14 જાન્યુઆરીએ સૂર્યનું રાશિપરિવર્તન:સમાપ્ત થશે બુધાદિત્ય યોગ, 14 એપ્રિલ સુધી શનિ-સૂર્યની અશુભ અસરથી બચવા માટે કરો તલના ઉપાય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરીએ બુધાદિત્ય શુભ યોગ સમાપ્ત થશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને શનિની સાથે રહેશે. તેની સાથે જ હવે આગામી ત્રણ મહિના સુધી શનિ-સૂર્યનો અશુભ યોગ ચાલતો રહેશે. જેનાથી રાજનીતિક, પ્રશાસનિક અને મોટા મૌસમી ફેરફારો થઈ શકે છે.

14 જાન્યુઆરીની રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી શનિની સાથે આવી જશે. પછી બે દિવસ પછી અર્થાત્ 17 જાન્યુઆરીએ શનિ રાશિ બદલી કુંભ રાશિમાં ચાલ્યો જશે. જેનાથી સૂર્ય-શનિનો અશુભ દુવિર્દવાદશ યોગ એક મહિનો રહેશે. 13 ફેબ્રુઆરીએ ફરી સૂર્ય-શનિ એકસાથે કુંભ રાશિમાં રહેશે. ત્યારબાદ 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં ચાલ્યો જશે. જેનાથી 14 એપ્રિલ સુધી ફરી સૂર્ય-શનિનો અશુભ દુવિર્દવાદશ યોગ રહેશે.

અશુભ દુવિર્દવાદશ યોગથી દેશ-દુનિયામાં તણાવ અને ડરનો માહોલ રહેશે

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું કે આ રાશિ પરિવર્તનની સાથે જ સૂર્ય-શનિ થોડા દિવસ એકસાથે જ રહેશે અને થોડા દિવસ દુવિર્દવાદશ યોગ બનાવશે. અર્થાત્ બંને ગ્રહ એક-બીજાથી બારમી રાશિમાં રહેશે. જ્યોતિષમાં સૂર્ય અને શનિને એક-બીજાના શત્રુ માનવામાં આવે છે. જ્યારે પણ આવા યોગ બને છે ત્યારે દેશ-દુનિયામાં અનઈચ્છિત બદલાવ અને દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. તણાવ, અશાંતિ અને ડરનો માહોલ ચાલતો રહે છે. ગયા વર્ષે પણ આ અશુભ યોગ સર્જાયેલો હતો.

રાજનીતિમાં મોટા ફેરફાર અને વિવાદ થવાની આશંકા

આ દિવસોમાં શનિ પોતાની જ રાશિમાં રહેશે. સૂર્ય પર રાહુની દ્રષ્ટિ પણ પડી રહી છે. ગ્રહોની આ સ્થિતિ સારી નથી હોતી. સૂર્યના રાશિ બદલવાની અસર બધી 12 રાશિઓ પર પડશે. જેનાથી મોટાભાગના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. અનેક લોકો માનસિક અને શારીરિક રીતે તો પરેશાન રહેશે જ સાથે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે. શનિ-સૂર્યનો અશુભ યોગ બનવાથી રાજનીતિક દ્રષ્ટિએ સમય અનુકૂળ નહીં રહે. મોટા ફેરફારો અને વિવાદ થવાની શક્યતાઓ બની શકે છે.

અશુભ અસરથી બચવાના ઉપાય

રોજ સવારે પાણીમાં તલ અને લાલ ચંદન મેળવીને ન્હાઓ. ઊગતા સૂર્યને જળ ચઢાવો. સૂર્ય અને શનિની અશુભ અસરથી બચવા માટે પીપળાના ઝાડને જળ ચઢાવો અને ઘીનો દીવો પ્રગટાવીને તેની પરિક્રમા કરો. સાંજે હનુમાનજી અને શનિદેવના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવને તલ કે સરસિયાનું તેલ ચઢાવો. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાંનું દાન કરો.