ગ્રહ-ગોચર:વૃશ્ચિક રાશિમાં બુધાદિત્ય યોગ બન્યો; 3 ડિસેમ્બર સુધી મિથુન, કન્યા, મકર સહિત 6 રાશિના જાતકોને ધનલાભનો યોગ બનશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

13 નવેમ્બરના રોજ બુધ ગ્રહ રાશિ બદલીને તુલાથી વૃશ્ચિકમાં આવી ગયો છે. તે પછી 16 તારીખે સૂર્ય પણ આ જ રાશિમાં આવી ગયો છે. આ બંને ગ્રહો એકસાથે હોવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ યોગ હવે 3 ડિસેમ્બર સુધી રહેશે. આ શુભ યોગનો પ્રભાવ દેશ-દુનિયા સહિત બધી જ રાશિના જાતકો ઉપર પડશે. જ્યોતિષીય ભાષામાં તેને સૂર્ય-બુધની યુતિ કહેવામાં આવે છે. આ યોગ સફળતા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. આ શુભ યોગનો ફાયદો મિથુન, કન્યા, મકર, કુંભ, કર્ક અને મીન રાશિના લોકોને મળી શકે છે. આ સિવાય અન્ય 6 રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવું.

સૂર્ય ગ્રહ વૃદ્ધિ અને ઉન્નતિ આપે છે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યના શુભ પ્રભાવથી સુખમાં વધારો, સરકારી નોકરીનો યોગ, ઉન્નતિ અને સન્માન મળે છે. જ્યારે અશુભ પ્રભાવથી પિતા-પુત્રમાં વિવાદ, બેરોજગારી અને ઉન્નતિમાં વિઘ્ન આવે છે. હાલ સૂર્ય પોતાના મિત્ર મંગળની રાશિમાં છે. એટલે તેનો શુભ પ્રભાવ મળશે.

નવગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે
નવગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે

બુધ ગ્રહ બિઝનેસમાં ફાયદો આપે છે
નવગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ આપનાર ગ્રહ પણ કહેવામાં આવે છે. બુધના શુભ હોવાથી વ્યક્તિની ભાષા અને બોલી મધુર હોય છે. વેપાર વગેરેમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ જ છે.

સૂર્ય-બુધની યુતિનું ફળ
સૂર્ય અને બુધની યુતિથી બની રહેલાં બુધાદિત્ય શુભ યોગનો વધારે ફાયદો મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોને મળશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળશે. ધનલાભ અને ફાયદો થઈ શકે છે. આ સિવાય કર્ક અને મીન રાશિના લોકો માટે પણ સમય શુભ રહેશે. આ બે ગ્રહોના પ્રભાવથી મોટી વહીવટી યોજનાઓ બનશે. તેના ઉપર કામ થશે અને ફાયદો પણ મળશે. શેરબજાર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહી શકે છે.

વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે
વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે

વૃશ્ચિક સંક્રાંતિનું ફળ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નાના સ્તરે કામ કરનાર લોકો માટે આ સંક્રાંતિ સારી છે. મોંઘવારી વધી શકે છે. લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે. બીમારીઓના સંક્રમણમાં ઘટાડો થઈ શકે છે.
મંગળની રાશિમાં સૂર્યના આવી જવાથી 16 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે કષ્ટદાયી સમય રહી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સૂર્યની સારી અસર જોવા મળી શકે છે. પાડોસી દેશો સાથે સંબંધોમાં સુધાર થશે.

વૃશ્ચિક સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ
આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિના વિશિષ્ઠ પૂજન અને ઉપાયથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને કરિયરમાં સફળતા મળે છે. 15 ડિસેમ્બર સુધી સૂર્ય પૂજા અને દાન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી બુદ્ધિ, જ્ઞાન અને સફળતા મળે છે.

આ 30 દિવસોમાં સૂર્યને જળ ચઢાવવાથી ઉંમર વધશે અને બીમારીઓ દૂર થશે
આ 30 દિવસોમાં સૂર્યને જળ ચઢાવવાથી ઉંમર વધશે અને બીમારીઓ દૂર થશે

1 ડિસેમ્બર સુધી બુધ ગ્રહ અસ્ત રહેશે
સૂર્ય સાથે યુતિ હોવાથી બુધ 1 ડિસેમ્બર સુધી અસ્ત રહેશે. જેના કારણે તેની અશુભ અસર ઘટી જશે. જોકે, આ ગ્રહના અસ્ત થવાથી કૂટનીતિ અને વિવાદની સ્થિતિ પણ બનશે. પરંતુ અનેક લોકોની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની પણ દૂર થઈ શકે છે. બુધ અસ્ત હોવાથી વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોની પરેશાની ઘટી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવે તેવા યોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...