેવું હોય છે. દિવાળીમાં લક્ષ્મી પૂજા, ચોપડા પૂજન અને દીપ પ્રાગટ્ય એક આમ ઔપચારિકતા અને પરંપરાગત જુનવાણી વિચારધારા છે. આ બધાના મૂળમાં અંતે તો તન મન અને ધનની પ્રાપ્તિ એ મુખ્ય ઉદ્દેશ હોય છે. પરંતુ વિક્રમ સંવત નવા વિક્રમો સર્જવાનું હોય છે. આવો આજે એક મૌલિક-અદ્દભુત અને અલૌકિક જ્યોતીષિક પ્રયોગ દ્વારા નવા સંવતને યાદગાર બનાવીએ. આ નૂતન વર્ષને રંગની રંગોળી નહીં પરંતુ ગ્રહોની રંગોળીનો પ્રયોગ કરી સ્વયંની કુંડળી અને ગ્રહોને રીઝવીએ. અહીં આપેલા પ્રયોગ દ્વારા કુંડળીના નારાજ ગ્રહોને ખુશ કરી સમગ્ર વર્ષ ‘સુખ’ શબ્દના માલિક બનો.

(ડો.પંકજ નાગરને ઈ.સ.૨૦૨૨માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સનો અવોર્ડ મળ્યો છે અને ડો.રોહન નાગર નાઈન જવેલ્સ ઓફ યુકે નો અવોર્ડ ધરાવે છે.)

આ વિધિ અતિ સરળ છે. આ પ્રયોગ તા.25 ઓક્ટોબર 2022,મંગળવારની રાત્રે સ્વાતિ નક્ષત્રમાં કરવાનો છે. અહીં તમને મંગળવાર અને સ્વાતિ નક્ષત્રનો સંયોગનો લાભ તો મળશે જ. આવા સમયે જ્યારે સ્થિર લગ્નમાં આ પ્રયોગ કરવામાં આવે તો લક્ષ્મી આપોઆપ સ્થિર થાય છે અને આ સમય અગર મુહુર્ત છે...તા.25/1૦/2022 સાંજે તમારે સ્થિર લગ્ન વૃષભમાં એટલે કે ૦7-5૦થી જ શરુ કરવાનો છે...અહીં આ મુહુર્તમાં તમને સ્વાતિ નક્ષત્ર+સ્થિર લગ્ન+લાભ ચોઘડિયું+ગુરુની હોરાનો લાભ મળશે.

આપના ઘરમાં જે જગ્યાએ પૂજાનું સ્થળ હોય તે રૂમમાં આપે મકાનના મુખ્ય વ્યક્તિ અગર માલિકની કુંડળી 3 બાય 3 ફૂટની પીળા ચોકથી દોરવાની છે. ત્યાર પછી જેની કુંડળી હોય તેના ગ્રહો જે તે ખાનામાં લખી દેવાના છે. જ્યાં ચંદ્ર લખેલો હોય ત્યાં ચોખાના સાત દાણા, મંગળ લખેલો હોય ત્યાં મસૂરના સાત, બુધ લખેલો હોય ત્યાં લીલા મગના સાત દાણા, ગુરુ હોય ત્યાં ચણાની દાળના સાત, શુક્ર લખેલો હોય ત્યાં જવના સાત, શનિ લખેલો હોય ત્યાં કાળા અડદના સાત અને સૂર્ય હોય ત્યાં ઘઉંના સાત દાણા મુકવાના છે. રાહુ લખેલો હોય ત્યાં રાઈના સાત અને કેતુ લખેલો હોય ત્યાં સરસવના સાત દાણા મૂકવાના છે. આટલું કર્યા પછી દોરેલી કુંડળીની બરોબર વચ્ચે માટીનો કુંભ મૂકવાનો અને કુંભની અંદર આપની પાસે પડેલાં જૂના ચાંદીના ચલણી સિક્કા, સોપારી નંગ સાત સાથે 7 કપૂરી પાન, એક ચમચી કંકુ, હળદર અને થોડાં ચોખા મૂકવાના છે. કુંભ પર કોડિયું મૂકવું અને તેમાં 1૦૦ ગ્રામ ગોળ મૂકવો. પૂજા શરુ કરતા પહેલા કુંડળીના બારે બાર ખાનામાં નાના કોડિયા મૂકી દીવા કરવા. કુંભની આગળ લક્ષ્મી નારાયણનો સંયુક્ત ફોટો મૂકવો. ફોટા સમક્ષ પાંચ સુકા મેવા અને 2 મીઠાઈનું નૈવેદ્ય મૂકવું.

