• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Vakri In Kanya Rashi (Transit In Virgo) September 2022; Rashifal (Astrological) Predictions For Sagittarius, Aquarius Pisces, Leo, Libra And Other Zodiac Signs

અસ્ત રહેલા બુધ ગ્રહની વક્રી ગતિ:આજથી 2 ઓક્ટોબર સુધી બુધ ગ્રહ વક્રી રહેશે, મેષ, સિંહ અને કુંભ સહિત પાંચ રાશિના લોકો માટે સમય લાભકારી રહેશે

3 મહિનો પહેલા

હાલ બુધ કન્યા રાશિમાં છે અને 26 ઓક્ટોબર સુધી આ રાશિમાં જ રહેશે. જ્યોતિષમાં બુધ ગ્રહને વાણી, બુદ્ધિ, બિઝનેસ અને લેવડ-દેવડનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ પોતાની ઉચ્ચ રાશિમાં 8 સપ્ટેમ્બરે અસ્ત થઈ ગયો છે. હવે 10 તારીખે એટલે આજે વક્રી પણ થઈ જશે. તે પછી 2 ઓક્ટોબરના રોજ સીધી ગતિએ ભ્રમણ કરશે, એટલે માર્ગી થઈ જશે. આ પ્રકારે બુધની સ્થિતિમાં સતત ફેરફાર થતો રહેશે. એવામાં બુધ ગ્રહની આ વક્રી ગતિથી ગોચર કરવાની અસર બધી જ રાશિઓ પર પડશે.

બુધનું વક્રી થવું ઘણું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે બુધ સંચાર વ્યવસ્થા, વાણી, કોમ્યુનિકેશન, લેખન, ગણિત તથા તાર્કિક કાર્યોનું સંચાલન કરે છે. બુધના વક્રી થઈ જવાથી વાતનું વતેસર થઈ શકે છે. ઝઘડો, વિવાદ તથા ગેરસમજ પણ બુધના કારણે પેદા થઈ શકે છે. જે લોકો દિમાગનો પ્રયોગ વધારે કરે છે તેમને સમસ્યા આવે છે અને નિર્ણય લેવામાં પરેશાની પણ થાય છે. વક્રી બુધ માત્ર અશુભ જ નહીં, પરંતુ શુભફળ પણ આપે છે. વક્રી બુધની અસરથી બિઝનેસમાં ફાયદો અને ધનલાભ થાય છે. આવકનો સોર્સ વધે છે. વિવાદમાં વિજય મળે છે.

બુધનું વક્રી થવું કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે સામાન્ય રહેશે
બુધનું વક્રી થવું કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે સામાન્ય રહેશે

શુભઃ મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ
કન્યા રાશિમાં બુધના વક્રી થવાથી મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના પણ યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્કશક્તિ પણ વધશે.

અશુભઃ વૃષભ, મિથુન અને તુલા
બુધની ગતિમાં ફેરફાર થવાથી વૃષભ, મિથુન અને તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ ત્રણ રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. બચત પૂર્ણ થશે અને રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નસને લગતા રોગ થઈ શકે છે. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે.

સામાન્યઃ કર્ક, કન્યા, મકર અને મીન
બુધની ગતિ બદલવાથી કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ ચાર રાશિના લોકોનાં વિચારેલાં કામ પૂર્ણ થઈ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કાર્યોમાં મહેનત પણ વધારે કરવી પડશે. દોડભાગ વધશે. સાથે જ, લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...