કુટુંબના દરેક સભ્યોએ આ પૂજા દરમિયાન કુંડળી સમક્ષ બેસવું અને આપેલાં મુહુર્તમાં દીવો અગરબત્તિ ગુગળનો ધૂપ કરી દરેક સભ્યે નીચે જણાવેલો મંત્ર 108વાર બોલવો.

"સૂર્ય શૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવીમ સમંગલમ મંગલ: સુબુદ્ધિ ચ બુધો, ગુરુચ ગુરુતામ શુક્ર:II
સુખમ શં શનિ,રાહુ બાહુબલમ કરોતુ વિપુલમ કેતુ: સર્વ ગ્રહો મમ ધન ધાન્ય સુતાન્વિત ઠ: ઠ: ઠ: સ્વાહા"
અર્થાત સૂર્ય તમને શૌર્ય આપે, ચંદ્ર ઉચ્ચ પદવી આપે, મંગળ તમારું મંગળ કરે, બુધ સદબુદ્ધિ આપે, ગુરુ મોટાઈ આપે, શનિ (શં)સુખ આપે, રાહુ બાહુ બળ આપે, કેતુ કુળની ઉન્નતિ કરે- આ પૂજા અને અનુષ્ઠાન કરનાર પર સર્વ ગ્રહો પ્રસન્ન થાઓ અને પ્રીતિકર બનો. સર્વ ગ્રહો ધન આપો, ધાન્ય આપો અને શરીર સુખાકારી આપો.

108વાર બોલી કુંડળી ઉપર ગુલાબના ફૂલ ચઢાવવા. આ વિધિ પત્યા પછી શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજીનો નીચેનો મંત્ર પણ 121વાર બોલતા બોલતા ફોટા પર ગુલાબ ચઢાવવા. "ઓમ એઇમ હ્રીમ શ્રીમ કલીમ નમો મહાલક્ષ્મેય હરિ પ્રિયાયે સ્વાહા"

આ તમામ વિધિ પૂર્ણ થયે કુટુંબના દરેક સભ્યે શ્રીસૂક્તમ, લક્ષ્મી સૂક્તમ અને કનક ધારણા સ્ત્રોતના પાઠ એક એક વાર કરવા જોઈએ. પૂજાના અંતે છોતરાવાળું નારીયેલ વધેરી તેના પાણીને કુટુંબના દરેક સભ્યો પર છાંટવું. આ વિધિ કર્યા પછી નૂતન વર્ષની સવારે ઘરના મુખ્ય વડીલે તેમની કુંડળીની પૂજા કરેલી હોય તેમણે ઉથાપન કરવું. સિક્કા અને કિંમતી સામાન યોગ્ય તે જગ્યાએ પાછા મૂકી પૂજાપાનો સામાન રેશમી કપડાની પોટલીમાં બાંધી તિજોરીમાં મુકવો. કુંભને એકાંત જગ્યાએ અથવા મેદાનમાં જઈ વ્રુક્ષની નીચે મૂકી આવવો. ધનવંતરી આયુ સંહિતા અને નારદ સંહિતામાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ વિધિ કર્યા બાદ જે જાતક સળંગ 21 દિવસ સુધી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ રોજ માત્ર એકવાર દીવો ધૂપ કરીને કરે તેને આ પૂજાનું ફળ 101 દિવસની અંદર પ્રાપ્ત થાય તેવું અભય વચન લક્ષ્મીનું છે.

બ્રહ્મા કરોતુ દીઘાયું વિષ્ણુ: કુર્યાચ્ચ સંપદમI

હવે થોડીક અંતરંગ વાતો ભવિષ્યની પણ કરીએ નુતન વર્ષ 26 ઓક્ટોબરથી શરુ થશે. ખાસ કરીને જે લોકોની રાશિ ધન, મકર, કુંભ હોય કે પછી મિથુન કે તુલા હોય તેઓએ હજુ 17/01/2023 સુધી તન-મન-ધનથી સાવધ રહેવું અને જે લોકોનો જન્મ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન કોઈ પણ વર્ષમાં હોય તેઓ એ પણ 17/01/2023 સુધી ખાસ સાવધ રહેવું.

હરો રક્ષતુ ગાત્રાણી યસ્યેશા જન્મપત્રિકાII
અર્થાત બ્રહ્મા દીર્ઘાયુ કરો,વિષ્ણુ સંપત્તિ અર્પો અને શિવ ભગવાન ગાત્રો રક્ષો-આ જેની જન્મપત્રિકા છે તેને શુભાશિષ છે.

કર્મનો મર્મ એટલો જ છે કે કર્મનું ફળ મોડું વહેલું મળેજ છે.

દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે ...અત્ર રસ્ત્રવત (સૌનું કલ્યાણ થાઓ)

(નવા સંવતનો આ અદ્દભુત લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)

અન્ય સમાચારો પણ છે...